________________
ગાથા- ૨૩૦
૫૦૧
સરાગ સમકિત હોય, વીતરાગી ન હોય. અરે.! ભગવાન! તને ખબર નથી. સમ્યગ્દર્શન જ વીતરાગ પર્યાય છે. એ તો સરાગ સમકિત ક્યું એ તો જરી ઓલો રાગ સાથે છે એને લઈને (કહ્યું). સમકિત તો વીતરાગ જ છે. આહાહા...!
એક ઓલો વિકાસવિજય' છે ને? પહેલા તો આવું હોય, વીતરાગતા ન હોય, રાગ જ હોય, ઢીકણું હોય. ઘણા કાગળ આવે અહીં સમજાવવા. આ ફેરી કાગળ આવ્યો તો પાછો આપી દીધો. આહા.! અરે.! ભાઈ! શું તું કહેવા માગે છે? એમ કે સમકિતી હોય તો પણ રાગી હોય છે. વીતરાગી સમકિત ચોથે ગુણસ્થાને ન હોય, એમ.
અહીં તો કહે છે કે, સમ્યગ્દર્શન જ વીતરાગી પર્યાય છે. આહાહા...! સમ્યજ્ઞાન એ વીતરાગી પર્યાય છે અને સ્વરૂપમાં આચરણ તે પણ વીતરાગી પર્યાય છે. આહા...! કેમ? કે, વસ્તુ ભગવાન વીતરાગની મૂર્તિ જ્ઞાયકભાવપણાને લીધે વીતરાગસ્વરૂપ છે. એની દૃષ્ટિ ને જ્ઞાન થયા. આહાહા. એની પર્યાયમાં તો વીતરાગી જ પર્યાય પ્રગટે. રાગ છે એ એની ચીજ નથી. એની એને કાંક્ષા નથી. આહાહા.! એના ફળ તરીકે ચક્રવર્તીનું રાજ મળે તો કાંક્ષા નથી. આ તે કંઈ વાત છે. આહાહા...! સોળ હજાર દેવ સેવા કરે, આહા! છ— હજાર સ્ત્રીઓ, બત્રીસ હજાર દીકરીયું, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરા. આહા...! હું તો એક જ્ઞાયકભાવ છું. એકડે એક ને બગડે છે. બીજા મારા છે (એમ માને) તો મિથ્યાત્વ છે. આહા..! ઝીણી વાત છે, ભાઈ! જન્મ-મરણ રહિત થવાની દૃષ્ટિ, પહેલી મૂળ જ રકમ બહુ આકરી છે. સમજાણું? પછી વળી અંદરમાં સ્થિર થવાની વાત ચારિત્ર એ તો અલૌકિક વાત છે. આહા...! અને એ ચારિત્ર કંઈ બહારથી પ્રવૃત્તિ છોડે ને ઘટે માટે ચારિત્ર થઈ જાય એમ નથી. અંતરનો ઉગ્ર આશ્રય લે ને સ્થિરતા થાય ત્યારે ચારિત્ર કહેવાય. આહાહા...!
અહીં કહે છે, ઘર્મીને કર્મફળ પ્રત્યે. આહાહા.! શાતા ઉદયના, પુણ્યના ઉદયથી આમ ઢગલા... ઢગલા (દેખાય). આહાહા...! એક માગે ત્યાં એકવીસ ઢગલા થાય. ફળો, કપડાં, દાગીના ઢગલાં, હોં! આહાહા...! તીર્થકર તો જન્મથી જ સમકિતી હોય છે. એને દેવો (દેવલોકમાંથી) લાવીને દાગીના પહેરાવે), કપડા ને દાગીના ત્યાંથી લાવે. કાંક્ષા નથી. દેવથી લાવેલા. કાંક્ષા નથી. આહાહા.! કર્મના ફળની કાંક્ષા, આત્માના આનંદના ફળની ભાવના આગળ કર્મના ફળની કાંક્ષા હોતી નથી. અરે.! આવી વસ્તુ છે, ભાઈ! પહેલું તેનું જ્ઞાન તો કરે કે, આ ચીજ આવી છે. હજી ચીજ કેવી છે ને કેમ થાય ને એનું શું હોય ત્યારે શું હોય એની ખબરું નથી અને એને ધર્મ થઈ જાય (એમ કેમ બને) આહાહા...! - મિથ્યાદૃષ્ટિ દ્રવ્યલિંગી એક વસ્ત્રનો કટકો પણ ન રાખે અને હજારો રાણીને છોડીને બેઠો હોય અને છતાં તેની દૃષ્ટિમાં ભગવાન જ્ઞાયક છે તે આવ્યો નથી. તે બધો પૂરો મિથ્યાદૃષ્ટિ ને અસંયમી છે. આહાહા...! કારણ કે એને આમ અંતરની ભાવના નથી એટલે બહાર કાંક્ષા એને હોય જ છે. આહાહા..! અને ધર્મીને ઢગલા પડે બહારના વિષયોના, શબ્દો, રૂપ, રસ, ગંધ છતાં એ તો જડ છે, ઇન્દ્રિયનો વિષય છે, એ મારો વિષય નહિ. આહાહા.! એને