________________
૫OO
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ગાથા-૨૩૦ ઉપર પ્રવચન
“હવે નિકાંક્ષિત ગુણની ગાથા કહે છે એ પહેલી નિઃશંકની કરી.
जो दु ण करेदि कंख कम्मफलेसु तह सव्वधम्मसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो।।२३०।।
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિમૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૦. ટીકા – “કારણ કે સમ્યગ્દષ્ટિ, કોત્કીર્ણ એવા એક ગ્લાયકભાવપણાને લીધે' શબ્દ તો એના એ છે. પહેલા છે ઈ (છે). બધાંય કર્મફળો પ્રત્યે આહાહા.! ઇન્દ્રિયના વિષયો આમ ચક્રવર્તીના રાજ હોય, ઇન્દ્રના ઈન્દ્રાસન હોય એ કર્મફળ પ્રત્યે ઉદાસ છે. આહાહા...! (તે કર્મફળ) પ્રત્યે કાંક્ષા વિનાનો છે. એની કાંક્ષા નથી, ઇચ્છા નથી. આહાહા...! કર્મના ફળ જે સામગ્રી, ઇન્દ્રના ઇન્દ્રાસન મળે, ચક્રવર્તીના રાજ મળે, સમકિતીને તેની ઇચ્છા છે નહિ. એ તો જડના કર્મના ફળ છે. આત્માના આનંદનું ફળ એ નથી. ભગવાન આનંદસ્વરૂપી પ્રભુ, એનું ફળ તો આનંદ ને શાંતિ હોય. આ જે કર્મના-ઝેરના ફળ, ઝેરવૃક્ષના ફળ, કર્મ છે ઈ વૃક્ષ, ઝેર વૃક્ષ છે. છે ને? છેલ્લે આવે છે ને? ‘સમયસાર'. વિષવૃક્ષ. ૧૪૮ પ્રકૃતિ વિષવૃક્ષ (છે). ઓહોહો.. પુણ્યપ્રકૃતિ બંધાયેલી, જશોકર્તિ બંધાયેલી એ બધા ઝેરના ઝાડ (છે). એના ફળ તરીકે જે સંયોગ આવે તેની કાંક્ષા ધર્મીને હોતી નથી. આહા.! જવાબદારી ભારે, ભાઈ! શરતું બહુ. આહાહા...!
જેણે ભગવાન આત્માના સ્વરૂપની પ્રતીતિ ને અંતર્મુખની દૃષ્ટિ થઈ એને કર્મના ફળ ભયના તેની કક્ષા એને હોતી નથી. આહાહા.. સાધારણ વાત છે પણ ઘણી ગંભીર ને અંતરની ચીજ છે આ. સમ્યગ્દષ્ટિ “એક શાકભાવમયપણાને લીધે...” જ્ઞાયકભાવ જ હું છું, બસ. એને લીધે બધાંય કર્મફળ...” શાતાઉદયની સામગ્રી હો, જશોકીર્તિની સામગ્રી મળે, લોકો વખાણ કરે, આહા...! અરે...! કર્મના ફળમાં નિંદા કરે પણ એની તેને ઇચ્છા નથી. નિંદા કરનારમાં પુગલનું પરિણમન થયું એ તો. જોકીર્તિ કરનારો, વખાણ કરનારો એ પણ પુદ્ગલનું પરિણમન થયું. પુદ્ગલનું પરિણમન થયું, એમાં તારે શું? આહા.! ઝીણી વાત બહુ, ભાઈ!
પરથી ભિન્ન પડેલા ભગવાનને પોતાથી ભિન્નના અનુકૂળ-પ્રતિકૂળ ફળોની આકાંક્ષા નથી, કહે છે. આહાહા...! તેમ પ્રતિકૂળ ફળ મળ્યું તો દ્વેષ નથી, અનુકૂળ મળ્યું તો રાગ નથી. આહાહા.! આવી સમ્યગ્દષ્ટિની વીતરાગી દષ્ટિ છે. કેટલાક કહે છે કે, ચોથે ગુણસ્થાને