________________
ગાથા- ૨૩૦
ગાથા-૨૩૦
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । निष्कांक्षश्चेतयिता
स
હવે નિ:કાંક્ષિત ગુણની ગાથા કહે છે :
૪૯૯
मुणेदव्वो । । २३० ।।
સવૃષ્ટિńતવ્ય:।।રરૂ૦||
यतो हि सम्यग्दृष्टिः टकोत्कीर्णैकज्ञायभावमयत्वेन सर्वेष्वपि कर्मफलेषु सर्वेषु वस्तुधर्मेषु च कांक्षाभावान्निष्कांक्षः, ततोऽस्य कांक्षाकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव ।
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતષ્ટિ જાણવો. ૨૩૦.
ગાથાર્થ :- [ ચ: શ્વેતયિતા ] જે ચેતયિતા [ ર્મજ્ઞેષુ ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મવુ ] સર્વ ધર્મો પ્રત્યે [ ાંક્ષાં ] કાંક્ષા [ ન તુ રોતિ ] કરતો નથી [ સઃ ] તે [ નિાંક્ષઃ સમ્યવૃષ્ટિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મ ફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જા જ છે.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી - તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો શાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.