________________
૪૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ બિલકુલ નથી ને આને ઘણી છે છતાં તે અંદર બે કષાયનો અભાવ અને આત્માની દૃષ્ટિ થઈ તેથી તે સંયમી છે. આહાહા..! અંશે સંયમી છે. ઓલો બિલકુલ ૩૧ સાગ૨ સ્ત્રીનો વિષય નહિ, મનમાં એની કલ્પના નહિ. આહાહા..! અને આહારનું પણ કોઈ રાંધવું ને કરવું એવું છે નહિ. એકત્રીસ હજાર વર્ષે આહારનો વિકલ્પ આવે ત્યાં તો અહીં કંઠમાંથી અમૃત (ઝરે). અને આને તો આહાર માટે કંઈક માથાકૂટ કરવી પડે). છતાં પાંચમા ગુણસ્થાનવાળો આહા૨ માટેની પ્રવૃત્તિમાં હોય છતાં તે અંદરમાં અંતર્મુખની દૃષ્ટિમાં સ્થિરતા છે તેથી તેને સંયમી કહ્યો અને આને આવી સ્થિતિ બિલકુલ નથી છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષાએ વાત છે. સમજાણું કાંઈ? આહાહા..!
અંતર્મુખનો આશ્રય થયો એ સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ એનો સ્વામી નથી. આહાહા..! અને અંશે તેને સંયમ, સ્વરૂપાચરણરૂપી સંયમ પ્રગટ્યું છે, સ્વરૂપાચરણરૂપ. આહાહા..! નવમી ત્રૈવેયકના મિથ્યાદૃષ્ટિ દેવો, મહા શુક્લ લેશ્યાથી દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ સાધુ થયા. જૈન સાધુ મહાવ્રત પાળીને ત્યાં ગયા, ત્યાં તેને વિષય નથી, રસનો નથી, સ્પર્શનો નથી. આહાહા..! છતાં તે અસંયમી છે. એ અંતરની અપેક્ષાએ વાતું છે. જેનું અંતર સુધર્યું નથી એનો બાહ્યનો ત્યાગ તે ત્યાગ છે જ નહિ, એમ કહે છે. આહાહા..! અને અંતર જેનું સુધર્યું છે તેનો હજી બાહ્ય ત્યાગ કેટલોક ન હોય તોપણ તેના અંતરની દૃષ્ટિના સુધારાને કારણે એને સમિકતી અને સંયમી કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ?
ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચુત થતો નથી.' આહા..! જેને શ૨ી૨નું કૃત્રિમ નામ પાડ્યું છે, એવો દૃઢ થઈ ગયો કે ઊંઘમાં એને કહે કે, લાણા! તો કહે, હું! હવે ક્યાં છે પણ? એવો દૃઢ થઈ ગયો. આહા..! ‘કાંતિ’! તો કહે, હું! પણ ક્યાં છે? ‘કાંતો’ કોણ છે? શરીર. શરીરનું નામ ‘કાંતિ’ પાડ્યું ત્યાં તને (ઇ દૃઢ થઈ ગયું). ઇ તો કૃત્રિમ પાડ્યું છે. એનું કોઈ નામ હતું જ નહિ, એ તો શરીર છે. બીજાથી જુદું સમજાવવા એને ‘કાંતિ’ નામ પાડ્યું. એવો દૃઢ થઈ ગયો. એમ અહીંયાં જેણે ચૈતન્યની કાંતિ જોઈ ને જાણી (એ) એવો દૃઢ થઈ ગયો, આહાહા..! કે કોઈ ઠેકાણે પણ એ જાગૃતમાંથી અંધારું આવતું નથી એને. આહાહા..! આ તો ઝીણી વાતું, બાપુ! આત્મઆશ્રય સિવાય બધી વાતું ખોટી છે અને આત્માનો જેણે આશ્રય લીધો એને ભલે અસ્થિરતા કેટલીક વિશેષ હોય તોપણ તે સમ્યગ્દષ્ટિ નિઃશંક, અબંધ છે. આહાહા..!
‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.’ આપીને એટલે ઉદય આવીને ખરી જાય છે. આહા..! અથવા નિર્જરા અધિકા૨’માં આવ્યું છે ને? ‘નિર્જરા અધિકાર’માં આવ્યું હતુ, થોડું સુખ-દુઃખ થાય, ખરી જાય છે. ત્રીજી ગાથા. આહાહા..!