________________
૪૯૭
ગાથા– ૨૨૯ છે જે ઉદયમાં એ ખરી જાય છે. આહા.! શુદ્ધતાના સ્વભાવના આશ્રમમાં જ્યાં પડ્યો ત્યારે હવે કહે છે કે થોડો જે અશુદ્ધનો ઉદય રહે છે એ ખરી જાય છે. એને બંધ થાય છે. એમ નથી. આહાહા...! આરે.!
મુમુક્ષુ :- દૃષ્ટિમુક્ત થઈ ગયો સાહેબ! બધા પ્રકારથી દૃષ્ટિમુક્ત થઈ ગયો.
ઉત્તર:- ચોથાથી દૃષ્ટિમાં મુક્ત થયો. મુક્ત છે એ પર્યાયમાં પણ મુક્ત થયો. આહાહા.! જેવું મુક્ત સ્વરૂપ છે એવી દૃષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અંશે મુક્ત થયો. આહાહા...! આવું કામ. સાધારણ માણસને તો એવું લાગે). લોકોએ મૂળ વાતને મૂકીને બહારમાં પ્રવર્તનમાં જોડી દીધા, થઈ રહ્યું. મિથ્યાત્વમાં. અને એમ માને કે અમને ધર્મ થયો. આહાહા.! જ્યાં ધર્મના મૂળ છે એની તો એને ખબર ન મળે. ધર્મ પર્યાય છે એનું મૂળ તો દ્રવ્ય છે. આહાહા...! | ભાવાર્થ :- “સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે...” જોયું? મારા છે તેનો એને અભાવ છે. મારો તો નાથ પૂર્ણાનંદનો સાગર તે હું છું. આહાહા.! આવી વાત હવે. ‘કત થતો નથી.” સ્વામિત્વપણાના અભાવને લીધે રાગાદિ હોય છે, જોગાદિ હોય છે પણ તેનો સ્વામી નથી તેથી એ “કર્તા થતો નથી.” આહાહા...! એ જોગનો એ કર્તા થતો નથી. આહાહા.! કેમકે ભગવાન અબંધ સ્વરૂપ છે, અબદ્ધ છે એમાં જોગ કેવો? આહા...! આવી જે દૃષ્ટિ ને અનુભવ થતાં તેને જોગનો જરી ઉદય છે તે પણ ખરી જાય છે, એનો સ્વામી એ નથી તેમ એ જોગ કરવાલાયક છે તેમ કર્તા નથી. આહાહા...! દૃષ્ટિની પ્રધાનતાથી અત્યારે કથન છે ને. હવે આવું સમજવું. આહાહા...!
આ જુઓને માણસ મરે છે. રોગ. આહાહા...! “મોરબીમાં જુઓને ધમાલ... ધમાલ. કાલે “મોરબીવાળા આવ્યા હતા. એવું પાણી ચડ્યું કે અમે નળિયે ચડી ગયા, બચી ગયા. છાપરે નળિયા ઉપર (ચડી ગયા). પંદર, વીસ હજાર માણસ (મરી ગયા). આહાહા.! ક્ષણ પહેલા કઈ સ્થિતિ હતી, ક્ષણ પછી ક્યાં થઈ ગઈ. આહાહા...! એ બધી નાશવાન (ચી) છે એની દૃષ્ટિ છોડી દે, કહે છે. આહાહા...!
ઇન્દ્રિયથી જોવાનું છે અને જાણવાનું આવ્યું છે એ પણ વસ્તુ છોડી દે. આહાહા...! અહીંયાં તો અનીન્દ્રિય એવો જે ભગવાન આત્મા, એની જેને સન્મુખતા થઈને પ્રતીતિ, અનુભવ પર્યાયમાં શાંતિ ને આનંદ આવ્યો છે. એ જીવને પર્યાયમાં રાગાદિ, જોગાદિ ઉદય દેખાય છે પણ એનો ઇ સ્વામી નથી, એનો કર્તા નથી. કર્તા તે જ્ઞાતા-દષ્ટાના પરિણામનો કર્તાભોક્તા છે. આહાહા...! હજી આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. આહા...! આ આવી વાત છે, ભાઈ!
નવમી રૈવેયકના મિથ્યાદૃષ્ટિ દેવોને સ્પર્શ ઇન્દ્રિયનો ભોગ નથી છતાં તે અસંયમી છે. અને અહીંયાં સમકિતી પાંચમા ગુણસ્થાનવાળો અંતરનો આશ્રય લઈને જેને શાંતિ ને સ્થિરતા પ્રગટી છે, આહા...! એને સ્પર્શ ઇન્દ્રિયના વિષયની પ્રવૃત્તિ પણ ઘણી છે. ઓલાને
ડળ
2
છે
ડાડા |