________________
૪૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચાર નથી. આહાહા...! શું કહ્યું છે? દૃષ્ટિમાં, દૃષ્ટિના વિષયમાં ને દૃષ્ટિની પરિણતિમાં એ ચાર ભાવનો અભાવ છે. આહાહા.! સમ્યગ્દર્શનનું પરિણમન થયું એમાં મિથ્યાત્વનો તો અભાવ છે જ પણ એમાં અવ્રત, કષાય, યોગનો પણ અમુક અંશે ત્યાં અભાવ છે. આહાહા..! અમુક અવ્રત, કષાય ભાવ કંઈક રહ્યો છે તે જ્ઞાતામાં શેય તરીકે જાણે છે. આવી વાત છે. મૂળ વાતને મૂકીને બધી બહારના આ વ્રત ને તપ ને આ ને આ. જેમ આ પાંદડાં તોડ્યા પણ મૂળ સાજું રાખ્યું. આહા.! એ પાંદડાં તૂટ્યા પણ મૂળ સાજું છે તે પંદર દિએ પાંદડાં પાછા પાલવી જશે. એમ બહારનો આ ત્યાગ કર્યો ને આ છોડવું ને આ છોડ્યું, રસ ત્યાગ (ર્યો) ને ઢીકણું પણ અંદર મિથ્યાત્વનું મૂળિયું તોડ્યું નથી અને મૂળ એવું સમ્યગ્દર્શન તત્ત્વ એને પકડ્યું નથી. આહાહા...!
એ થતાં એને ચાર ભાવનો અભાવ હોવાથી નિઃશંક છે. એટલે કે હું જ્ઞાયકભાવ છું એ નિઃશંક છે. એમાં રાગ ને અવ્રત ને કષાય, યોગ છું એમાંથી નિઃશંક છે. એ હું નથી. આહાહા...! જુઓ! આ સમકિતનો પહેલો નિઃશંક ગુણ. છે પર્યાય. “કર્મબંધ સંબંધી શંકા કરનારા...” એમ શબ્દ પડ્યો છે ને? એક જ્ઞાયકભાવપણાને લીધે, એક જ્ઞાયકભાવપણાને લીધે, દૃષ્ટિમાં. “કર્મબંધ સંબંધી શંકા કરનારા કે આ કર્મ થાય, આમાં બંધ થાશે એવી શંકા કરનારા એ ભાવનો જેને અભાવ છે. આહાહા...! ખરેખર કર્મ વડે બંધાયો છું એવો સંદેહ, હું બંધાયેલો છું એવો સંદેહ છૂટી જાય છે. અબંધ છું. આહાહા...! પ્રભુ મારું સ્વરૂપ તો મુક્ત છે, એમ કહે છે. અબદ્ધસ્કૃષ્ટ જે કીધું છે ઈ આમ લીધું છે. આહાહા...!
એનો અભાવ હોવાથી ચાર લીટી છે પણ વાત ગજબની છે. આહાહા...! જે કરવાનું છે તે કર્યું એવું જે સમ્યગ્દર્શન... આહાહા...! પછી અંદર પ્રવૃત્તિના અમુક પરિણામ રહ્યા, હિંસાના, ક્રોધ આદિ વગેરે, પણ એ પરિણામ તેની પરિણતિની પર્યાયમાં એનો અભાવ ગણ્યો છે અહીં. નિર્મળ પરિણતિ થઈને એમાં એનો અભાવ છે. ભિન્ન રહ્યું. આહાહા! પણ અહીંયાં તો સમ્યગ્દર્શનનો વિષય અને સમ્યગ્દર્શનની પરિણતિ, એમાં એ મિથ્યાત્વનો તો અભાવ છે પણ અવત, પ્રમાદ, કષાય ને યોગનો અભાવ છે. આહાહા...! અરે. યોગનો અભાવ તો ચૌદમે થાય ને? સાંભળને ભાઈ! ભગવાન જ્યાં અબદ્ધસ્કૃષ્ટ ને અયોગી છે) એવો અનુભવ થયો ત્યાં યોગ એનામાં છે એ શંકા જ નથી. આહા...! નિઃશંક છે. આહાહા...! યોગ એ મારા સ્વરૂપમાં છે જ નહિ. આરે...! આવી વાતું.
અભાવ હોવાથી, નિઃશંક છે.” નિઃશંક કેમ છે? કે, આ ચાર ભાવનો અભાવ હોવાથી નિઃશંક છે. તેથી તેને શંકાકૃત બંધ નથીશંકાકૃત તેને બંધ નથી પરંતુ નિર્જરા જ છે. આહાહા.! એ જરી ઉદય આવે છે એને શંકા થતી નથી કે હું બંધમાં છું, મને બંધ છે, હું તો અબદ્ધ છું. એવું નિઃશંકપણે રહેતા શંકાકૃત જે બંધ થતો તે એને નથી. આહાહા.! ભારે આકરું કામ. લ્યો, આ ચાર લીટી છે. શંકા તો નથી તેથી બંધ નથી પણ તે આવે