________________
૫૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એવા ચક્રવર્તીના ગંજ, નવ નિધાન જેને ઘરે, નિધાન દીઠ દેવ અધિષ્ઠાતા અને કહ્યું એ પ્રમાણે ત્યાં નિધાનમાંથી પ્રગટે. આહાહા..! કાંઈ ઇચ્છા નથી, કાંક્ષા નથી. આહાહા...! ભગવાન આનંદના નાથને જ્યાં શુદ્ધિમાં વધારવો છે એમાં આ કાંક્ષા ક્યાં હોય? મલિન ભાવ (ક્યાંથી હોય)? આહાહા.! છે?
બધાંય કર્મફળો.” શબ્દ એમ લીધો છે. “બધાંય’ શબ્દ છે ને? પછી ચાહે તો અશાતાનું ફળ હોય, ચાહે તો શાતાનું ફળ હોય, પુણ્યનું ફળ હોય કે પાપના ફળ (હોય). આહાહા...! સમકિતી નિધન હોય, અંતર્દષ્ટિએ સધન છે. બહારમાં પાંચ-પચીસ રૂપિયા પણ ન હોય. આહાહા...! ને એક ટંક માંડ માંડ ક્યાંકથી મળતું હોય, ખાતો હોય છતાં નિઃકાંક્ષિત છે. આહાહા...! મારો પ્રભુ આનંદ સ્વરૂપ, આનંદનો મોટો ઢગલો જ્યાં અંદરમાંથી ફાટ્યો છે, દૃષ્ટિમાં આવ્યો છેહવે એને પરની કાંક્ષા ક્યાં છે? આહાહા...! આવી શરતું છે. આહા...!
‘તથા બધા વસ્તુધર્મો પ્રત્યે...” શું કહે છે? કર્મફળ પ્રત્યે અને બધી વસ્તુઓ પ્રત્યે. આત્મા સિવાયના અન્ય અન્ય ધર્મો પ્રત્યે અને વસ્તુના બીજા સ્વભાવ પ્રત્યે. બધી વસ્તુનો સ્વભાવ, ચાહે તો દુર્ગધ, સુગંધ આદિ ગમે તે હો. સુરૂપ, કુરૂપ આદિ. આહાહા...! વસ્તુના સ્વભાવો છે તેના પ્રત્યે કાંક્ષાનો અભાવ હોવાથી. આહાહા...! બધેથી ઈચ્છા ઊડી ગઈ છે. આહા! બે વાત થઈ.
બધાંય કર્મફળો...” બધાંય કર્મફળો, જોયું? આહા...! તીર્થકરને કર્મફળનું કંઈ પેલું હોતું નથી. એ તો કેવળી થાય ત્યારે આવે. છતાં તેને એના ફળની ભાવના નથી. આહા...! આહાહા..! વસ્તુધર્મ અને બધી વસ્તુઓ. જેનો જે સ્વભાવ છે તે તે પ્રકારનો તેનો ધર્મ. આહાહા...! ધર્મ એટલે તેની દશા. આહાહા...! તેની કાંક્ષાનો અભાવ હોવાથી. તે બધા પ્રત્યે ઈચ્છાનો અભાવ હોવાથી નિષ્કાંક્ષ નિવછક) છે... આહાહા...! આરે. આરે.! વળી ચક્રવર્તી હોય, સેંકડો રાણીને દરરોજ પરણે તો કહે છે, નિઃકાંક્ષિત છે. એની રુચિ નથી ને. રુચિ તો અહીં જામી છે. આહાહા..! અને અજ્ઞાનીને હજારો રાણીઓનો ત્યાગ છે છતાં રુચિ ત્યાં રાગમાં જામી છે. રાગ વિનાનો ભગવાન તો એણે જોયો નથી. આહાહા.! સમજાણું કાંઈ? એને અભાવ હોવાથી નિઃકાંક્ષિત છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ થતો નથી.” ઇચ્છા જ નથી પરની પછી એને ઇચ્છાકૃત જે બંધ છે એ છે નહિ. આહાહા! “પરંતુ નિર્જરા જ છે.” એ અશાતાનો ઉદય કે શાતાનો (ઉદય) આવી એ બધું ખરી જાય છે. આહાહા! તેનો તેને સ્પર્શ પણ નથી. આહાહા...!
સાતમી નરકનો નારકી સમ્યગ્દષ્ટિ હોય) તો કહે છે, નિઃકાંક્ષિત છે. અહીંથી હું નીકળીને હું માણસ થાઉં ને ત્યાં મને ઠીક પડે એ કાંક્ષા એને નથી. આહાહા...! આકરું કામ, ભાઈ! સમ્યગ્દર્શન અને એના પરિણામની જાત અને એનો વિષય (કોઈ અલૌકિક છે). કાંક્ષાકૃત બંધ તો નથી પરંતુ નિર્જરા જ છે.” આહાહા...! એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. વિશેષ કહેવાશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)