________________
ગાથા- ૨૩૦
પ૦૩
પ્રવચન . ૩૦૭ ગાથા-ર૩૦થીર૩ર સોમવાર, ભાદરવા વદ ૫, તા. ૧૦૯-૧૯૭૯
‘સમયસાર ગાથા ૨૩૦નો ભાવાર્થ. “સમ્યગ્દષ્ટિને...” જેને આત્મા જ્ઞાયક સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્મસ્વરૂપ (છે) એવી જેને સત્યષ્ટિ, સમ્યકુ એટલે સત્ય, સત્ય એવું પૂર્ણ સ્વરૂપ સત્ય, એની જેને સ્વસમ્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થઈ છે એ “સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મના ફળોની વાંછા નથી...... આહાહા.! જ્યાં આનંદ સ્વરૂપ ભગવાનઆત્મા, સમ્યગ્દર્શનમાં આનંદનું વેદન જ્યાં આવ્યું અને એના સિવાય કર્મના ફળની વાંછા કેમ હોય? આહા...! આવી વાત છે. “સમસ્ત કર્મના ફળ.” એમ ભાષા છે? કોઈ પણ કર્મનું ફળ, આહાહા...! (તેની) વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી...” સોના, કનકપણું, પાષાણપણું વગેરે તેમ જે નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી. કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે, સોનું કે પત્થર બેયની તેને વાંછા નથી. આહાહા..!
જેને ભગવાને એમ કહ્યું કે આ ભવ્ય જીવ છે એ જીવને માન કોનું જોઈએ છે? કહે છે. આહાહા! એને બહારની નિંદા, પ્રશંસાની કંઈ વાંછા જ નથી. આહાહા..! કે લોકો પ્રશંસા કરે તો ઠીક, નિંદા કરે તો ઠીક નહિ, બેય ઇચ્છા નથી. આહાહા.! “આનંદઘનજીમાં આવે છે, “લહી ભવ્યતા મોટું નામ... ભાઈએ પણ નાખ્યું છે. અહીંથી ઘણું કેટલુંક સાંભળ્યું હોય ને. ભગવાને જેને ભવ્ય કીધા અને જેને આ અમુક પદવી માટે લાયક છે, આહાહા...! એવું જેને ભગવાને કહ્યું અને દુનિયાની કઈ પ્રશંસાની જરૂર છે? આહાહા..! એને કઈ નિદાની પ્રતિકૂળતા છે? નિંદા હો એ પુદ્ગલની દશા છે. નિંદા કરનારની ભાષા પુદ્ગલની છે, પ્રશંસા કરનારની ભાષા પુદ્ગલની છે. આહાહા...! ધર્મીને જેને નિંદા, પ્રશંસાની વાંછા નથી. શું છે આ? આહાહા.!
આદિનાં વચન વગેરે વસ્તુધમની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની...” એ તો પુદ્ગલ છે, જડની પર્યાય છે. આહાહા...! કોઈ પ્રશંસા કરે તે પુદ્ગલની પર્યાય છે, એની વાંછા ધર્મીને કેમ હોય? આહાહા...! જરી ઝીણી વાત છે, ભાઈ! સમ્યગ્દર્શન એટલે શું ચીજ છે! આહાહા...!
જ્યાં પૂર્ણાનંદનો સાગર ભગવાન, અતીન્દ્રિય જ્ઞાનનો સાગર પ્રભુ, જ્યાં સ્વીકારવામાં દૃષ્ટિમાં આવ્યો અને હવે શું જોઈએ છે? કહે છે. આહાહા...! એને આ પુદ્ગલની કોઈપણ વાંછા હોતી નથી. દુનિયા પ્રશંસા કરે ને દુનિયા મને તો હું કંઈક ગણતરીમાં ગણાઉં, એ ભાવ સમ્યગ્દષ્ટિને હોતો નથી. આહાહા...!
ધર્મીના ધર્મના ગણતરીમાં પોતે જ્યાં આવ્યો છે, આહાહા...! સમ્યગ્દર્શન એટલે ધર્મીના