________________
૫૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ધર્મની ગણતરીમાં આવી ગયો, હવે એને દુનિયાની ગણતરીનું શું કામ છે? આહાહા..! બહુ સૂક્ષ્મ વાત છે, અપૂર્વ વાત છે, ભાઈ! તેમના પ્રત્યે સમભાવ છે. પ્રશંસા ક૨ના૨ હો કે નિંદા કરનાર હો, આહા..! સોનું હો કે પત્થર હો, હીરા-માણેક હોય, આહાહા..! કે થોર હોય. થોર, થોર સમજે? બધું એક છે. ધર્મીની દૃષ્ટિમાં બેમાં કંઈ તફાવત છે નહિ. આહાહા..!
અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી...' ઓલા અન્ય ધર્મની વાંછા નથી એમ કહ્યું ને? ઇ બે વ્યાખ્યા કરી. અન્ય ધર્મની વાંછા નથી, પાઠમાં છે ને? ‘સબંધમ્મેસુ’ છે ને? બે વ્યાખ્યા કરી. કનક–સોનું, પત્થર, નિંદા અને પ્રશંસા એ પુદ્ગલના સ્વભાવ હોવાથી તેની વાંછા ધર્મીને હોતી નથી. આહાહા..!
બીજું તેમના અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી...' એકાંતી ૩૬૩ પાખંડ છે. આહા..! એવા ધર્મને માનનારા મોટા રાજા નીકળે તો એથી કરીને એની વાંછા થાય કે આહાહા..! આવો ધર્મ આપણે હોય તો લોકો માને, એવી વાંછા એને નથી. આહાહા..! તે ધર્મોનો આદર નથી.’ એકાંત માનનારા. આહાહા..!
આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી...' આહાહા..! એવો કોઈ રાગ આવે કે એનાથી સહન થઈ શકે નહિ અને રાગ ટળે નહિ. આહાહા..! તો વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને’ આહાહા..! વિષયની ઇચ્છા, રાગાદિ આવે, એને મટાડવાનો ઇલાજ પણ કરે પણ એ ઇચ્છાનો કર્તા નથી. આહાહા..! ઝીણી વાત, ભાઈ! આહા..! સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે...' શું કીધું ઇ? રાગ એવો આવે અંદરથી કે એને મટાડ્યા વિના એ રાગ ટળે નહિ. રાગનો ખદબદાટ રહ્યા કરતો હોય, આહાહા..! તો એ પીડા સહી શકતા નથી તેથી મટાડવાના ઇલાજની વાંછા...' જોયું? વાંછા પાછી કીધી. ઇલાજની વાંછા. આહાહા..! મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે...' ચારિત્રમોહના ઉદયનો દોષ છે. આહાહા..! એથી એ વાંછા હોય છે અને ઇલાજની પણ વાંછા હોય છે. આહાહા..! ઝીણી વાત છે, ભાઈ!
સમ્યગ્દષ્ટિ છે, આહાહા..! એને રાગ એવો આવે છે. છન્નુ હજાર સ્ત્રી હોય છે કે એકાદ હોય છે પણ વાસના આવી તે ટળતી નથી, ખસતી નથી. તે ચારિત્રનો દોષ જાણીને એ મટાડવા ઇચ્છે છે પણ તેનો પ્રેમ નથી, તેની રુચિ નથી. આહાહા..! શું આંતરો છે? એ ચારિત્રમોહના ઉદયને લઈને રાગનો દોષ આવે પણ એ દોષનું કર્તાપણું નથી. આહાહા..! આમ ઇલાજ કરે છે, વિષય લ્યે છે, રાગ એવો આવ્યો કે ધંધામાં પણ બેસે છે. આહાહા..! પણ તેનો ઇલાજ એ કરે છે પણ છતાં તે રાગની કŕબુદ્ધિ નથી. આહાહા..! હવે આ