________________
ગાથા- ૨૩૦
૫૦૫ તે... જ્યાં જ્ઞાતા-દષ્ટાપણાનું કર્તાપણું પ્રગટ્યું છે તેને આવા ઇલાજમાં રાગાદિનો ઇલાજ કરે મટાડવા છતાં તેની તેને રુચિ નથી. આહાહા...! હવે આવી વાત, કહો.
સમ્યગ્દષ્ટિને “પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે... આહાહા.. પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, આહાહા.! કેમકે આત્મા શુદ્ધ ચૈતન્યઘન જેની દૃષ્ટિમાં તરવરે છે એને એ રાગ આવે અને એને છોડવાનો, મૂકવાનો ઈલાજ પણ કરે છતાં તેનો કર્તા નથી. કર્તા આનંદકંદનો નાથ એનો જ્ઞાતા-દષ્ટાનો કર્તા છે. ઝીણી વાત છે, ભાઈ! આહાહા..!
વિનયતાની વ્યાખ્યા કરી છે, ભાઈએ જરી. આહાહા.! વાત સાચી છે. વિનયતપ એ કંઈ પરનો વિનય કરવો એ કંઈ વિનયતા નથી. અંતર દર્શન, જ્ઞાન ને ચારિત્રના જે ભાવ પ્રગટ્યા તેનું બહુમાન કરવું એનું નામ વિનય છે. કારણ કે વિનયતપ છે ને? તપ તો શુદ્ધ ઉપયોગી, ઇચ્છા નિરોધરૂપી તપ હોય. આહાહા.! સમજાય છે કાંઈ? તો જ્યાં ઇચ્છા છે, આ કરું, આને ભોગવું ત્યાં તો વાંછા કર્તાપણાની બુદ્ધિ છે. આહાહા...! હવે એણે વિનયના ભાઈ ત્રણ પ્રકાર લીધા છે. બહુ માળાએ વિસ્તાર કર્યો છે. મેં તો વાંચ્યું નહોતું. પંડિતોએ વખાણ કર્યા છે. ચોત્રીસ પંડિતોએ. વિનય ત્રણ પ્રકારનો, એમ. એક વિનય તપ, એક વિનય પુણ્ય, એક વિનય અનંત સંસારનું કારણ. એક વિનય તપ. અંતર ઇચ્છા નિરોધ થઈને વીતરાગતા વધી, શુદ્ધઉપયોગ વધ્યો તે વિનયતા. અને વિનય પુણ્ય. તીર્થકરગોત્રના પુણ્યના બંધન થયા એ વિનય પુણ્ય અને અજ્ઞાનીઓના મિથ્યાષ્ટિઓના આદર ને વિનય કરવો એ અનંત સંસારનું કારણ પાપ. આહાહા...! સમજાય છે કાંઈ? માળાએ વાંચ્યું છે ઘણું ને એટલે વાંચીને ચારે કોરનો મેળ બહુ કર્યો છે. આવું તો પુસ્તક પોતાથી મેળવીને કર્યું છે, હોં! આહાહા...! એવા તો કેટલાય બોલો લીધા છે. અનશન, ઉણોદરી. એક પછી એક વધારે છે. અનશન કરતા ઉણોદરી, એના રસપરિત્યાગ ને એની વૃદ્ધિ. એ વિશેષ તપ છે. એના કરતા વિશેષ (છે). ભગવાને ક્રમ આમ મૂક્યો છે માટે એમાં વિશેષતા છે. એનો પણ વિશેષતાનો ખ્યાલ મૂક્યો છે. આહાહા.! અને વિનયમાં આ મૂક્યું છે અંદરથી. આહાહા...!
પોતાનો જે ભગવાનઆત્મા, એનું જે દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ્યું હોય તેનો વિનય નામ વિશેષે બહુમાન એ ઇચ્છા નિરોધરૂપી વિનયતા છે. ઉપચારિક વિનય શાસ્ત્રમાં આવે છે. તો એ ઉપચારિક વિનયનો અર્થ બીજાનો વિનય કરવો એમ કહે છે પણ આણે કાઢી નાખી, એ વાત સાચી છે. ઉપચારિક વિનય એ કે સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો વિનય કરવો એ પર છે માટે ઉપચાર વિનય છે. આહાહા...! માળાએ પણ બહુ સરસ વાત કરી. વાત તો બરાબર ગોઠવી છે. આહાહા...! સમજાય છે કાંઈ? વિનયના પ્રકાર ત્રણ પાડીને આમ વીંખી નાખ્યું છે. આહાહા...! એમ તો દરેક તપની વ્યાખ્યા બહુ સરસ કરી છે. વાસ્તવિક