________________
૫૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તપ તો શુદ્ધઉપયોગ છે, વીતરાગતા તે તપ છે અને શુદ્ધઉપયોગ સ્વરૂપની દૃષ્ટિ થઈ, સ્થિરતા તે શુદ્ધઉપયોગ છે. આહાહા...! એ શુદ્ધઉપયોગની જેને ભાવના છે અને આ બહારના પુદ્ગલની ઇચ્છાની ભાવના કેમ હોય? આહાહા.! સમજાણું કાંઈ?
એ અહીં કહે છે. ધર્મીને અંતર સત્ સ્વરૂપની દૃષ્ટિ થઈ છે એથી તેના પ્રત્યેનું બહુમાન વર્તે છે. એને વચ્ચે આ નિંદા, પ્રશંસા ને સોનું એના ઉપર તો એની વાંછા હોતી નથી. ત્યારે કહે કે, કદાચિત વાંછા આવે છે, વિષયની, રાગની, ચારિત્રમોહને લઈને તો એનો ઇલાજ એ કરતો દેખાય. વિષયભોગ લે, વગેરે, છતાં તે રાગનો કર્તા નથી. અંતરમાં જામી શકતો નથી અને અસ્થિરતા ટળતી નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ માટે અસ્થિરતા ટળે એવા પ્રયત્નમાં દેખાય પણ તે અસ્થિરતાનો કર્તા નથી. આહાહા...! આવું સ્વરૂપ ભારે આકરું, બાપા!
એ “વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, જોયું? આહાહા.! દેહની ક્રિયા થાય, રાગ થાય છતાં તેનો કર્તા થતો નથી. આ તે વાત. આહાહા...! જેણે આત્માને જ્ઞાતા-દષ્ટા તરીકે જાણ્યો અને અનુભવ્યો, આહાહા.! એને આવા ઇલાજો કરતા દેખાય છતાં તેનો કર્તા નથી કહે છે. આહાહા.! આકરું કામ છે, ભાઈ! આહાહા.! “ધાર તરવારની સોહ્યલી દોહ્યલી, ચૌદમા જિનતણી ચરણસેવા પંદરમાં અધ્યયનમાં... આહાહા...! “ધર્મનાથની વાત આવે છે. ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા દેવો અંદર રહી શકે નહિ અને “રહે ન દેવા અજ્ઞાની ત્યાં રહી નહિ શકે. આહાહા...! સેવા એટલે આત્મા આનંદનો નાથ પ્રભુ, સ-એવ સેવા જેને અંતરની પ્રગટી છે, આહાહા...! એના ધારની સેવા ઉપર રહેનારા તો ધર્મી જીવ છે. આહા.! અજ્ઞાનીના ત્યાં કામ નથી. આહા. તે વાંછાનો કર્તા પોતે થતો નથી.”
કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે. જાણે કે આ એક રાગ આવ્યો. સમજાય છે કાંઈ? ઉદય છે જાણે. આહા.! માટે વાંછાકૃત બંધ તેને નથી.” મૂળ પાઠ છે ને છે?
મ્મત્તેર તદ સર્વધુમ્મસુ - રેઃિ રd' સર્વ ધર્મના બે અર્થ કર્યો. અન્યમતિઓના ધર્મ અને પાષાણ-સોનું, નિંદા-પ્રશંસા. ત્યારે કહે કે, એ સમકિતી છે, એ વિષય લેતા દેખાય છે, સ્ત્રીના વગેરેના (વિષય લ્યું છે) તો એ છે, એ રાગ આવે છે તો એ રાગનો ઇલાજ કરતો દેખાય છે પણ તેનો તેને રસ નથી. આહાહા. આર. આરે.! આવી વાતું. અને
અજ્ઞાની સ્ત્રીઓનો ત્યાગ કરે છે છતાં અંદર રાગનો રસ ચાલે છે અને રાગનો કર્યા છે, મિથ્યાદૃષ્ટિ છે. આવું સ્વરૂપ છે. આહાહા.! સમજાણું કાંઈ? એ બીજો ગુણ થયો. નિઃશંક, નિકાંક્ષ. સમકિતના આઠ ગુણ છે. ગુણો એટલે દશાઓ, ચિહ્નો, લક્ષણો, એંધાણ એના બે થયા.