________________
૩૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જેણે ટાળી છે તે બીજાની ભૂલ જોતો નથી. ભૂલનું જ્ઞાન કરે પણ વસ્તુ જે દ્રવ્ય છે તેને એ સાધર્મી સ્વીકારે. આહાહા..! એવું આવ્યું છે.
અનંતા આત્માઓ છે, એ અનંતા આત્માઓ છે એ આદરણીય છે, સાધર્મી તરીકે, એમ લીધું છે, ભાઈ! પછી અનંતા આત્મામાં પાંચ પરમેષ્ઠી આદરણીય છે. પાંચ પરમેષ્ઠીમાં અરિહંત અને સિદ્ધ આદરણીય છે. અરિહંત અને સિદ્ધમાં પાછા સિદ્ધ આદરણીય છે એમાંય પછી આદરણીય આત્મા, છેલ્લે. આહાહા...! સમજાણું કાંઈ? કારણ કે એ પાંચ પદને થવાને લાયક, એ પાંચ પદસ્વરૂપ જ છે. આહાહા.! ભગવાન અરિહંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વરૂપ છે અંદર આવે છે એક ગાથા, નહિ? આહા..!
એવા અનેક દ્રવ્યોના સ્વભાવની સમીપમાં ન જતાં ધર્મી તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તેવા જ્ઞાનીને તે કર્તા અને ભોક્તાના ભાવનો નિષેધ છે. આહાહા. ત્યાં તેને જ્ઞાતા-દષ્ટાના ભાવનો આદર છે. આહાહા...! આવી વાતું હવે. સંતોએ જગતને જાહેર કરીને ઢંઢેરા પીટ્યા છે, પ્રભુ! આહાહા..! ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો ને, નાથ! આહાહા.! એનું જેને ભાન ને આદર થયો, એને એ વિકારી સંસારી ભાવો અને બંધના ભોગવવાના ભાવો, એનો એને આદર હોતો નથી. સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં આવું સ્વરૂપ હોય છે. વાતું કરવી ને એ નથી ત્યાં. આહા...!
ભાવાર્થ:- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઈત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે...” જોયું? હવે દેહ સંબંધી. “અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઈત્યાદિ છે.” છે તો એ પણ બંધના કારણ, પણ ઓલા સંસારને કતપણા તરીકે બંધના કારણ (કહ્યા), આને ભોક્તા તરીકે બંધના કારણ (કહ્યા). આહા.! “તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે.)' એમ, અનેક એટલે. નાના દ્રવ્ય આવ્યું હતું ને? નાના દ્રવ્ય એટલે જીવ અને કર્મના સંબંધે ઉત્પન્ન થયેલા. એક દ્રવ્યના નહિ. આહાહા. ભગવાન આત્મા પરના નિમિત્તના વશે પડ્યો તો સંયોગી ભાવ ઉત્પન થયો. એ નાના દ્રવ્ય થયા. એક જીવ અને પુગલ બેના સંબંધે ઉત્પન્ન થયેલા વિકારી ભાવ. આહાહા! કર્મથી થયા એમ અહીં કહેવું નથી પણ કર્મને નિમિત્તે વશ થયો તો એ ભાવ સંયોગી થયો અને બે દ્રવ્યના ભાવ થયા. આહાહા.!
નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપ છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીને તો એક જ્ઞાયકભાવ છે. આહાહા...! માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણના કારણ છે;' આહાહા..! પરદ્રવ્ય અને પરભાવ વિકારી, એ સંસારમાં ભ્રમણના કારણ છે). તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?” આહાહા.! વિશેષ કહેશે...(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)