________________
ગાથા૨૧૭
૩૪૭ નથી. આહાહા...!
‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે... ઓલા અનેક પ્રકારના રાગાદિ નાનાઅનેક દ્રવ્યોના સ્વભાવ વિકારી, ત્યારે ભગવાન આત્મા ટંકોત્કીર્ણ-શાશ્વત એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે. શાશ્વત એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.” આહાહા...! સંસારસંબંધીના કર્તાપણાના વિકારી ભાવો અને ભોગવવા સંબંધીના સુખદુઃખના ભાવો. આહાહા.! તે ધર્મીને તેનો નિષેધ છે. આહા.! ઇન્દ્રાસનમાં પડ્યો, કરોડો અપ્સરાઓ, ઈન્દ્રાણીઓ ભોગવે? તો કહે, ના. એ ભોગવવું છે જ નહિ. આહાહા.! એ ભાવ પ્રત્યે પ્રેમ છૂટી ગયો છે. જેમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા.! રાગ ને રાગના સાધનો, એની સુખબુદ્ધિ ઊડી ગઈ છે. આહાહા...! અરે.! આવી વાતું.
બે વાત લીધી. એક કોર સંસારસંબંધીના વિકારી ભાવો કર્તાપણાના, એક કોર શરીરાદિના ભોગવવાના ભાવો. ઇન્દ્રિયો, વિષય, સ્ત્રી આદિ. એ બધા જ્ઞાનીને તેમાં રાગ નથી. આહાહા...! કારણ કે તેઓ અનેક દ્રવ્યોના, પોતાના દ્રવ્યના સ્વભાવ સિવાયના બીજા દ્રવ્યોનો એ તો સ્વભાવ છે. આહાહા! એ રાગ-દ્વેષ સંસારસંબંધીના અને સુખ-દુઃખના ભાવો એ જીવદ્રવ્યનો સ્વભાવ નથી, અનેરા દ્રવ્યોનો સ્વભાવ છે. નાના નામ જગતના અનેક પ્રકારના જડ દ્રવ્ય, એનો એ સ્વભાવ છે. આહાહા...!
મારો સ્વભાવ શાશ્વત એક જ્ઞાયકભાવ (છે). આહાહા...! ઓલો તો ક્ષણિક ભાવો, સુખદુઃખના અને કર્તાપણાના. પ્રભુ આત્મા... લૂખું લાગે એવી વાતું છે. આહા...! મૂળ રકમની વાત છે ને! જેણે આત્મા આનંદનો નાથ એનો સ્વીકાર થયો છે અને આવા કર્તા અને ભોગવવાના વિકારનો સ્વીકાર કેમ હોય? આહા...! એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. જેને વિકાર ને સુખ-દુઃખના પરિણામનો આદર છે, તેને ભગવાન આત્માનો અનાદર છે. આત્માનો જેને આદર છે. આહાહા.! એને એ કર્તા અને ભોક્તાપણાના ભાવનો આદર નથી. કેમકે એ તો વિકારી ભાવ અનેક દ્રવ્યોના સ્વભાવો (છે). ભગવાન એકરૂપે દ્રવ્યનો સ્વભાવ. આહાહા...! આવી વાતું હવે. ઓલા વ્રત કરો ને તપ કરો ને અપવાસ કરો ને ઝટ સમજાય. અજ્ઞાન છે. આહાહા.!
અહીં તો કહે છે કે, કરવાનો અને ભોગવવાનો જે વિકલ્પ છે જ્ઞાનીને તેના પ્રત્યે રાગ અને પ્રેમ નથી, તેની રુચિ ઊડી ગઈ છે. રુચિમાં ભગવાન ભાળ્યો છે, ભગવાનનું પોષાણ થયું છે અંદર. આહાહા...! દૃષ્ટિમાં તો ભગવાન પોષાણમાં આવ્યો છે. એને રાગ પોષાતો નથી. કાંતિભાઈ આવી વાત છે, ભગવાન! આહાહા.! ભગવાન છે અંદર, બાપુ! આહાહા...! કોણ વેરી અને કોણ દુશમન જગતમાં? હું ભગવાન છે ને, બાપા! આહા...! એ ભગવાનનું જેને ભાન થયું છે, આહાહા.! એ બીજાને પણ દૃષ્ટિના વિષય તરીકે ભગવાન જ ભાળે છે. આહાહા...! પણ એ ભગવાન ભૂલેલો છે એ ભલે જાણે. આહાહા...! પણ ભૂલ