________________
૩૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ હવે શરીરસંબંધીના જે અધ્યવસાયો, જે ભોગવવાના ભાવ સુખ-દુઃખ, એ પણ બંધના કારણ છે. આહાહા...! સંસારી સુખ-દુઃખની વાત છે હોં આ. આત્માના સુખાની નહિ. આહા...! જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. એટલી સુખ-દુઃખની કલ્પનાઓ. આહાહા.! શરીર સંબંધી, સ્ત્રી સંબંધી, પૈસા સંબંધી, કુટુંબ સંબંધી, આબરુ સંબંધી વગેરેના જે ભોગવવાના ભાવ, એ બધા ઉપભોગના નિમિત્ત એ સુખદુઃખાદિ છે. સુખદુઃખ એટલે સંસારી કલ્પના.
“આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી;.” આહાહા...! સંસારસંબંધી વિકારી ભાવનો રાગ નથી, પ્રેમ નથી તેમ શરીર સંબંધી આદિ ભોગવવાના ભાવ, તેનો તેને પ્રેમ નથી. આહાહા..! ધર્મી ખરેખર તો ઉદયભાવથી મરી ગયો છે અને પારિણામિક ભાવથી જીવે છે. બહુ વાતું આકરી, ભાઈ! આહાહા.! રાગ આવે છતાં એનું જીવન એ નથી. આહાહા.! જ્ઞાયકભાવ પારિણામિક તો વળી પરમાણુમાંય હોય પણ આ જ્ઞાયકભાવરૂપી પારિણામિક ભાવ. એ એનું વેદન અને એ એનો ભાવ છે. એ મોક્ષના કારણ છે. અને સંસાર ને શરીરસંબંધી ભોગ, શરીરસંબંધીમાં ઉપભોગના સુખ-દુઃખ પરિણામ, સંસારસંબંધીના ભાવો બધા વિકાર બંધના કારણ. બેય છે તો બંધના કારણ, પણ અહીં તો ભોગ કર્તાપણાના અને ભોક્તાપણાના લેવા છે). આહાહા...! સમજાણું કાંઈ? એક સંસારસંબંધીના વિકારના કર્તાપણાના ભાવ અને એક શરીર આદિના ભોગવવાના ભાવ, એ બેય વિકારી ભાવ છે. આહાહા.! બહુ કામ, ભાઈ! આમાં.
આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી” આહાહા...! એ બધાયમાં, જેને આત્માના સ્વભાવનો પ્રેમ જાગ્યો. આહાહા...! રુચિ અનુયાયી વીર્ય. જેનું પોષાણ રુચિનું આવ્યું. ભગવાન આનંદના નાથનું પોષાણ આવ્યું, આહાહા..! એને રાગ પોષાતો નથી. સમજાય છે કાંઈ? આરે...! આવી વાત. કાલે એક જણો કહેતો હતો, “હિમતલાલ', બાવો થાય તો સમજાય. પણ બાવો જ છો, સાંભળને! એમ કે બાયડી, છોકરા છોડીને બાવો થાઈએ તો આવું બેસે. પણ અત્યારે જ બાવો છો. રાગથી રહિત છો, સાંભળને આહાહા.! છે? જ્ઞાનીને તેમાં પ્રેમ નથી. આહાહા...! સંસારસંબંધીના વિકારી ભાવો કે શરીરસંબંધીના ભોગવવાના ભાવો, સંસારસંબંધીના કર્તાના વિકારી ભાવો અને શરીરસંબંધી આદિ ભોગવવાના ભાવો, બેયમાં રાગ નથી. આહાહા...! આવી વાતું હવે. વળી છ ખંડના રાજમાં હોય તોપણ કહે છે, છ ખંડના રાજનો રાગ નથી અને રાગ આવે તેનો રાગ નથી. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી....' નાના એટલે અનેક પ્રકારના વિકારી ભાવો હોવાથી. અનેક દ્રવ્યોના એટલે વિકારીભાવોના. આહાહા.! એ આત્માનું દ્રવ્ય નહિ. સંસારસંબંધીના કર્તાના રાગ-દ્વેષના ભાવ અને શરીરાદિના ભોગવવાના સુખ-દુઃખના ભાવ એ નાના દ્રવ્યો એટલે અનેક પ્રકારના દ્રવ્યોનો એ તો સ્વભાવ છે. એ પ્રભુનો સ્વભાવ