________________
ગાથા-૨૧૭
૩૪૫
(અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; શાનીનો તો એક શાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગપ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો ?
ગાથા-૨૧૭ ઉ૫૨ પ્રવચન
એ રીતે જ્ઞાનીને..” જ્યાં નિધાન આત્માના જણાણા.. આહાહા..! જેના વલણ ફરી ગયા છે, રાગ ને નિમિત્ત ઉપર ને પર્યાય ઉપર વલણ હતું એ વલણ ઝુકાવ્યું ધ્રુવમાં. આહાહા..! જે વલણને—પર્યાયને ધ્રુવમાં લઈ ગયો. એવા ધર્માત્માને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે :-’ આહાહા..! ૨૧૭.
बंधुवभोगणमित्
अज्झवसाणोदएसु उप्पज्जदे
संसारदेहविस सु णेव
સંસારદેહસંબંધી
ને
બંધોપભોગનિમિત્ત જે.
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
णाणिस्स ।
રાશો।।૨૧૭||
ટીકા :– આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે...’ વિકારી ભાવ તેઓ તો કેટલાક સંસા૨સંબંધી છે...’ સંસાર સંબંધી કેટલાક વિકારી ભાવ હોય છે. કેટલાક શરીરસંબંધી છે.’ શરીરને મેળવું ને શરીરને આમ કરું, એવા હોય છે. તેમાં જેટલા સંસા૨સંબંધી છે તેટલા બંધના નિમિત્ત છે...’ આહાહા..! ‘સંસરણ ઇતિ સંસાર' વિકારીભાવ આખો, એની જેને એકત્વ ભાવના છે એ બધા બંધના નિમિત્ત છે. શું કહ્યું સમજાણું?
સંસાર જે વિકારી ભાવ સંસાર છે. સંસાર કોઈ સ્ત્રી, કુટુંબ-પરિવાર સંસાર નથી. સ્વરૂપમાંથી સંસ૨ણ-ખસી જઈને વિકારભાવમાં આવ્યો તે સંસાર કહેવાય છે. આહાહા..! એ સંસાર ને, આહાહા..! સંસારસંબંધી જે વિકારો તે બધા બંધના નિમિત્ત છે. શરીરસંબંધી જે ભાવો એ ‘ઉપભોગનાં નિમિત્ત છે.’ ભોગવવાના ભાવ છે ઇ. આહાહા..! શું કહ્યું સમજાણું? શુભાશુભભાવ જે સંસાર એના સંબંધીના જે અધ્યવસાયો–એકતાબુદ્ધિ એ બધા બંધના કારણ છે અને શરીરસંબંધીના અધ્યવસાયો એ ઉપભોગ, હું ભોગવું શરીરને, આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું.. આહાહા..! ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે.’ સુખદુઃખની કલ્પનાના ઉપભોગના પરિણામ છે એ તો. શું કહ્યું?
સંસાર નામ વિકારી ભાવના જે અધ્યવસાય એ તો બધા બંધના નિમિત્ત, એક વાત.