________________
૩૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(ગાથા–૨૧૭)
તથાપ્તિ .
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो।।२१७।।
बन्धोपभोगनिमित्तेषु अध्यवसानोदयेषु ज्ञानिनः ।
संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः ।।२१७।। इह खल्वध्यवसानोदयाः कतरेऽपि संसारविषयाः, कतरेऽपि शरीरविषयाः । तत्र यतरे संसारविषयाः ततरे बन्धनिमित्ताः, यतरे शरीरविषयास्तरे तूपभोगनिमित्ताः । यतरे बन्धनिमित्तास्ततरे रागद्वेषमोहाद्याः, यतरे तूपभोगनिमित्तास्ततरे सुखदुःखाद्याः। अथामीषु सर्वेष्वपि ज्ञानिनो नास्ति रागः, नानाद्रव्यस्वभावत्वेन टङ्कोत्कीर्णैकज्ञायकभावस्यभावस्य तस्य तत्प्रतिषेधात् ।
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે -
સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે,
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. ગાથાર્થ - વન્યોપમોનિમિત્તેપુ] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ સંસરવેદવિષયેy] સંસારસંબંધી અને દેહસંબંધી [ અધ્યવરનોયેy ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિનઃ ] જ્ઞાનિને [ 5|: ] રાગ [ ન વ સત્વરે ] ઊપજતો જ નથી.
ટીકા - આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલો ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થ :- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઈત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઈત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો, નાના દ્રવ્યોના