________________
શ્લોક-૧૪૭
૩૪૩ ભંડાર ભર્યો પ્રભા આહાહા..! એની ધીખતી ધૂણીમાં રહેનારો હું. આહાહા...! ચક્રવર્તીના રાજ ઉપરથી પણ વૈરાગ્ય હોય છે. સમજાય છે કાંઈ? એને નિર્જરા થાય છે, એમ અહીંયાં કહેવું છે. એને પૂર્વના કર્મ આવે છે ખરી જાય છે. આહાહા...! આમ કહે કે, અપવાસ કરે તપ કહેવાય, તપ કરે એને નિર્જરા કહેવાય. બધી ગપ્યું છે, સાંભળને! એ અપવાસ અપવાસ છે, ઉપવાસ નથી. ઉપવાસ તો ભગવાન આનંદનો નાથ એના ઉપ નામ સમીપમાં જઈને અંદર વસવું (તે ઉપવાસ છે). આહાહા...! એવા ઉપવાસને અહીંયાં નિર્જરાનું કારણ કહે છે. આ તો બધી લાંઘણું છે. પાપાનુબંધી પુણ્ય બાંધે. આહાહા...!
અહીં એ કહે છે, ભાવાર્થ :- “અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે,” ઈચ્છા અને વેદાવાનો ભાવ બેને કાળભેદ છે. આહાહા..! તેમનો મેળાપ નથી.” ઇચ્છાના કાળને અને ભોગવવાના કાળને મેળ નથી. આહાહા! (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે);.’ આહા...! ઇચ્છા પણ કર્મના નિમિત્તથી અસ્થિર અને સામગ્રી મળવી એ પણ કર્મના નિમિત્તથી અસ્થિર. માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?’ આહાહા! ભવિષ્યના ભોગોની વાંછા પરમાત્મા વૈરાગી કેમ કરે? આહાહા...! સમજાણું કાંઈ? બહુ વાતું એવી છે, બાપુ! આહાહા...!
અરેરા જેના ઉપર જીવને અત્યંત પ્રેમ છે એવું આ શરીર ખરેખર કેવળ વેદનાની મૂર્તિ છે. શ્રી કુંદકુંદચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે : એક તસુમાં ૯૬ રોગ તો આખા શરીરમાં કેટલા ? વિચાર તો કર પ્રભુ –આ શરીર તો જડ છે, વેદનાની મૂર્તિ છે. ભગવાન જ્ઞાયક આત્મા આનંદની મૂર્તિ છે, ચૈતન્યચમત્કારથી ભરપૂર મહાપ્રભુ છે કે જેની પૂર્ણ પર્યાય પ્રગટ થતાં ત્રણકાળ ને ત્રણલોકને યુગપદ દેખે. એવી અનંતી પૂર્ણ પર્યાયની તાકાતનો પુંજ એવો જ્ઞાનગુણ, એવી અનંતી શ્રદ્ધાપર્યાયની તાકાતનો પિંડ એવો શ્રદ્ધાળુણ, એવી અનંતી સ્થિરતાપર્યાયની તાકાતનું દળ એવો ચારિત્રગુણ, પૂર્ણ આનંદની પર્યાયનું ધ્રુવ તળ એવો આનંદગુણ–આવા અનંત-અનંત ગુણો પરિપૂર્ણ તાકાત સહિત અંદર ભગવાન આત્મામાં પડ્યા છે. અહા આ પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવના અવલંબનથી કેવળજ્ઞાન આદિ પરિપૂર્ણ પર્યાય પ્રગટ થશે, મોક્ષમાર્ગ કે જે અપૂર્ણ પર્યાય છે તેના આશ્રયે પણ પરિપૂર્ણ પર્યાય પ્રગટ નહિ થાય. પૂર્ણ જ્ઞાનાનંદની શીતળ પાટ–ધ્રુવ દ્રવ્યસ્વભાવ-અંદર સદા વિદ્યમાન છે, તેનો આશ્રય કરીશ તો સમ્યગ્દર્શન થશે, તેનો ઉગ્ર આશ્રય કરીશ તો ચારિત્ર થશે અને તેના પૂર્ણ આશ્રયથી કેવળજ્ઞાન આદિની પૂર્ણ દશા પ્રગટ થશે. છૂટવાનો માર્ગ આવો છે ભાઈ!
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮