________________
૩૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કે જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ છે).
પૂર્ણ પ્રભુ પરમાત્મા, એનું અંદર જ્ઞાન અને પુણ્ય ને પાપના વિકલ્પથી વિરક્ત એવો વૈરાગ્ય. આહાહા. વૈરાગ્ય એટલે આ બાયડી, છોકરા છોડ્યા એ નહિ. એ ગ્રહણત્યાગ પ્રભુમાં છે જ નહિ. આહાહા...! પણ અહીંયાં તો એમ કહ્યું... આહાહા...! રાગનો ત્યાગ. એટલે પુણ્ય-પાપના ભાવનું વિરક્તપણું જે હતું, રક્તપણું હતું એ વિરક્ત થઈ ગયો, એનું નામ વૈરાગ્ય છે. આહાહા.! “પુણ્ય-પાપ અધિકાર’માં આવે છે. શુભ ને અશુભ બેય ભાવથી વિરક્ત છે. રક્ત હતો ત્યાં મિથ્યાષ્ટિ હતો. આહાહા...! વિરક્ત છે તે જ્ઞાની વૈરાગી છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
સર્વ પ્રત્યે આહાહા.! “અતિ વિરક્તપણાને પામે છે. આહાહા! એક પ્રસંગ નાટકમાં જોયો હતો. ઘણા વર્ષની વાત છે– સંવત) ૧૯૬૮-૬૯. એ લોકોમાં ધ્રુવ’ આવે છે ને? ધ્રુવ ને પ્રહલાદ એ ધ્રુવ હતો રાજકુમાર. પછી એની માતા મરી ગયેલા એટલે એનો બાપ બીજી પરણેલો પણ પોતે સાધુ થયો. અન્યમતિનો બાવો. “ભાવનગર થિયેટરમાં જોયેલું. એ ૧૯૬૮ની સાલ. ૬૭ વર્ષ થયા. ત્યાં થિયેટર છે. ત્યારે એ ધ્રુવ’ આમ લાપી હોય છે ને આમ બેઠકની? હવે એને દેવીઓ ચળાવવા આવે છે. નાટકમાં આમ લીલા પડદા હોય, વનસ્પતિ દેખાય ને આમ વન જેવું? “ભાવનગરની વાત છે. ત્યાં બહાર થિયેટર છે. પછી દેવીઓ આવે છે અને લલચાવે છે કે, હે રાજન્ પુત્રા આ જુઓ અમારા શરીર સુંદર માખણ જેવા, આવા અમારા ગાલ, અમારા શરીર આવા, હાથ આવા, પગ આવા. પછી ધ્રુવ કહે છે, “માતા! મારે શરીર એકાદ ધારણ કરવાનું હોય તો તારી કુંખે આવીશ, બાકી બીજી વાત નથી.” “કાંતિભાઈ આ તમારા “ભાવનગરમાં સાંભળેલું, તે દિ ૧૯૬૮. થિયેટરમાં એવા વૈરાગ્યના પહેલા નાટક બહુ હતા. એટલે વૈરાગ્યનું જોવાનું (બને), નિવૃત્તિ ઘણી એટલે જોવા જતા. નરસિંહ મહેતાનું, “મીરાબાઈનું, “અનુસૂયાના આવા નાટકો ઘણા જોયેલા. આહાહા...!
એ “ધ્રુવ' કહે છે, પડદામાં આમ મોટું વન (હતું). પડદા હોય ને આમ લીલા? અને આમ ઊડે વનમાં બેઠેલો. દેવીઓ ઉપરથી ઉતરે છે. બે ઓલી હોય સૂતર, દોરડા અને એક પાટીયું હોય એમાં પગ મૂકેલો હોય. બે બાજુથી ઉતરે છે અને લલચાવે છે. આહાહા...! તે દિ સાંભળ્યું ત્યારે એમ થયું) વાહ! “માતા! મારે જો શરીર ધારણ કરવાનું હશે, એકાદ ભવ (તો) તારી કુંખે આવીશ, માતા! બીજી વાત રહેવા દે. આહાહા...! એવું તો અન્યમતિમાં નાટકમાં પાડતા. આહાહા...!
અહીં કહે છે કે, વૈરાગી ધર્માત્માને “સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને વૈરાગ્યભાવને) પામે છે. આહાહા...! એ ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ જેને વૈરાગ્ય ઉપજાવે છે. આહાહા...! આ નહિ, આ નહિ, આ બધી હોળી સળગે છે. અરે. મારી ચીજ નહિ. મારામાં તો આનંદનો