________________
શ્લોક-૧૪૭
૩૪૧
ન હોય. આહાહા.! ધીરજથી ધ્રુવની ધુણી ધખાવ. તેને ધર્મી ધર્મ ધુરંધર કહે છે. આહાહા...! બાકી બધી રાગની ક્રિયા ને આ ને તે ને એ બધા ધર્મી નથી. આહાહા...! ઝીણું, બાપુ! આહાહા.!
ભગવાન! તારી મહિમાનો પાર નથી, પ્રભુ! આહાહા.. તારી મહિમા પૂર્ણ સર્વજ્ઞ પણ કહી શકે નહિ. જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં એમ કેમ લીધું છે? શ્રુતજ્ઞાની છે, દેખે છે પણ એ પ્રદેશને દેખતો નથી અને સર્વજ્ઞ છે એ તો બધું પૂર્ણ દેખે છે. અસંખ્ય પ્રદેશ અનંત ગુણ પ્રત્યક્ષ બધું ભાળે છે. જે સ્વરૂપ સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો અપેક્ષાથી કહ્યું છે. પાંચમી ગાથામાં તો પૂર્ણ કર્યું, એમ પણ આવે છે. “સમયસારની પાંચમી ગાથા. બધું કહ્યું એમેય આવે છે. અહીં એ પૂર્ણ નથી કહ્યું એ અપેક્ષાએ (વાત છે). કારણ કે જેટલું જાણવામાં આવે એનાથી અનંતમે ભાગે કથનમાં આવે. આહાહા...!
મુમુક્ષુ :- ઇ કથનનો અનંતમો ભાગ ગણધર પકડે.
ઉત્તર :- તે સ્વરૂપને સર્વજ્ઞ વાણી તે શું કહે? અન્ય વાણી તે શું કહે? સર્વજ્ઞ ન કહે તો તે સ્વરૂપને અન્ય વાણી શું કહેઃ “અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ સર્વજ્ઞપણાની દશા મને ક્યારે પ્રગટશે? એ વાત કહે છે. આટલી દશાએ મને સંતોષ નથી. આહાહા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ને સ્વરૂપની સ્થિરતાનો અંશ આવ્યો એટલે સંતોષ નથી. આહાહા.. મારો નાથ પૂર્ણ મને પર્યાયમાં અનુભવમાં આવે એવી જે સર્વજ્ઞ દશા, અપૂર્વ અવસર કયારે આવશે? આહા! ત્યારે અમારે ત્યા એની ટીકા કરતા હતા કે, અપૂર્વ અવસર, મુનિપણું ધ્યે તો કોણ ના પાડતું હતું? અપૂર્વ અવસર કયારે આવશે? ક્યારે આવશે? એમ કહેતા. (સંવત) ૧૯૮૦ની સાલમાં. અરે.! ભગવાન! તને મુનિપણું કોને કહેવું છે તને ક્યાં ખબર છે, એમ કરીને મશ્કરી કરતા હતા. બાહ્યાંતર નિગ્રંથ જો આવે છે ને પહેલું? બાહ્ય નિગ્રંથ થાવું હોય, મુનિ થાવું હોય તો કોણ રોકતું હતું એને? મુનિ એટલે આ માને એવા. અરે ભાઈ ભાવમુનિપણું કોઈ અલૌકિક ચીજ છે. આહા! એની ભાવના ભાવી છે. ત્યારે એની ટીકા કરી કે, ભાવના લેવાની તાકાત નથી. આ મુનિપણું અમે લઈને બેઠા. તમે મુનિપણું ન લઈ શકો? પણ મુનિપણું હતું કે દિ તારે? હું ગૃહીત મિથ્યાત્વ છે. અરે રે! શું થાય?
જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી;” “સર્વતઃ પિ એટલે સર્વતઃ પણ “તિવિરચિતમ્ ૩પતિ “સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને... આહાહા! ધર્મી તો સર્વત્ર અતિ વિરક્ત નામ વૈરાગ્યપણાને પામે છે. આહાહા...! ગમે તેના પ્રસંગમાં એ તો વૈરાગ્યપણાને પામે છે. આહાહા...! પરથી ધર્માત્મા ઉદાસ છે. જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ બે સાથે પ્રગટેલી હોય છે. આહાહા...! પહેલું ઈ આવી ગયું ને? પહેલી ગાથામાં દ્રવ્યનિર્જરા, બીજી ગાથામાં ભાવનિર્જરા. પછી કહ્યું