________________
૩૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ચડીને વાગ્યા છે, આવ્યા છે. આહાહા...! એવા ધર્મીને વાંછા અને વાંછાને ભોગવવાનો કાળ એને મેળ નથી, તેથી તે વાંછા કેમ કરે? સમજાય છે કાંઈ? નબળાઈની ઇચ્છા આવે એ જુદી વસ્તુ છે અને વાંછા ભોગવવું, એની વાંછા આવવી એ જુદી ચીજ છે. આહાહા...! શું કહ્યું?
નબળાઈની રાગની વૃત્તિ ઉઠે એ તો એક નબળાઈને કારણે પણ એ વૃત્તિમાં ભવિષ્યની ચીજને ભોગવું એવી વૃત્તિ એમાં નથી. આહાહા.! અહીં તો જેને ઇચ્છા થાય ત્યારે ભોગવવાની સામગ્રી ન હોય અને ભોગવવાની સામગ્રી આવે ત્યારે ઇચ્છા ન હોય. એવી અવસ્થાનો મેળ ક્યાંય નથી. તેથી જે ભગવાન આત્મા વેદાવા યોગ્ય અને વેદક પોતે જ છે. આહાહા...! વેદાવાને લાયક અને વેદન કરનાર એ પોતે જ છે. આહાહા.! સમજાય છે કાંઈ? ઝીણી વાત છે, ભાઈ! આ તો અપૂર્વ વાત છે. એમાં આ તો પર્યુષણના દિવસ. આહાહા...! આખો સંસાર ભૂલી ગયા અને ભગવાનને સંભાર્યા. આહા! વીતરાગ સ્વરૂપી પ્રભુ, એના જેને
સ્મરણ આવ્યા, અનુભવ તો હતો પણ પાછું સ્મરણ–યાદ આવ્યું, આહાહા...! ત્યારે તેના વેદનમાં આત્માનો આનંદ વેદાય અને વેદાવા લાયક પણ પોતે અને વેદનારો પણ પોતે. આહાહા...! એને વાંછા અને વાંછાનો ભોગવવાનો સમય, બેનો મેળ નથી એને એ કેમ ઇચ્છે? એ તો અજ્ઞાનભાવ છે. આહાહા! કઈ પદ્ધતિ છે? જૈનધર્મની કઈ પદ્ધતિ છે એ કોઈ અલૌકિક છે, બાપુ! આહાહા...!
એ અહીં કહે છે, “વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું) હોવાથી ખરેખર...” [biક્ષિતમ્ વ વેદ્યતે | ‘વાંછિત વેદાતું નથી...” જેની ઇચ્છા છે તે કાળે તે વસ્તુ વેદાતી નથી. આહા...! તે કાળે એ વસ્તુ નથી. “વાંછિત વેદાતું નથી; માટે... “વિકા આહાહા...! છે આ વિદ્વાન કહ્યું ને? ભાઈ, લાલચંદભાઈ! એ વિદ્વાન, બાપા! આહા! દુનિયાના જાણપણા હોય ન હોય, અરે. શાસ્ત્રના પણ વિશેષ જાણપણા હોય ન હોય એની સાથે કાંઈ (સંબંધ નથી). આહાહા.! વિદ્વાન તો એને પરમાત્મા કહે છે, ભગવાન આત્મા રાગથી રહિત પૂર્ણાનંદનો નાથ જેને વેદનમાં આવ્યો, એવો વિદ્વાન પરની ઇચ્છા કેમ કરે? આહાહા...! આ વિદ્વાન. આ મોટા પંડિતોના નામ ધરાવે પણ સમ્યગ્દર્શન ને વેદન નથી તે વિદ્વાન નથી. આહાહા...! ભાષા જુઓને! - વિદ્વાન એટલે જ્ઞાની, વિદ્વાન એટલે સમ્યગ્દષ્ટિ, વિદ્વાન એટલે ધર્માત્મા. આહાહા.! ‘વિષ્યન વકાંક્ષતિ ન “જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી” આહાહા.સ્વર્ગ ગતિ મળે કે આ ગતિ મળે, પણ એ કાંઈ વાંછતો નથી. આહાહા.... જેને ભગવાન આત્મા શુદ્ધ સામાન્ય જેનો સ્વભાવ છે તેમાં જેની દૃષ્ટિ પડી, આહાહા.! ધ્રુવ, ધ્યાનમાં જ્યાં ધ્રુવ આવ્યો, ધ્યાનની પર્યાયમાં ધ્રુવ જ્યાં આવ્યો, એ ધીરજથી. આહાહા! એ અનુભવની ધુણી ધખાવે. આહાહા...! ઓલા બોલ કહ્યા હતા ને? તેર બોલ કહ્યા હતા. આવ્યા ત્યારે આવ્યા, પછી અત્યારે યાદેય