________________
શ્લોક-૧૪૭
૩૩૯
ઇચ્છા અને ભોગવવાના ભાવનો મેળ નથી એટલે ઇચ્છા કેમ કરે? આહાહા..! એ ઇચ્છા અજ્ઞાનભાવ છે. એ પહેલું આવી ગયું છે ને? નિર્જરા અધિકાર’. એ અજ્ઞાનભાવ છે, એ જ્ઞાનભાવવાળો ભગવાન એ અજ્ઞાનભાવને કેમ કરે? આહાહા..! નબળાઈની ઇચ્છા આવે છે ઇ ઇચ્છા, ભવિષ્યને ભોગવું એમ નથી. એ તો વર્તમાનમાં નબળાઈની ઇચ્છા થઈ તેને જાણે છે. આહાહા..! આમ તો એમેય આવ્યું કે, જ્ઞાનીને એવો રાગ આવે અને ઇલાજ પણ કરે. આવ્યું હતું ને? ઇ ઇલાજ કરે એનો અર્થ કે એની વૃત્તિ રાગ આવ્યો, દૂર થતો નથી એટલી વીતરાગતા પ્રગટ નથી થતી. એથી તેને રાગ આવે એને ઇલાજ કરે. આહાહા..! પણ તે ઇલાજ અને રાગ, બેયને ઇ જાણનાર રહે છે. આહાહા..! અરે..! વીતરાગ માર્ગ તો જુઓ! આહાહા..! દિગંબર સંતોની શૈલી તો જુઓ! આહાહા..!
ભેદજ્ઞાનના, ૫૨થી ભિન્ન, એના ભાનવાળાની વાતું છે અહીં તો. આહાહા..! સમજાય છે કાંઈ? જેણે ૫૨થી ભિન્ન પાડીને ભગવાનને જોયો છે અને જેને રાગની એકતાબુદ્ધિના ભૂક્કા ઉડાવી દીધા છે. આહાહા..! એવા ધર્મીને વાંછિત ભોગવાતું નથી માટે વાંછા કેમ હોય? શું કહ્યું સમજાણું કાંઈ? જે ઇચ્છા થાય ત્યારે એ ભોગવવાની વસ્તુ નથી અને ભોગવવાની વસ્તુ આવે ત્યારે ઓલી ઇચ્છા રહેતી નથી. માટે તે વાંછિત ભોગવાતું નથી માટે વાંછા કેમ કરે? એ ‘સુમનભાઈ' આ બધું આવું આકરું છે. ત્યાં ઘરે સમજાય એવું નથી ત્યાં.
૨૧૬ ગાથા. આહાહા..!
મુમુક્ષુ :– હોશિયાર માણસ હોય એ ન સમજી જાય?
ઉત્તર :– હોશિયાર કોને કહેવા? પૈસા મળે ન્યાંની બહારની હોશિયારી કહેવાય. અજ્ઞાનની (હોશિયારી). આહાહા..!
ચૈતન્ય ભગવાન આનંદનો સાગર, એની જેને દૃષ્ટિ અને વેદન થયા એ જીવ વાંછિત વેદાતું નથી; માટે...' વાંછા કરતો નથી. આ એનો સા૨ છે. સમજાણું કાંઈ? કેમકે ધર્મીને તો ઇચ્છા અને સામગ્રી બેય નાશવાન છે. આહાહા..! તે નાશવાનની, અવિનાશીના આશ્રયવાળા ધર્મીને નાશવાનની ઇચ્છા કેમ હોય? આહાહા..! અવિનાશી ભગવાન નિત્યાનંદ પ્રભુ, આહાહા..! એના પડખે ચડી ગયો છે, એને આ નાશવાન ઇચ્છા અને એનું ભોગવવું એ ભાવ કેમ હોય? ‘કાંતિભાઈ’ આવી વાતું છે, સાંભળી નથી ત્યાં. ઇ કહે છે ને, ઇ કહે છે, ભાઈ! સાંભળવા મળતી નથી. વાત તો એવી છે, બાપા! આહા..! શું કહીએ? આહાહા..!
વીતરાગ પરમાત્મા, એનો પોકાર છે કે, પ્રભુ! તું ઉત્તમ ક્ષમા કર. એટલે કે આ વેદનને વેદ તો તને ઉત્તમ ક્ષમા પ્રગટ થશે. આત્મા વેદાવાયોગ્ય છે તેને વેદ. આ ઇચ્છા અને વેદાવાયોગ્ય વસ્તુ, એ તારી નથી. સમજાણું કાંઈ? ભગવાનઆત્મા જ વેદક છે અને વેદ્ય છે. પોતે જ વેદાવાયોગ્ય અને વેદક પોતે જ છે. આહાહા..! સમજાય છે કાંઈ? ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ! અતીન્દ્રિય આનંદથી છલોછલ પ્રભુ ભર્યો છે, એના જેને ભણકાર પડખે