________________
૧૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એ પુણ્ય ને પાપ ને તેના ફળ બધા અનિયત છે, કાયમ રહેવાવાળી ચીજ નથી. આહાહા...!
પહેલા શું કહ્યું? “બહુ દ્રવ્ય-ભાવો મળે. જે અતસ્વભાવે અનુભવાતા” એક બોલ કહ્યો. રાગાદિ અતસ્વભાવ છે. તતસ્વભાવ નથી. “અનિયત અવસ્થાવાળા” છે. એકરૂપ રહેવાવાળા નથી, અનિયત – નિશ્ચય રહેવાવાળી ચીજ નથી. આહાહા...! “અનેક...' છે. ત્રીજો બોલ. રાગાદિ પુણ્યાદિ ભાવ અતસ્વભાવ છે, અનિયત છે, અનેક છે અને “ક્ષણિક...” છે અને વ્યભિચારી ભાવો છે...” આહાહા...! રાગ પોતાનો માને છે તે વ્યભિચારી જીવા છે. આહાહા...! સમજાણું?
વ્યભિચારી ભાવો છે,...” એ દયા, દાન, વ્રતના પરિણામ પોતાના માનવા એ વ્યભિચારી જીવ છે. આહાહા...! ગજબ વાત છે. કરોડોપતિ શેઠિયો હોય અને તેનો દીકરો હોય, સ્ત્રીકન્યા સારા ઘરની અને ખાનદાનની હોય પણ એ પુત્ર જ્યારે વ્યભિચારે ચડી ગયો હોય અને પોતાના પટારામાંથી માલ લઈને વ્યભિચારીને આપે તો તેના પિતાજી કહે, ભાઈ! ઘરે
સ્ત્રી મહા ખાનદાનની દીકરી છે, માથું ઊંચું કરે નહિ, આંખ ઊંચી કરે નહિ), એ ભર્યું ભાણું છોડી, પ્રભુ! બાપ એને કહે. હૈ? અરે...! ઘરે દીકરી, કન્યા સારા ઘરની (છે). એ ભર્યું ભાણું છોડી. ભર્યું ભાણું સમજાણું? અને આ કોકને ઠેકાણે વ્યભિચારે બાપુ જા, ભાઈ! આ ઘર નહિ ખમે. તું પટારામાંથી માલ પણ લઈ જાય છે, મને ખબર છે. એમ જગતપિતા ત્રિલોકનાથ જગતને કહે છે કે, હે આત્મા! આહાહા...! તારી અંદર ખાનદાનની ચીજ પડી છે ને તેને છોડીને તું રાગના વ્યભિચારે ચડી ગયો, પ્રભુ! તારી શોભા નથી, એ ઘર નહિ ટકે. આહાહા...! પછી લાકડી મારે? આવી કરુણા. આહાહા...! “લક્ષ્મીચંદભાઈ એમ કે, સંતો કંઈ લાકડી મારે? પ્રભુ! આ તું વ્યભિચારે ચડી ગયો, ભાઈ! આહાહા...! ખાનદાનની દીકરી ઘરે (છે), એને મૂકીને કોળની સાથે ચાલવા મંડ્યો, પ્રભુ! એમ આ ખાનદાન નિધાન અંદર પડ્યા છે તેને છોડીને રાગ ને પુણ્ય ને પાપના વ્યભિચારે ચડી ગયો, નાથ! આહાહા...! જુઓ! આચાર્યની કરુણા તો જુઓ! હેં? આહાહા...! એવું છે.
પેલું ગાણું નહોતું ગાયું? હમણા ‘રમેશભાઈ એ ગાયું હતું ને? એ તારા દુઃખ દેખીને જ્ઞાનીને રૂદન આવે. આહા.! ભાઈ! આવા દુઃખ, બાપુ! આહાહા...! અને અહીં કાંઈક સગવડતા થોડી હોય ને ઠીક હોય ત્યાં જાણે મોટા અમે સુખી છીએ. ધૂળમાંય નથી, સાંભળને. પાગલ (છે), બહારની પદવીના સ્થાનને તું પોતાના માને છે તો તું) વ્યભિચારી છો. આહાહા.! છે? “વ્યભિચારી ભાવો છે...”
તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે... આહાહા...! રાગાદિ, પુણ્યાદિ, એના ભાવ ને બધા ફળાદિ તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે...” કાયમ નહિ રહેવાને લીધે. “સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી.” આહાહા.! અસ્થાયી હોવાથી સ્થાયીનું સ્થાન, રહેનારનું એ સ્થાન નથી. આહાહા..! શું કહ્યું? રાગ દયા, દાન,