________________
ગાથા– ૨૦૩
૧૪૯
અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થ-પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે સદા વિદ્યમાન છે, અને તે બધા ભાવો અસ્થાયી છે નિત્ય ટકતા નથી, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.
ગાથા–૨૦૩ ઉપર પ્રવચન
હવે પૂછે કે હે ગુરુદેવ) તે પદ કયું છે?’ તમે પદની ઘણી વ્યાખ્યા કરી છે, એ પદ છે શું? આવો પ્રશ્ન જેના હૃદયમાંથી આવ્યો છે તેને ઉત્તર દેવામાં આવે છે. આહાહા...! શું કહે છે? સાધારણ સાંભળવા આવ્યો હોય અને ગરજ નથી તેને આ ઉત્તર નથી દેતા. પણ જેને અંતરમાં પ્રશ્ન) આવ્યો કે, પ્રભુ! આ પદ શું છે? આહાહા...! ક્યાં છે આત્મા? અને કેવી ચીજ છે? પ્રભુ! એવો જેને હૃદયથી ઉદ્ગાર, અવાજ, પૂછવાનો અવાજ આવ્યો તેને ઉત્તર આપે છે, એમ કહે છે. આચાર્ય એમ કહે છે, તેને અમે ઉત્તર આપીએ છીએ. આહાહા...!
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उवलमंतं सहावेण ।।२०३।। જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા,
સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩. ટીકા :- “ખરેખર આ ભગવાન આત્મામાં... આહાહા.! લ્યો, અહીંથી ઉપાડ્યું. ભગવાન આત્મા! જોયું? આહાહા...! જેની મહિમાનો પાર નથી, જેના ચૈતન્ય ચમત્કારની શક્તિનો અગાધ દરિયો ભર્યો છે. આહાહા...! એવો ભગવાન આત્મા. આહા...! “બહુ દ્રવ્યભાવો મધ્યે દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મળે), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા),” એક વાત. “અનિયત અવસ્થાવાળા,...”