________________
ગાથા- ૨૦૩
૧૫૧ વ્રતાદિના ફળ બધા અસ્થાયી છે. એ સ્થાતાનું સ્થાન નથી. રહેવાવાળાનું એ સ્થાન નથી. જેને કાયમ રહેવું છે એનું એ સ્થાન નથી. એ તો રખડવાનું સ્થાન છે. આહાહા...! Wાતાનું, સ્થતા એટલે સ્થિર થવાનું. એ સ્થાન નથી.
અપદભૂત છે;” એ કારણે અપદભૂત છે; “અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો...” આહાહા..! તસ્વભાવરૂપે (અર્થાતુ) જ્ઞાન ને આનંદ સ્વભાવે અનુભવાતો. જ્ઞાન અને આનંદનો અનુભવ કરવાવાળો. એ તસ્વભાવનો અનુભવ છે. એ રાગાદિનો અનુભવ એ અતસ્વભાવ છે. આહાહા...! છે? “(આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો,...” આનંદ ને જ્ઞાન ને શાંતિ ને સ્વચ્છતા તો આત્મસ્વભાવનો અનુભવ છે. આહા! એ સ્થાયી છે, સ્થાતાનું સ્થાન છે, રહેનારનું એ સ્થાન છે. આહાહા.. કેવી ટીકા કરી છે. તસ્વભાવ અનુભવાતો નિયત અવસ્થાવાળો,” છે. એ વસ્તુ ત્રિકાળી નિયત છે તો તેની અવસ્થા છે તે પણ નિયત જ રહેવાવાળી છે. આહા...! “એક, નિત્ય, અવ્યભિચારી ભાવ છે. આહાહા.! તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે...” એક જ પ્રકારનું જે ધ્રુવ સ્થાન એ “સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે.” સ્થાયીભાવરૂપ છે “એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૮૧ ગાથા-૨૦૩, શ્લોક-૧૩૯, ૧૪૦ શનિવાર, શ્રાવણ વદ ૪, તા. ૧૧-૦૮-૧૯૭૯
સમયસાર ૨૦૩ ગાથા, એનો ભાવાર્થ. પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા...... આહાહા! તે બધાય, આત્મામાં અનિયતછે. રાગાદિ, ગુણસ્થાનના ભેદાદિ, એ આત્મામાં અનિયત છે (અર્થાતુ) કાયમ રહેવાવાળી ચીજ નથી. આહા.! “અનેક” છે. અનેક ભાવ (છે). રાગાદિ વિકલ્પ, શુભ-અશુભ આદિ, એ અનેક છે. “ક્ષણિક,...” છે. રાગાદિ ભાવ, એ ક્ષણિક છે. “વ્યભિચારી.” છે. આહાહા.! “પૂનમચંદજી છાબડા’ ગયા? ઈ પ્રશ્ન લાવ્યા હતા. વિદ્યાનંદજી' કહે છે કે, પુણ્યને અધર્મ કહ્યો છે એ ક્યાં છે? આચાર્યોએ
ક્યાં કહ્યો છે? આહાહા...! આ શું કહે છે આ? પુણ્ય ભાવ તે અનિયત છે, ક્ષણિક છે, વ્યભિચારી છે. આહા.! આકરું કામ. વ્યભિચારી આવ્યું ને? આહાહા.! વ્યભિચારી ભાવ છે. શુભ રાગ, ગુણસ્થાનના ભેદ એ અભેદની અપેક્ષાએ ભેદનો અનુભવ એ વ્યભિચાર છે. આહાહા...! રાગનો અનુભવ એ તો કુંદકુંદાચાર્યે કહ્યું ને? ઝેરનો ઘડો. શુભભાવને