________________
૧૫ર
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કહ્યો છે. વિષકુંભ, અરે. પ્રભુ એ શુભ વિકલ્પ પણ ઘોર સંસારનું કારણ છે એમ નિયમસારમાં લખ્યું. આહાહા...! આકરું કામ છે, ભાઈ! અનાદિનો અભ્યાસ, રાગ ને ભેદનો અભ્યાસ (છે) એને આ વાત (કહેવી).
સત્ય વાત આ છે કે રાગ-દયા, દાન, વ્રતના ભાવ બધા વ્યભિચારી છે. આહાહા...! ભગવાન આનંદસ્વરૂપ, તેનો અનુભવ કરવો એ અવ્યભિચાર છે. આહાહા.! શુભ ભાવનો અનુભવ કરવો... આકરું પડે, ભાઈ! શું થાય? એને વ્યભિચાર કીધો છે. આહાહા...! આ તમારા મંદિર બનાવવાના શુભ ભાવ... “લક્ષ્મીચંદભાઈ આ વસ્તુસ્થિતિ (આવી છે). ભગવાન! આ તો મારગ છે, બાપુ! પરમાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન બિરાજે છે. એના અનુભવ સિવાય... આહાહા. એ ચાહે તો શુભ તીર્થંકરગોત્ર બાંધવાનો ભાવ (હોય), વ્યભિચાર છે. ત્યારે ઈ એમ કહે છે કે, અધર્મ તો. “આત્માવલોકનમાં આવ્યું છે, “દીપચંદજીનું, શ્રાવકને ધર્મઅધર્મ હોય, એવો પાઠ છે. પણ એ તો કહે કે, શ્રાવક ગૃહસ્થનું નહિ આચાર્યનું લાવો. એમ કહે છે. “આત્માવલોકન શાસ્ત્ર દીપચંદજી'નું બનાવેલું છે. પણ અહીં તો સમ્યગ્દષ્ટિ ચાહે તો તિર્યંચ હોય કે સમ્યગ્દષ્ટિ સિદ્ધ (હોય, બન્નેના) સમ્યગ્દર્શનમાં કાંઈ ફેર નથી. એટલે એ સમ્યગ્દષ્ટિ કથન કરે કે કેવળી (કથન) કરે, એ બધું એક જ સરખું છે. આહાહા.! કેમકે ત્યાં તો તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત, સમકિતમાં શું ફેર? આહાહા...!
આ શુભભાવ ધર્મીને આવે પણ છે એ વ્યભિચાર. એટલે કે ધર્મના સ્વરૂપથી વિરુદ્ધ. પણ આ ભાવ તો (સંવત) ૧૯૮૫ ના પોષ મહિનામાં સંપ્રદાયમાં કહેલો. બોટાદમાં ૧૯૮૫, કેટલા વર્ષ થયા? ૫૦, ૫૦ વર્ષ પહેલા. કીધું, ભાઈ! જે ભાવથી તીર્થકરગોત્ર બંધાય એ બંધના કારણનો ભાવ ધર્મ ન હોય. બંધના કારણનો ભાવ ધર્મ નહિ. માટે તે ધર્મ નહિ, માટે અધર્મ છે.
મુમુક્ષુ :- કોઈ એમ કહે છે કે, અધર્મ છે એમ ક્યાં લખ્યું છે?
ઉત્તર:- વિષકુંભ કીધો પછી શું કીધું? ઝેરનો ઘડો કીધો. કુંદકુંદાચાર્યના મૂળ શ્લોકમાં શુભ ભાવ તે ઝેરનો ઘડો છે, પ્રભુ તો અમૃતનો સાગર છે. અમૃતના સાગરથી એ શુભઅશુભ ભાવ એ વિરુદ્ધ ભાવ છે. આહાહા..! આમ તો યોગીન્દ્રદેવે” ન કહ્યું? “પાપ કો પાપ તો સહુ કહે પણ અનુભવીજન પુણ્યને પાપ કહે ત્યારે પાપ અધર્મ નથી? આહાહા...! અને “પુણ્ય-પાપ (અધિકારની છેલ્લી ગાથા, “જયસેનાચાર્યની ટીકા. પ્રભુ! અહીં તો અધિકાર પાપનો ચાલે એમાં તને રત્નત્રયની, વ્યવહાર રત્નત્રયની વ્યાખ્યા કેમ લાવ્યા? એમ ટીકામાં પ્રશ્ન છે. કે, ભાઈ! ખરેખર તો એ વ્યવહાર રત્નત્રય પુણ્ય છે, વ્યવહારે પવિત્ર ધારણ છે એમ કહેવાય પણ નિશ્ચયથી સ્વરૂપથી પતીત થાય માટે રાગ આવે છે, માટે તેને પાપ કહીએ છીએ. આહાહા.! અરેરે.! આવી વાત.
અહીં એ જ કહ્યું કે, શુભ ભાવ અને ગુણસ્થાનના ભેદ, એ બધો વ્યભિચાર છે.