________________
ગાથા- ૨૦૩
૧૫૩
ભાઈ! તારો સ્વભાવ નહિ. આહાહા...! પ્રભુ! તને કલંક છે. આહાહા...! ભવ કરવો એ કલંક છે તો ભવનો ભાવ શુભરાગ કરવો એ કલંક (છે). “પુણ્ય-પાપ અધિકારમાં ત્યાં સુધી તો કહ્યું કે મોક્ષનું કારણ એવી સામાયિકની પ્રતિજ્ઞા લેવા છતાં શુભ ભાવથી હઠતો નથી એ નપુંસક છે. આહાહા...! સામાકિની પ્રતિજ્ઞા લેવા છતાં શુભ ભાવથી હઠતો નથી. શુભ ભાવ કોઈ સામાયિક નથી. આહાહા.! સમજાણું? એ ક્લીબ છે, નપુંસકતા છે. આહા...! પ્રભુ... પ્રભુ! તારી વાત. ધર્મીને પણ કમજોરીથી આવે છે એટલી નપુંસકતા છે. આહાહા...! માર્ગ બાપા બીજો, કોઈ અલૌકિક છે. આ તો જન્મ-મરણ મટાડે એવી દૃષ્ટિ અને દૃષ્ટિનો વિષય... આહાહા...! અલૌકિક છે. લોકોને આ બાહ્યની ક્રિયા અને પુણ્ય પરિણામમાં ધર્મ મનાવવો છે અને પુણ્યને કારણ તેમનાવવું છે), એ વ્યભિચાર નથી પણ એનાથી ધર્મ થશે. આહાહા...! ભાઈ! એવું તો અનંતવાર માન્યું છે, પ્રભુ! અરેરે. આહાહા...! ક્યાંય ખોવાઈ ગયો. આહાહા...!
સંસારમાં ઘરમાં પાંચ દીકરી, પાંચ દીકરાના ખાટલા પાથર્યા હોય અને બે ખાટલા ખાલી દેખે તો પૂછે), આ દીકરીઓ અત્યાર સુધી કેમ આવી નથી? ક્યાં રમવા વઈ ગઈ? તો ગોતવા જાય. ખોવાઈ ગયું, જાણે શું થયું આ તે? બાર-બાર વાગ્યા ને આવી નહિ, ક્યાં છે? હવે જે એની દીકરી નથી, એની વસ્તુ નથી એ ખોવાય તોય આટલી ગોતવાની? અને પ્રભુ! તું આખો રાગમાં ને પુણ્યમાં ખોવાઈ ગયો. આહાહા...! તારી ચીજ આખી ખોવાઈ ગઈ. આહાહા.! રાગના પ્રેમમાં પ્રભુ તારો પ્રેમ તને છૂટી ગયો, નાથ! આહાહા...!
એ અહીંયાં કહે છે, અહીં તો ગુણસ્થાન-ભેદ પણ વ્યભિચાર છે, એમ કહ્યું. આહાહા...! તે બધા ભાવો વ્યભિચારી છે તો “આત્મા સ્થાયી છે. મૂળ ચીજ ભગવાન સ્થાયી છે.
ત્યાં બેસવાનું સ્થાન છે, સ્થિર રહેવાનું સ્થાન છે, સ્થાતાનું સ્થાન (છે). જેને સ્થિર રહેવું હોય તો સ્થાતા નામ ધ્રુવ છે તેમાં રહી શકે. આહાહા..! આવી વાતું છે. હજી તો પુણ્યની ક્રિયાને ધર્મ મનાવી ને લોકોને રાજી રાજી રાખવા છે. લોકો બિચારા ત્યાં રાજી રાજી થાય, ભાન ન મળે કાંઈ. આહાહા...! ભાઈ! એ બધા તારા સંસારમાં રખડવાના કારણો છે.
‘નિયમસાર’ તો એમ કહ્યું કે, ભાઈ! વિકલ્પ ઘોર સંસારનું કારણ છે. તે અહીંયાં પાઠ છે. પણ એ એમ કહે છે, “પદ્મપ્રભમલધારીદેવ' મુનિનું છે, એમ કરીને કાઢી નાખે છે). આહાહા.! “રતનલાલજી એમ કહે છે, મુનિનું નહિ, આચાર્યનું જોઈએ. કારણ કે મુનિમાં ઓલું સ્પષ્ટ આવે અને “મોક્ષમાર્ગ પ્રકાશક', પંચાધ્યાયી”, “સમયસાર નાટકમાં ઘણી સ્પષ્ટ, ચોખ્ખી વાત આવે. એટલે કહે કે, એ ગૃહસ્થોનું નહિ. આહાહા...! એ તો ઓલો વિદ્યાસાગર એમ કહે છે, “મોક્ષમાર્ગ પ્રકાશક નહિ. અરર. પ્રભુ... પ્રભુ! શું કરે છે? બાપુ એ તો સંતોએ, ગૃહસ્થોએ સમકિતીઓએ સ્પષ્ટ વાત ખુલ્લી કરીને તાળા ઉઘાડી નાખ્યા છે. આહાહા.! જે શાસ્ત્રમાં ગંભીરપણે વાત હોય છે તેનો ખુલાસો કરીને ખીલવટ કરી છે.