________________
૧૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આહા. નહિતર પણ આ કુંદકુંદાચાર્ય પોતે કહે છે કે, વિષકુંભ છે. સમકિતીનો જે શુભ ભાવ છે એ વિષકુંભ છે. મિથ્યાદૃષ્ટિનો તો મિથ્યાત્વ ભાવ વિષકુંભ – ઝેર છે એની વાત તો અહીંયાં નથી કરતા. આહાહા...! પણ આત્મજ્ઞાની... આહાહા...! એના આત્માના જ્ઞાનની આગળ સમ્યગ્દર્શન ને જ્ઞાનની આગળ, એ શુભ ભાવ તેને આવે છે પણ છે ઝેર. “હેમરાજજીએ અર્થમાં કૌંસમાં એમ નાખ્યું છે કે, આ કર્તાપણાની બુદ્ધિ છે માટે એમ કહ્યું. એવું લખ્યું છે. “સમયસાર', મૂળ “સમયસાર'. કર્તાપણાનો અર્થ કે પરિણમન રાગનું છે એ કર્તાપણું. પરિણમન છે એ કર્તાપણું એટલું એ ઝેર છે. આહાહા...!
અહીંયાં કહે છે કે એ બધા પુણ્ય ને પાપના, દયા ને દાનના, વ્રત ને ભક્તિના ભાવ પ્રભુ! અસ્થાયી છે, વ્યભિચાર છે. પ્રભુ! તારું કલ્યાણ એમાં નથી. આહા.! અરે. આ શ્રદ્ધાની હા પાડવામાં તારું શું ચાલ્યું જાય છે? તારું ચાલ્યું જાય છે, વિપરીત ભાવ ચાલ્યો જાય છે. એમાં તને નુકસાન શું છે? આહાહા..! એ તો લાભનો સોદો, ધંધો છે. આહાહા...! એ શુભરાગ, ગુણસ્થાનભેદ આહાહા.! અહીં તો આગળ લઈ જઈ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ લેવાની અહીં તો શરૂઆત છે. આમાં (આગળ) આવશે. એ પણ ભેદ છે. આહાહા...! હમણા આવશે ને. હવે આવશે. હવે પછી આ ગાથામાં હમણા આવશે. ૨૦૫. ચોથે જ આવી. આના પછી જ આવી. જુઓ ૨૦૪.
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं।
सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि।। २०४।। એ જ્ઞાનના ભેદનું લક્ષ ન કરવું. એ તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન બસ! આહાહા...! આગળની ગાથાનો આ ઉપોદ્યાત છે. આહાહા...! રાગની તો વાત શું કરવી પણ જ્ઞાનના પાંચ ભેદ પાડવા, મતિ, શ્રુત, અવધિ એ તો શેયની અપેક્ષાએ જાણવાની પર્યાય છે તો ભેદ પડ્યા છે. જ્ઞાયકની અપેક્ષાએ એ ભેદ છે નહિ. શાયકની અપેક્ષાએ તો જ્ઞાન... જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. આહાહા.! ઝીણું છે, ભાઈ! અત્યારે તો બધી બહારની પડિમાઓ લઈ લ્યો, આ લ્યો ને આ લીધું ને આ કર્યું એટલે થઈ ગયો જાણે ધર્મ. અરરર...! પ્રભુ! આ તો વીતરાગનો માર્ગ છે, ભાઈ! આહા...!
વીતરાગના પંથે બેસીને વીતરાગથી વિરુદ્ધ વાત કરવી. આહાહા.! પ્રભુ! એ તને શોભતું નથી. હોય, રાગ આવે છે પણ એ છે ઝેર અને આકુળતા ને દુઃખરૂપ છે. આહાહા...! ભગવાન આત્મા અનાકુળ ને આનંદ (સ્વરૂપ છે), તેનો આશ્રય લઈને જે અનાકુળ અને આનંદદશા સમ્યગ્દર્શન, જ્ઞાન ઉત્પન્ન થયા એ અનાકુળ અને આનંદની દશા છે. આહાહા...! અને પુણ્યના પરિણામ એ આકુળતા અને દુઃખ છે. નિયમસારમાં તો બહુ સખત કહ્યું પણ મુનિ છે, એમ કરીને કાઢી નાખે. આચાર્યનું લાવો. પોતાનો બચાવ કરવો છે. મુનિરાજ પદ્મપ્રભમલધારીદેવ’ તો કહે છે, વિકલ્પ ઘોર સંસારનું કારણ છે). આહાહા.! શુભરાગ