________________
ગાથા- ૨૦૩
૧૫૫ ઘોર સંસાર, સંસાર, સંસાર. આહાહા...! આપણે આવ્યું ને કાલે ભાઈ? “લાલચંદભાઈ! ઓલી ગતિ. મનુષ્યગતિ આદિ ક્રિયા, પરિણામ સંસાર છે. આહાહા...! ગતિ આદિના ભાવ પર્યાયમાં, હોં પર શરીર આદિની વાત નહિ. ગતિ આદિના ભાવ, રાગાદિના ભાવ... આહા...! એ બધી ક્રિયાના પરિણામ, એ સંસાર છે. આહાહા.! સંસાર તારી પર્યાયથી જુદો ન હોય. સંસાર ભૂલ છે તો ભૂલ તારી પર્યાયમાં થાય છે. એ ભૂલ પરને લઈને થાય છે, સ્ત્રી, કુટુંબ સંસાર છે એમ છે નહિ). એ તો પર ચીજ છે, પરની સાથે શું સંબંધ છે? તારી પર્યાયમાં સંબંધ છે તેની અહીંયાં વાત ચાલે છે. જે શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, ધંધો તેની સાથે તો કોઈ સંબંધ જ નથી. આહાહા..! પણ પર્યાયમાં રાગનો, દયા, દાન, વિકલ્પનો સંબંધ છે, પર્યાયમાં ભેદરૂપનો સંબંધ છે. આહાહા.! એ ક્રિયાના પરિણામ સંસાર છે. આહાહા.! પંડિતજી! આવી વાતું છે, બાપુ. આહાહા...!
આત્મા સ્થાયી છે –સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે...” કયા ભાવ? પુણ્ય, ગુણસ્થાનભેદ એ બધા અસ્થાયી છે. ભગવાન સ્થાયી ધ્રુવ. ધ્રુવ... ધ્રુવ (છે). આ તો અસ્થાયી છે. આ સ્થાયી છે, આ અસ્થાયી છે. આ સ્થિર થવાલાયક છે અને આ તો અસ્થિર થવાલાયક છે. આહાહા.પહેલી સમ્યગ્દર્શન અને એની દશા, બાપુ! એ કોઈ અલૌકિક વાત છે. ચારિત્ર તો ક્યાં છે બાપા! આહાહા...! કાળ એવો થયો. ચારિત્ર તો સ્વરૂપના ભાન, અનુભવ સહિત આનંદમાં રમણતા, આનંદમાં લીનતા, અતીન્દ્રિય આનંદના સાગર જ્યાં ઉછળે. આહાહા...! એવી ચારિત્ર દશા તો બાપુ! અલૌકિક છે. આહાહા...!
અહીંયાં તો હજી સમ્યગ્દર્શનની દશામાં શું છે તેની વાત ચાલે છે. સમ્યગ્દષ્ટિ રાગાદિ ભાવને, ભેદભાવને ક્લેશ, દુઃખ... આહાહા.! વ્યભિચાર જાણે છે. ભગવાનઆત્મા સ્થાયી (છે). તે બધા ભાવો અસ્થાયી છે -નિત્ય ટકતા નથી, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણથઈ શકતા નથી.” ભગવાન આત્માનું એ સ્થાન નથી, પદ નથી. એ શુભ અશુભભાવ એ આત્માનું પદ નથી. આહાહા..! એ આત્માનું પદ નથી. આહાહા...! ઓલા “કળશટીકામાં લીધું છે, ભાઈ! આનો કળશ આવશે ને? પદનો અર્થ એવો કર્યો છે, ત્રેતાદિ આદિ પદ એ તારા સ્થાન નથી. ટીકામાં છે, આમાં. આ “કળશટીકા. વ્રતાદિ, વ્રત, નિયમ વિકલ્પ જે છે એ તારું પદ નથી. આહાહા...! ' અરેરે...! અરે.! બાપુ! અનંતકાળ ચોરાશીના અવતાર. આહાહા.! આમ દેખીએ છીએ, ઓલી લીલ-ફૂગને દેખીને આટલું પાણી, એટલામાં લીલના ઢગલા છે. હવે એવું તો ક્યાં આખી દુનિયામાં સ્થૂળ નિગોદ. સૂક્ષ્મ નિગોદ તો આખા લોકમાં ભર્યા છે. આ તો બાદર નિગોદ આહાહા...! અરે.! એ કે દિ ત્રસ થાય? કે દિ માણસ થાય? કે દિ એનો સત્યની વાણી સાંભળે તેમાં જન્મ થાય? આહાહા...! આવી દુર્લભતા, બાપુ આ કોઈ સાધારણ વાત નથી. મનુષ્યપણું મળ્યું, વીતરાગનો વાસ્તવિક માર્ગ સાંભળવાનો જોગ મળ્યો એ તો બાપુ!