________________
૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એની કોઈ અલૌકિક વાત છે. અરેરે...! આમ લીલ-ફૂગના દળ દેખીએ છીએ. એ કે દિ માણસ થાય? અસંખ્ય અસંખ્ય ચોવીશીના સમય જેટલા નિગોદના શરીર છે. એનું એક શરીરને અનંતમે ભાગે બહાર આવ્યા, મોક્ષમાં જનારા. આહાહા...! કારણ કે નિગોદ સિવાયની સંખ્યા જે મનુષ્યગતિ, ઢોરગતિ, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય એ બધા અસંખ્ય છે. શું કહ્યું? બે ઇન્દ્રિયની સંખ્યા, ત્રણ ઇન્દ્રિયની, ચતુરિન્દ્રિયની, અસંજ્ઞી પંચેન્દ્રિયની, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ, નારકી બધાની સંખ્યા અસંખ્ય છે. અને નિગોદના એક શરીરમાં અનંતગુણા જીવ. હવે એના અનંતમે ભાગે પણ બહાર પૂરા આવ્યા નથી. અસંખ્યમે ભાગે તો ક્યાંથી આવે? આહાહા.... કારણ કે જેટલી સંખ્યા તિર્યંચની, મનુષ્યની, દેવની અસંખ્ય ગણો, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય બધા પણ સંખ્યા અસંખ્ય. અને નિગોદના એક શરીરમાં એથી અનંતગુણા જીવ. આહાહા...! એવા શરીર અરેરે.! અસંખ્ય ચોવીશીના સમય જેટલા તો નિગોદના શરીર. પ્રભુ તું ત્યાંથી નીકળીને આવ્યો. ક્યાં સુધી આવ્યો અને હવે શું કરવાનું છે? આહાહા...! જેઠાલાલભાઈ!”
મુમુક્ષુ - નિગોદનો જીવ પણ અનંતગુણનો ધણી.
ઉત્તર :- બધું અનંતવાર થયું છે. આહાહા...! આવો હજી એને નિર્ણય કરવાનો પણ ટાઈમ નહિ. આહાહા.. જે આત્માના હિતના પંથે જવું છે એ અહિતના પંથથી ખસી હિતના પંથનો નિર્ણય, અરે...! ભલે વિકલ્પ સહિત પહેલો નિર્ણય તો કરે). આહાહા...! અને એ નિર્ણય વિકલ્પથી કર્યો હોય પછી વિકલ્પ છોડીને અનુભવની દૃષ્ટિ કરે તે સાચો નિર્ણય. આહાહા...! આવું છે. લોકો પછી વિરોધ કરે. એ...ઈ...! “સોનગઢ' આમ કહે છે, આમ કહે છે. ભાઈએ નહોતું કહ્યું? પંડિતજી ! “હુકમચંદજી'. આ ‘સોનગઢીયો” છે, આવી નિશ્ચયની વાત કો'ક બોલે તો કહે, આ સોનગઢીયો' છે.
મુમુક્ષુ :- “સોનગઢ ગયો નથી ત્યાં “સોનગઢીયો’?
ઉત્તર :- આ “સોનગઢીની વાત છે, ઈ સોનગઢીયો’ છે, એમ કહે. અને વ્યવહારથી લાભ મનાવે સોનગઢીયો નહિ, ઈ સંપ્રદાયનો. અરે...! પ્રભુ! આ ભાગ શું પાડ્યા તેં?
અહીં તો પરમાત્મા કહે છે, કુંદકુંદાચાર્ય કહે છે, એની ટીકા “અમૃતચંદ્રાચાર્યે કરી છે. એ કહે છે કે, “આત્માનું પદ નથી.” એ રાગની ક્રિયાના ભાવ એ આત્માનું પદ નહિ. આહા ! એ તારું સ્થાન નહિ, પ્રભુ! ત્યાં બેસવા લાયક, રહેવા લાયક નહિ. આહાહા.! પંડિતજી! આવી વાત છે. આહાહા...! એકવાર એની હા તો પાડ. હા પાડ તો હાલત થઈ જો અંદર. ના પાડ તો નરક ને નિગોદ ઊભું છે, બાપા! આહાહા..! આહા! શું થાય? ભાઈ! પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાની રહ્યા નહિ. આહાહા...!
મુમુક્ષુ :- કેવળીના ભક્તો રહી ગયા છે ને અમારા ભાગ્યે. ઉત્તર :- વસ્તુ શાસ્ત્રમાં રહી ગઈ. ઈ સમજનારા સમજે. આહાહા.! દેવનું આવવું