________________
ગાથા- ૨૦૩
૧૫૭ પણ રહી ગયું, અટકી ગયું. કે ભઈ આનાથી વિરુદ્ધ હોય એને દંડ કરો અથવા નકાર કરો. એ પણ અટકી ગયું. “ઋષભદેવ ભગવાનને વખતે તો... આહાહા.! ચાર હજાર સાધુ સાથે થયા. રાજાઓ! કારણ કે પ્રભુ મોટા હતા તો એના મિત્ર તરીકે સંબંધમાં હતા), એટલે ભગવાન દીક્ષા લ્ય તો આપણેય દીક્ષા લ્યો. દીક્ષા લીધી પણ કંઈ વસ્તુ –આત્માનુભવ) નહોતો. ભગવાનને તો બાર મહિના સુધી આહાર ન મળ્યો. આને બાર મહિના શું થોડા મહિના ગયા ત્યાં આહાર મળ્યો નહિ એટલે વેશ ફેરવી નાખ્યો. કોઈ ફળ ખાવા મંડ્યા, કોઈ ફલાણું ખાવા મંડ્યા. જંગલમાં દેવ આવ્યા ઉપરથી, આ વેશમાં, નગ્નપણામાં આ કરશો તો તમને દંડશું. વેશ છોડી દયો. આહાહા.! જુઓને કાળ કેવો અનુકૂળ કે ઓલા જરી, રાજાઓ બિચારા, ભગવાનના સંબંધી બહુ હોય અને ભગવાન જ્યારે દીક્ષા લ્ય (તો) આપણે દીક્ષા લેવી, એટલું. દીક્ષા શું એની ખબર નહિ). આહાહા.! ભગવાનને છ-છ મહિના સુધી આહાર ન મળ્યો. છ મહિના પછી આહાર વ્હોરવા ગયા તોય છ મહિના મળ્યો નહિ. પહેલી છ મહિનાની તો બંધી કરી હતી, પ્રતિજ્ઞા કરી હતી. છ માસ સુધી આહાર ન લેવો. એ પ્રતિજ્ઞા પુરી થઈ, લેવા ગયા તોય છ મહિના (આહાર) મળ્યો નહિ. ઓલા રાજા ટકી શક્યા નહિ. પછી જુદા જુદા વેશ ધારણ કરી ને કંઈક ફળ ખાવા મંડ્યા ને કોઈક ફૂલ ખાવા મંડ્યા ને કોઈ કાંઈક. દેવે આવીને કહ્યું, દંડ કરશું, છોડી દ્યો, નગ્ન વેશ છોડી હ્યો. તું બીજો વેશ પહેરી લે. બીજા વેશમાં ગમે તે કર પણ નગ્ન વેશમાં આ નહિ હોઈ શકે. આહાહા...! જુઓને કાળ! અનુકૂળ કાળમાં વિપરીત ચાલનારાને દંડ કરનારા દેવ આવતા. આહાહા..!
અહીં કહે છે, એ આત્માનું પદ નથી. છે? જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન....” સ્વસંવેદનરૂપ જ્ઞાન એ ત્રિકાળ, હોં! પોતાની પર્યાયમાં વેદના થાય છે એવું ત્રિકાળી જ્ઞાયક આત્મા તે નિયત છે...” ત્રિકાળી વસ્તુ જ્ઞાયક છે એ નિયત છે. તે એક છે,...” ત્રિકાળી જ્ઞાયકભાવ તે નિત્ય છે. અહીં તો એ સ્થાયી છે એમાં રહેવા લાયક છે એમ બતાવવું છે. એ નિત્યમાં (રહેવા લાયક છે). અહીં પર્યાયની વાત નથી અત્યારે. સમજાણું? રાગાદિ અસ્થાયી, અનિત્ય, ક્ષણિક અને અનેક (છે), ત્યારે ભગવાન આત્મા નિત્યની વાત છે, હોં! તો ત્યાં જા અને ત્યાં સ્થિર રહેવા લાયક છે. આહાહા...! છે?
“સ્વસંવેદનરૂપ જ્ઞાન...” ત્રિકાળી, હોં! એ નિયત છે, એક છે, નિત્ય છે” છે ને? ત્રિકાળી સ્વભાવ તે નિત્ય છે. એ “અવ્યભિચારી છે. આહાહા...! “આત્મા સ્થાયી છે અને
આ જ્ઞાન પણ સ્થાયી...” છે. જ્ઞાન એટલે ગુણ. આત્મા સ્થાયી નિત્ય ધ્રુવ છે. આ જેટલા વિશેષણ આપ્યા. સ્વસંવેદનરૂપ જ્ઞાન, ઈ જ્ઞાન કહો કે આત્મા કહો, એમ. નિયત જ્ઞાન કહો કે આત્મા કહો, એક જ્ઞાન કહો કે આત્મા કહો, નિત્ય જ્ઞાન કહો કે આત્મા કહો, અવ્યભિચારી જ્ઞાન કહો કે આત્મા કહો. એ જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન. એમ