________________
૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નાત નથી. આહાહા.! એ તો કજાત છે, એ આત્મજાત નહિ. આહાહા.. ઇચ્છામાત્ર આવે એને કજાત જાણીને જાણવાવાળો રહે છે. હું તો એક જ્ઞાયક જાણનારો છું. આહાહા...! આવું સ્વરૂપ ક્યાંથી કાઢ્યું? આ અહીંનું કરેલું છે? અનાદિનો માર્ગ જ આ છે પણ એણે સાંભળ્યો ન હોય એથી એને નવું લાગે, તેથી કંઈ માર્ગ નવો નથી, માર્ગ તો છે આ જ છે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ આહાહા. એ અહીં લોભ કહે છે.
‘કર્મ...” (એટલે) આઠ કર્મ. એ આઠ કર્મ હું નહિ. મેં કર્મ બાંધ્યા ને મેં કર્મ છોડ્યા, એ મારામાં નથી. આહાહા. શાસ્ત્રમાં તો સંભળાતું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે, આમ હોય. એ બધું એનું જ્ઞાન કરાવ્યું છે. એ કર્મ મારા છે એમ માનતો નથી. આહાહા...! કેમકે કર્મ છે એ જડ છે, અજીવ છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. તો એ સતુ સ્વરૂપ છે તેમાં જડનો ત્રિકાળ અભાવ છે. એ કર્મનો પ્રભુમાં અભાવ છે. અરે..રે...! આ કેમ બેસે?
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપી પ્રભુ (છે). એ કર્મ જડ છે, એ મારામાં નથી. હું સત્ છું એ અપેક્ષાએ એ અસત્ છે અને એ સત્ છે એ અપેક્ષાએ હું અસત્ છું. આહાહા...! એ પરમાણુની પર્યાય છે. કર્મ છે એ કર્મવર્ગણાની પર્યાય છે, એ પર્યાય છે એ તો કર્મની પર્યાય કર્મપણે પરિણમેલી એની છે. આહાહા.! એ કર્મ મારા નથી, મેં આયુષ્ય બાંધ્યું છે ને આયુષ્ય પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એ પણ હું નથી. આહાહા...! આયુષ્ય છે એ તો જડ છે, મેં બાંધ્યું જ નથી, મારું છે જ નહિ ને. અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમેય નહિને. આહાહા...! મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું. મારી યોગ્યતા એટલી પૂરી થશે એટલે દેહ છૂટી જશે. આહાહા...! એ કર્મ મારા નહિ.
એ જ્ઞાનાવરણીય કર્મ મને નડે છે, એ કર્મ મારા નહિ પછી નડે કોણ? આહાહા...! લોકો કહે છે ને? જ્ઞાનાવરણીયનો ઉદય હોય તો જ્ઞાન હણાય અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય તો જ્ઞાન ખીલે. અહીં ના પાડે છે. એ ખીલે અને રહે એ તો પર્યાયની પોતાની યોગ્યતાથી છે. એ કર્મ મારામાં છે જ નહિ પછી મને એને લઈને મારામાં કંઈ થાય એ વાત છે જ નહિ. આહાહા...! એક કલાકમાં કેટલું યાદ રાખવું? જગતમાં ચાલે નહિ એવી આ વાત (છે). બાપુ એવો માર્ગ છે, ભાઈ! આહાહા. એ તો ત્રણલોકના નાથ એનું વિવરણ કરે અને સંતો વિવરણ કરે એ તો અલૌકિક રીતે હોય છે. આહાહા...!
“નોકર્મ... મારા સિવાય જેટલી ચીજો છે, એ બધા નોકર્મ એ મારામાં નથી. આહાહા...! એ સ્ત્રી મારી નથી એમ સમકિતી માને છે. દુનિયા જેને અર્ધાગના કહે છે. આહાહા...! એનું આત્મદ્રવ્ય જુદું, એના શરીરના રજકણો દ્રવ્ય જુદા. એ મારી અપેક્ષાએ તો અસત્ છે અને એની અપેક્ષાએ હું અસત્ છું તો છે મારા કયાંથી થઈ ગયા? આહાહા.! ત્યારે શું કરવું આમાં? બાયડી, છોકરાને છોડીને ભાગી જવું? ભાગીને ક્યાં જાવું છે? અંદરમાં