________________
ગાથા ૧૯
૮૫
ભાગીને જાવું છે. આહાહા...! એ નોકર્મ મારું નહિ. આહાહા...! એ બંગલા, એ પૈસા, સ્ત્રી, દીકરા, દીકરીયું, વેવાઈ, જમાઈ આહાહા...! એ મારા સ્વરૂપમાં નહિ, મારું સ્વરૂપ નહિ. હું એને અડતોય નથી. એ ચીજ મને અડતી નથી. આહાહા.! અરે..! કેમ વાત બેસે? અનંતકાળનો રખડ્યો. અજ્ઞાનભાવથી, મૂઢભાવથી રખડે છે. એને આ વાત અંતરમાં બેસે ત્યારે ભવના અંત આવે એવું છે. આહાહા..!
એ નોકર્મ હું નહિ. નોકર્મમાં બધું આવ્યું. પૈસા, સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરુ એ બધું મારામાં નહિ, એ બધું મારું નહિ. એ માટે લઈને એ નહિ. મારે લઈને એ નહિ, એને લઈને હું નહિ. આહાહા...! આવી વાત છે. “ભોગીભાઈ છે? આહાહા...! મુંબઈ'. આહાહા.! આવો માર્ગ છે. શરીરને જુદું લેશે પણ એ ખરેખર નોકર્મમાં જાય છે. શરીર, વાણી, આ પરવસ્તુ, મકાન, કપડાં, દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી બધું નોકર્મ. એ મારું સ્વરૂપ નહિ. એ મારા નહિ. એ મારામાં નહિ. એમાં હું નહિ. આહાહા.! સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો આ રીતે આત્માને અને પરને જાણે છે. આહા.... દુનિયાને બેસવું કઠણ પડે કે, આ તો એકલો નિશ્ચય થઈ ગયો, વ્યવહાર તો આવ્યો નહિ. પણ વ્યવહાર એટલે શું? આહાહા...! પરવસ્તુને વ્યવહાર કહીએ તો એ વસ્તુ આત્મામાં નથી. સ્વને નિશ્ચય કહીએ, પરને વ્યવહાર કહીએ. આહાહા...! એ પર તારામાં નથી અને તે પરમાં તું નથી. આહાહા...! અરે.રે...! કે દિ' નિર્ણય કરે, કે દિ અનુભવ કરે અને ક્યારે જન્મ-મરણ મટે? આહાહા...! અહીં કોણ બેઠું હતું? (શ્રોતા :- “સુમનભાઈ હતા). ગયા? જવાના હશે? નોકર્મ (થયું).
મન...” મારું નહિ. મન હું નહિ. આઠ પાંખડીના આકારે અહીં આત્મા વિચાર કરે એમાં નિમિત્ત, જડ (છે) એ હું નહિ, મન હું નહિ. હું મનનો મનમાં રહીને જાણનારો નહિ. મન મારું તો નહિ પણ મનમાં રહીને મનને જાણનારો નહિ. હું તો મારામાં રહીને મનને ભિન તરીકે જાણું એ પણ વ્યવહાર (છે). આહાહા.! અહીં સુધી પહોંચવું. ઓલું તો સહેલુંસટ કરી નાખ્યું, વ્રત કરો ને અપવાસ કરી ને સેવા કરો ને આ કરો... એકબીજાને મદદ કરો, પૈસા આપો, મંદિર બનાવો, શેત્રુંજયની અને ગિરનારની જાત્રા કરો, સહેલુંટ. એવું તો અનંતવાર કર્યું છે, ભાઈ! અને એ રાગને પોતાનો માનીને મિથ્યાત્વને અનંત સેવ્યા છે. આહાહા.! મન હું નહિ.
વચન,” વાણી નહિ, વાણી. આહાહા! વાણી તો જડની પર્યાય છે. જડની પર્યાય તો મારામાં અસત્ છે. આહા...! હું હુંપણે સત્ છું અને વાણીપણે હું અસત્ છું. અને મારી અપેક્ષાએ વાણી અસત્ છે, વાણી વાણીની અપેક્ષાએ સત્ છે. મારી અપેક્ષાએ અસત્ છે. આહાહા...! ઘણા બોલ મૂકી દીધા.
કાયા” એ શરીર હું નહિ. આહાહા.! આ હાલચાલ અવસ્થા તે હું નહિ. આહાહા.!