________________
૮૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ આ બોલાય છે એ હું નહિ, એ તો જડ છે. આહાહા.! કેમ બેસે? અભિમાન જ્યાં-ત્યાં હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે ગાડાનો ભાર, કૂતરું હેઠે અડ્યું હોય ને (એને લાગે કે ગાડું મારાથી ચાલે છે). એમ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તો એ મારાથી થાય છે એમ માને છે). કૂતરો છે. આહાહા.! એ કાયા મારી નહિ. એ કાયાની ક્રિયા મારી નહિ. એ કાયાની ચાલવાની ક્રિયામાં હું નહિ. આહાહા...! એને તો હું જાણનારો છું. શરીર છે અને હું જાણનારો છું તે શરીરમાં રહીને નહિ. પોતામાં રહીને એને પૃથક તરીકે જાણું છું એ પણ વ્યવહાર (છે). પણ હું જાણનારો છું, જ્ઞાયક છું. વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)
પ્રવચન નં. ૨૭૬ ગાથા૧૯૯, ૨૦૦, શ્લોક-૧૩૭ મંગળવાર, અષાઢ વદ ૯, તા. ૧૭-૦૭-૧૯૭૯
સમયસાર ૧૯૯ ગાથા, છેલ્લા શબ્દો છે. શું કહે છે? નિર્જરાનો અધિકાર છે. આત્મા આનંદ અને અતીન્દ્રિય શાંતિના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. તેની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શનમાં પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ થાય છે. એમાં જે રાગ દેખાય છે, કર્મનો પાક, કર્મ તો સત્તામાં છે પણ એનો વિપાક આવે છે એમાં જોડાવાથી જ્ઞાનીને પણ થોડો રાગ આવે છે. પરંતુ એ રાગનો સ્વામી થતો નથી. રાગનો કર્તા થતો નથી, રાગનો સ્વામી થતો નથી, રાગમાં સુખબુદ્ધિ નથી થતી. રાગમાં મીઠાશ નથી. ધર્મીને આત્માના આનંદની મીઠાશ આવી છે. આહાહા! ભગવાન આત્મા અનંત અનંત અતીન્દ્રિય આનંદનો સાગર છે, તેની સત્તા – અસ્તિત્વ છે એમ અનુભવમાં આવ્યું, દૃષ્ટિમાં છે' એમ અનુભવમાં આવ્યું ત્યારે તેની મીઠાશ આગળ શુભ કે અશુભ કોઈપણ રાગ, તેની મીઠાશ છૂટી જાય છે, દુઃખરૂપ લાગે છે, આકુળતા લાગે છે. આહા...! રાગાદિ બધા બોલ આવી ગયા છે. એમ રાગ, દ્વેષ આદિ બધા લેવા. અહીં સુધી આવી ગયું છે, કાયા સુધી આવી ગયું છે.
આ શરીર છે, શરીર, તેની પર્યાય છે તે તો જડની છે. અત્યારે પણ આ શરીરની જે પર્યાય છે, આ તો પર્યાય છે, દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે, અવસ્થા જે શરીરની છે એ તો જડ છે, સમ્યગ્દષ્ટિને જડનું સ્વામીપણું પણ ઉડી ગયું છે, શરીરનું સ્વામીપણું ઉડી ગયું. શરીરની કોઈ ક્રિયા હલનચલન થાય, એનો ધર્મી સ્વામી નથી. આહાહા...!
મુમુક્ષુ – શ્રદ્ધામાં... ઉત્તર :- શ્રદ્ધામાં. બધા... બધા આવી ગયા છે, આ તો છેલ્લા બોલ છે. મન, વચન ને કાયા. નોકર્મમાં તો બધી આવી ગયું. પોતાના આત્મા સિવાય બધી