________________
ગાથા ૧૯
૮૭
ચીજ જે છે એની પર્યાય એના કાળે થાય છે. તો મારાથી એ પર્યાય થઈ એવો મિથ્યાત્વ ભાવ સમકિતીને નથી થતો. આહા...! સૂક્ષ્મ ભાવ છે. અંતર આત્મા સમ્યક, એવી પૂર્ણ ચીજ, અનંત અનંત... કાલે કહ્યું હતું ને? કે, અનંત મુખ કરે અને એક મુખમાં અનંત જીભ કરે તોપણ એક દ્રવ્યના આત્માના ગુણની સંખ્યા કહી શકે નહિ. અનંત મુખ કરે અને એક એક મુખમાં અનંત જીભ કરે તોપણ એ આત્મામાં એટલી સંખ્યા છે, ગુણની સંખ્યા, હોં ! કે એ સંખ્યા એટલી જીભથી પણ કહી શકે નહિ. એવો પ્રભુ જેની દૃષ્ટિમાં આવ્યો અને અનુભવમાં આવ્યો કે હું તો આત્મા આનંદ છું. હું તો સુખના પંથે પડ્યો છે. મારી ચીજ જ સુખ છે અને હું સુખના પંથે છું. આહાહા...! રાગાદિ આવે છે તે દુઃખપંથ છે. એ દુઃખ મારી ચીજ નહિ. મને મારી ચીજ નહિ, વાણી મારી ચીજ નહિ. કાયા – શરીર છે તો એ અનંત પરમાણુની પર્યાય છે, એ મારી ચીજ નહિ. મારાથી ચાલતી નથી, મારાથી બેસતી નથી, ભાષા છે એ મારાથી નીકળતી નથી. આહા...!
શ્રોત” ઇન્દ્રિય એ હું નહિ. કાન, કાન. આ જડ છે, આ તો માટીની – પુદ્ગલની પર્યાય છે. એ હું નહિ. તેના અવલંબનથી હું સાંભળતો જ નથી. આહા..! કારણ કે મારો સ્વભાવ જ નિરાલંબી જ્ઞાતા-દષ્ટા છે તો એ જાણવું દેખવું કોઈ પરની અપેક્ષાથી થાય એમ છે નહિ. એમ શ્રોત ઇન્દ્રિય હું નહિ, મારી નહિ, મારામાં નહિ, એનામાં હું નહિ. આહા.!
‘ચક્ષુ” ચક્ષુથી ભગવાનને જોવે છે તો કહે છે, એ ચક્ષુ જ મારા નથી. હું ભગવાનને જોતો જ નથી, હું તો મારી પર્યાયને જોઉં છું. આહાહા...! ચક્ષુ જ મારા નથી. ચક્ષુથી જે ચીજ જાણવામાં આવે છે એ હું નહિ હું તો મારી પર્યાયથી જાણવામાં આવું છું. એ દેખવામાં આવતું જ નથી, એ તો પર ચીજ છે. આહા...! હું તો મારી ચીજથી જોઉં છું તો એ ચક્ષુઇન્દ્રિય મારી છે જ નહિ. આહાહા.! ચક્ષુ જ મારા નથી. આંખથી જોઉં છું, એમ છે નહિ. આકરી વાત છે. પંડિતજી ! આહાહા! કારણ કે જગતના જડ પદાર્થ વર્તમાન પર્યાય વિનાના તો છે નહિ, તો એ પર્યાય જડની છે તો એનાથી હું જાણું છું એમ છે નહિ. આહાહા.! એ ચક્ષુથી હું જાણું છું એવા ચક્ષુ જ હું નહિ, એનાથી હું જાણું છું એમ છે જ નહિ. આહાહા.!
ઘાણ” ઘાણ ઇન્દ્રિય હું નહિ. દ્રવ્યેન્દ્રિય તો નહિ પણ ભાવઇન્દ્રિય પણ હું નહિ. આહાહા...! અને તેનાથી હું સુંઘુ છું એ હું નહિ. આહાહા...! હું તો મારા જ્ઞાનની પર્યાય, પર છે તો પરને જાણે છે એમ નહિ. પોતાની પર્યાય પોતાથી સ્વપર જાણવાની તાકાતથી જાણે છે તો તેને હું જાણું છું. આહાહા.! આકરી વાત છે, ભાઈ ! ધર્મ (કોઈ) સાધારણ ચીજ નથી.
“રસન...” જીભ હું નહિ. જીભ તો જડની પર્યાય છે અને એનાથી રસનો સ્વાદ લઉં છું એ હું નહિ. આહાહા. તે સમયે જીભની પર્યાય અને રસની પર્યાયને જાણું છું એ પણ વ્યવહાર છે. હું તો એ સમયની પર્યાય મારી છે, સ્વપપ્રકાશક પર્યાય તેને હું જાણું