________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છું, તેનો સ્વાદ હું લઉં છું. આહાહા...! આવી વાત એટલે લોકોને ભક્તિ ને વ્રત ને તપ ને પૂજામાં ધર્મ મનાય ગયા. અહીં અંદરમાં આવવું, અંતર તળમાં આવવું મહાપુરુષાર્થ છે અને એ જ પુરુષાર્થ છે.
સ્પર્શન...” આ સ્પર્શન. હું હાથના સ્પર્શને પણ સ્પર્શતો નથી અને હાથ પરને સ્પર્શ કરે છે એ પણ નહિ. આ સ્પર્શ જે છે તેને હું સ્પર્શ છું, અડું છું એમ નહિ, એ મારી ચીજ નથી. આહાહા...! અને એ સ્પર્શ પરને સ્પર્શે છે, પર શરીરને સ્પર્શે છે) એમ પણ નહિ. કેમકે એક દ્રવ્ય અને બીજા દ્રવ્યની પર્યાય વચ્ચે તો અત્યંત અભાવ છે. આહાહા...! હું પરને સ્પર્શ છું એમ તો નહિ પણ આ શરીરને હું સ્પર્શ છું એમ પણ નહિ. આહાહા...! અને શરીરના સ્પર્શનું જ્ઞાન થાય છે એ પણ સ્પર્શ ઇન્દ્રિયના કારણે નહિ. મારો જ્ઞાન સ્વભાવ છે તેનાથી સ્વપપ્રકાશક, પોતાની સત્તાથી સ્વપપ્રકાશક (જ્ઞાન) થાય છે. એ સ્પર્શ છે તો મને સ્પર્શનું જ્ઞાન છે એમ છે નહિ. આહાહા...! ઝીણી વાત બહુ. એ પાંચ ઇન્દ્રિય પરમ દિ બાકી રહી ગઈ હતી, કાલે તો સ્વાધ્યાય હતો.
એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં –કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.” જેટલા વિકલ્પ છે અને જેટલી સંયોગી ચીજ છે એ) બધી ચીજને હું અડતો નથી અને એ ચીજમાં હું નહિ અને એ ચીજ મારી નહિ. આહાહા.. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ આવી છે. એ ૧૯૯ (ગાથા) થઈ.
અરો આવી સત્યની વાત હતી જ ક્યાં? જેને આ સત્ય વાત સાંભળવા મળી છે તે ભાગ્યશાળી છે. સાંભળતાં સાંભળતાં સત્યના સંસ્કાર નાખે છે તેને સંસ્કાર નાખતાં અંદરથી માર્ગ થઈ જશે. દરરોજ ચાર પાંચ કલાક આનું આ સાંભળવું વાંચવું હોય તેને શુભભાવ એવો થાય કે મરીને સ્વર્ગમાં જાય, કોઈ જુગલિયા થાય, કોઈ મહાવિદેહમાં જાય. બાકી જેને સત્યનું સાંભળવાનું પણ નથી એવા ઘણા જીવો તો મરીને ઢોરમાં જવાના. અરે! આવા મનુષ્યના માંડ મોંઘા અવતાર મળે અને પોતાનું હિત નહિ કરે તો ક્યારે કરશે? ખરેખર તો સત્યનું ચાર પાંચ કલાક દરરોજ વાંચન-શ્રવણ આદિ હોવું જોઈએ. ભલેને વેપાર ધંધા કરતા હોય પણ આટલો તો વખત પોતાના માટે કાઢવો જોઈએ. અહીંના સાંભળનારા ઘણાં તો રુચિથી આ સંસ્કાર ઊંડા નાખે છે. આવા સત્યના સંસ્કાર લાગી જાય અને ઊંડાણમાં એ સંસ્કાર પડી જાય એને ભવ ઝાઝા હોય નહિ. ધારણા જ્ઞાન થવું તે જુદી ચીજ છે અને અંદરમાં અવ્યક્ત રુચિ થવી તે જુદી વાત છે. ભેદજ્ઞાનના સંસ્કાર ઊંડાણથી નાખવા જોઈએ. અને આ વાતનો ઊંડાણથી મહિમા આવવો જોઈએ કે અહો! આ વાત કોઈ અપૂર્વ છે. એમ પોતાથી અંદરમાં મહિમા આવવો જોઈએ. સાચી રુચિવાળો આગળ વધતો જાય છે. આત્મધર્મ અંક-, જાન્યુઆરી–૨૦૦૮