________________
ગાથા-૧૯૯
૮૩
છે જ નહિ ત્યાં. પણ કોઈ સમકિતમોહનીયનો ઉદય જરી હોય કે ૫૨ તરફની સાવધાની એ હું નહિ, એ હું નહિ. આહાહા..! હું તો એક જાણના૨ ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરે જે પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. આહાહા..! મારામાં અને ભગવાનમાં કાંઈ ફેર નથી. ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે, મારી પર્યાય અપૂર્ણ છે છતાં એ રાગાદિ ચીજ જેમ ભગવાનને નથી એમ એ મારેય નથી. અરે......! આવી વાતું. કાં નવરાશ (છે) માણસને? આહાહા..! દ્વેષ, મોહ (થયા).
‘ક્રોધ,...’ એમ જરી ક્રોધ આવે. ધર્મી છે, લડાઈ આદિમાં પણ ઉભો હોય. ક્રોધ જરી (આવી જાય). આહાહા..! છતાં તે ધર્મી એ ક્રોધને પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ ક્રોધને ક્રોધની હયાતીમાં ક્રોધને જાણવાનો પોતાનો સ્વભાવ છે તેને જાણે છે. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાત છે. ક્રોધ.
એમ માન...' જરી માન આવે, ધર્મી છે. છતાં એ જાણે છે, પ્રભુ! એ મારી ચીજ નહિ, હોં! આહા..! એ તો પારકી ચીજ આવીને દેખાવ ધ્યે છે. આહાહા..! જેમ ઘરમાં પોતે રહ્યો હોય અને કો'કની સ્ત્રી કે છોકરો આવીને આમ મોઢા આગળ આવી ચાલ્યો જાય, આમ બારણા પાસે, એમ આ ક્રોધનો અંશ પણ આવીને દેખાવ દે છે, (એ) મારી ચીજ નહિ. આહાહા..! આવું ઝીણું છે. આહા..! એટલે જ લોકો કહે છે ને, ‘સોનગઢ’વાળાનું એકાંત છે. વ્યવહારથી થાય એમ કહેતા નથી. અહીં તો પ્રભુ કહે છે કે, વ્યવહારનો રાગ આવે એ ધર્મી પોતાનો માનતો નથી. આહાહા..! પ્રભુ! વીતરાગમાર્ગ ઝીણો, પ્રભુ! આહાહા..! ત્રણલોકના નાથ મહાવિદેહમાં સીમંધર’ ભગવાન બિરાજે છે એના અહીંયાં વિરહ પડ્યા, વાણી રહી ગઈ. આહાહા..! હૈં? આહાહા..! સાક્ષાત્ ‘કુંદકુંદાચાર્ય’ ત્યાં ગયા હતા, આઠ દિ' ત્યાં રહ્યા હતા, આવીને આ વાણી બનાવી છે. આહાહા..! એના ટીકાકાર ટીકા ક૨ના૨ તો ગયા નહોતા પણ ઇ અહીં અંદર ભગવાન પાસે ગયા હતા. તેથી ટીકા બનાવી. આહાહા..! આહાહા..! આવું છે. કઈ જાતનો આવો ઉપદેશ? બાપુ! માર્ગ તો આ છે, ભાઈ!
વીતરાગ! વીતરાગનો માર્ગ વીતરાગ ભાવથી હોય. વીતરાગનો માર્ગ રાગથી હોય નહિ. તો એ વીતરાગમાર્ગ ન કહેવાય. એથી સમ્યગ્દષ્ટિ આત્માને વીતરાગસ્વરૂપે જ્યારે જાણે છે એથી પર્યાયમાં સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય પ્રગટ થઈ છે. એથી તે વીતરાગી પર્યાયથી વિરૂદ્ધનો માન કે ક્રોધ (આવે) એ એને પોતાનો માનતો નથી. આહાહા..!
માયા,... માયા પણ જરીક આવે. આહાહા..! પણ એ દેખાવ દઈને તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન જાણી (લ્યે છે), જાણે છે કે આ છે, બસ! એ છૂટી જાય છે. આહાહા..! આવું આકરું છે.
‘લોભ,...’ ઇચ્છા, કોઈ વૃત્તિ આવે. છતાં ધર્મી એને કહીએ કે જે ઇચ્છાને પણ પોતામાં ન લાવતાં એ મારું સ્વરૂપ જ નથી. એ લોભ મારું સ્વરૂપ નથી. મારી જાત નથી, મારી