________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને? રાગને ધર્મી જાણે છે. રાગ હું નહિ. હું છું ત્યાં રાગ નથી અને રાગ છે ત્યાં હું નથી. આહાહા...! આવી વાત. કયાં માણસને નવરાશ (છે)? આહાહા...!
પોતાના હિતને માટે વખત લેવો. વખત મળતો નથી, એમ કહે છે. મરવાનો વખત નથી, એમ (કહે). વેપારના ધંધામાં મશગુલ હોય (તો એમ કહે), અત્યારે તો મરવાનોય (વખત નથી). બાપુ દેહ છૂટવાના ટાણા આવશે, ભાઈ! એ ટાણે અકસ્માત્ આવીને ઉભો રહેશે. આહાહા.! એ દેહ, આમ બેઠા વાત કરતા કરતા છૂટી જશે. એમ નહિ કે ઇ કહેશે કે હવે હું છૂટું છું. આહાહા...! આ તો જડ છે, માટી છે, ધૂળ છે. એને છૂટવાનો સમય છે તે સમયે છૂટ્ય છૂટકો છે. એનો સમય છે. ભગવાનના જ્ઞાનમાં તો છે પણ પોતાની યોગ્યતા એમાં રહેવાની, શરીરમાં રહેવાની આટલી જ યોગ્યતા છે. આહાહા...! એટલી યોગ્યતામાં રહીને એ દેહ છૂટી જાય છે. આહાહા...!
અહીં કહે છે, પ્રભુ ધર્મી એને કહીએ. આહાહા.! જેને આત્માનું દર્શન થયું છે એને એ રાગ દયા, દાન, વ્રત, ભક્તિ, જાત્રાનો રાગ આવે પણ એ ધર્મી પોતાનો ન માને. આહાહા.! એ પોતાનો ન માને. જેમ આ માટી જડ ધૂળ છે, પર છે), એનું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે અને રાગનું અસ્તિત્વ જરી પર્યાયમાં દેખાય, છતાં તે અસ્તિત્વ તે મારું સ્વરૂપ નહિ. આહાહા...! ધર્મી એને કહીએ, સમ્યગ્દષ્ટિ ધર્મની પહેલી સીઢીવાળો એને કહીએ... આહા.. કે એ રાગને પણ પોતાની ચીજ ન માને. આહાહા.! ત્યાં વળી આ બાયડી, છોકરા મારા, બાયડી મારી ને છોકરા મારા, પ્રભુ! એ ધર્મી માને નહિ. આહાહા...! હમણા કહેશે ઈ. સમજાણું કાંઈ? આ દીકરો મારો છે ને આ દીકરી મારી છે કે આ મારી બાયડી. અરે..! પ્રભુ! કોની બાયડી? એનો આત્મા જુદો, એના શરીરના પરમાણુ જુદા, તારા ક્યાંથી આવ્યા એ? આહા! શું થયું તને, પ્રભુ! આહા..હા...!
અહીં કહે છે કે, ઈ સ્વપરને જાણે છે. આ જ પ્રમાણે “રાગ પટ બદલીને...” દ્વેષ આવે. દ્વેષ લેવો. છે? દ્વેષનો અંશ આવે તોપણ ધર્મી આત્માના આનંદના સ્વાદ આગળ, એ દ્વેષનો સ્વાદ આકુળતા છે માટે એ મારું સ્વરૂપ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? એ દ્વેષનો અંશ છે એ મારી ચીજ નહિ. હું તો પ્રભુ જ્ઞાયક ચૈતન્યજ્યોત અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર પરમાત્મા, એણે જે આત્માને જોયો એ આત્મા તો રાગ અને વિકાર રહિત પ્રભુ છે, તેને ભગવાને આત્મા જોયો છે. આહાહા...! એ ભગવાન પોતે કહે છે કે, ભાઈ! જે ધર્મી થાય તેને રાગ ને દ્વેષનો અંશ આવે, નબળાઈ છે તેથી, પણ એ મારો નહિ, મને નહિ, મને નહિ. હું એને અડતો નથી. આહાહા...! આવી વાત છે. સાંભળવા મળવી મુશ્કેલ પડે, બાપુ! શું કરે? આહાહા.! એ દ્રષ.
મોહ” આ મોહ એટલે મિથ્યાત્વ નહિ પણ પર તરફની જરી સાવધાની જાય જરી એ પણ હું નહિ. સમ્યગ્દષ્ટિ લેવો છે ને? મિથ્યાત્વ છે ઈ હું નહિ (લ્યો તો) મિથ્યાત્વ