________________
શ્લોક–૧૫૧
૩૯૭
થયો તેને રાગમાં મજા અને બહા૨માં મજા દેખાતી નથી. આહા..! ઇન્દ્ર છે, શક્રેન્દ્ર છે, સમિકતી છે, અનુભવી છે, કરોડો અપ્સરાઓ છે પણ (તેમાં) સુખબુદ્ધિ નથી. રાગ આવે છે તો કાળો નાગ જોવે છે. અરે......! અમે આ કયાં ચીજ (છીએ)? સમજાણું? નિર્જરાનો અધિકાર છે ને? જેને આત્માનું જ્ઞાન અને અનુભવ થયો તેને રાગની મીઠાશથી રાગ કરવો એ છે નહિ. ૫૨ની ક્રિયા, ભોગની તો હોતી નથી પણ રાગનું કરવું એ પણ તેની ઇચ્છાની, અભિલાષાથી રાગને કરવું છે નહિ. આહાહા..! ઝીણી વાત છે, પ્રભુ!
પદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે,..' આહાહા..! શરીર, સ્ત્રી, પૈસા-લક્ષ્મીને ભોગવવા એ તો ચોર છે. પોતાની ચીજને છોડીને ૫૨ચીજને ભોગવવી એ તો ચોર છે. અરે.....! આ શું પણ? સમજાણું? અન્યાયી કહેવામાં આવે છે.' આહાહા..! નિજ દ્રવ્ય છોડીને પદ્રવ્યને ભોગવવા એ અન્યાય ને ચોર કહેવામાં આવે છે. આહાહા..! અંદર આચાર્યોની ભાષા તો જુઓ! સંતો દિગંબર મુનિઓ આત્માના ધ્યાનમાં મસ્ત છે. વિકલ્પ આવ્યો ને ટીકા થઈ ગઈ. એ વિકલ્પના પણ કર્તા નથી. આહા..! ટીકાની અક્ષરની અવસ્થા છે, તેના તો કર્તા નથી, એ તો જડની પર્યાય છે. આહાહા..! કહે છે, ધર્મીને પરદ્રવ્યને ભોગવવું ખરેખર અન્યાય અને ચોર છે.
વળી ઉપભોગથી બંધ કહ્યો નથી...' સિદ્ધાંતમાં કહ્યું છે કે, જ્ઞાનીને ઉપભોગથી બંધ નથી, તો શાની ઇચ્છા વિના ૫૨ની બળજોરીથી ઉદયમાં આવેલાને...' આહાહા..! પોતાની ભાવના નથી પણ રાગ આવ્યો, કર્મના નિમિત્તને વશ થઈને રાગ આવ્યો, આહા..! એ પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે...’ છે. આહા..! ગધેડા ઉપર બેસાડે અને પછી ચલાવે તો ત્યાં બેસનારને એમાં ખુશી છે? સમજાણું? ‘દિલ્હી'માં કે બીજા કોઈ ગામમાં એવું બન્યું હતું. છોકરો કન્યા પરણવા ગયો, એવા લગ્ન પ્રસંગમાં કન્યાને આવવાનો સમય થયો તો તેણે માગણી કરી કે, આટલા પૈસા, આટલું ફલાણું આટલું આટલું (જોઈશે) અને (સામે) ગરીબ સાધારણ ઘર. હવે આટલી માંગણી કરી તો ગામના જુવાનિયાઓ ગધેડો લાવ્યા, ગધેડો અને તેને બેસાડીને ગામમાં ફેરવ્યો. માળા, ગધેડા જેવા, એની પાસે એટલા પૈસા નથી ને તું માંગે છો. તો એ ગધેડા ઉપર બેઠો એમાં ખુશી હશે! જુવાન છોકરાઓએ કરેલું. આ બન્યું છે. જુવાન છોકરો હતો, બહુ જોર કર્યું કે આટલા પૈસા લાવો, આટલું લાવો, એક હાર્મોનિયમ લાવો, એક ફલાણું લાવો, આટલા પૈસા લાવો, આટલા દાગીના લાવો. હવે ઘર સામાન્ય હતું એમાં આટલી માંગણી (કરી). જુવાનિયાઓએ ભેગા થઈને ગધેડા ઉપર બેસાડ્યો અને ગામમાં ફેરવ્યો. એમ અહીંયાં આત્મામાં અંદર રાગ આવ્યો. આહાહા..! એ ગધેડા ઉપર બેસનાર જેમ રાજી નથી, એમ (જ્ઞાની) રાગને કરવામાં રાજી નથી. સમજાણું? ભાઈ! માર્ગ જુદો છે. આ તો અલોકિક ચીજ છે.
તીર્થંકર જિનેશ્વરદેવ ત્રિલોકનાથ મહાવિદેહમાં બિરાજે છે. પરમાત્મા સીમંધરસ્વામી’