________________
૩૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પાંચસો ધનુષનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે, ભગવાન બિરાજે છે. આ કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, ત્યાંથી આ સંદેશા લાવ્યા. આહા! પોતે અનુભવી, સમિકતી મુનિ સંત અંતર આતમજ્ઞાની હતા પણ ત્યાં ગયા હતા તો વિશેષ નિર્મળ જ્ઞાન થયું અને આવીને આ શાસ્ત્ર બનાવ્યા કે ભગવાનનો આ સંદેશ છે. અહીંયાં પણ પતિ કે પિતા બહાર ગયા હોય અને પાછા આવ્યા હોય તો કહે, મારી માટે શું લાવ્યા? એમ ભગવાન પાસે ગયા હતા. તો અહીંના મનુષ્યો કહે છે, પ્રભુ! ત્યાંથી આપ શું લાવ્યા? કે, આ લાવ્યો.
જેને આત્માનો ધર્મ, દૃષ્ટિ પ્રગટ થઈ તે ધર્મી ભલે ગૃહસ્થાશ્રમમાં હો, ચક્રવર્તીના રાજ હો, આહાહા.! છતાં એ રાગ પોતાની ભાવના વિરુદ્ધ બળજરીથી આવે છે, પોતાની નબળાઈથી (આવે છે). તે બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે...” છે. ત્યાં તેને બંધ કહ્યો નથી.” જ્ઞાનીને રાગ આવે છે, તેનો સ્વામી નથી, તેની મીઠાશ નથી તો તેને બંધ કહ્યો નથી. અલ્પ બંધ અને સ્થિતિ થાય છે તેને ગૌણ કરીને બંધ કહ્યો નથી. આહાહા...! ચૈતન્ય ભગવાન ઉપર આરૂઢ છે, આહાહા...! પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર આત્મા, એ ચૈતન્યમાં આરૂઢ છે તેને રાગમાં આરૂઢ થવું એ ઠીક પડતું નથી પણ પરાધીનપણે આવે છે, ભોગવે છે (તેની) નિર્જરા થઈ જાય છે. આહાહા...! ઝીણી વાત, બાપુ
વીતરાગ માર્ગ, જિનેશ્વરમાર્ગ એવો માર્ગ બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સિવાય ક્યાંય છે નહિ. બધાએ કલ્પનાથી ધર્મ મનાવ્યો છે. આ તો ત્રણલોકનો નાથ જિનેશ્વર વીતરાગ પરમાત્મા, એમણે ત્રણકાળ ત્રણલોક જોયા અને જેવુ વસ્તુનું સ્વરૂપ હતું તેમ જાણ્યું અને તેને કહ્યું. પ્રભુ! જ્યાં સુધી રાગની મીઠાશનો ભાવ તને છે ત્યાં સુધી તું મિથ્યાદૃષ્ટિ છે. અને રાગથી ભિન્ન નિજ સ્વભાવના આનંદની મીઠાશ આવી તો તેને રાગનો સ્વાદ ઝેર જેવો લાગે છે. આહાહા.! જેણે દૂધપાકનો સ્વાદ લીધો, એને કાળીજીરીનો સ્વાદ. કાળીજીરી હોય છે ને? કડવી. કડવી. શું કહે છે? કાળીજીરી કહે છે? કડવી ઝીણી (હોય). તેનો સ્વાદ મીઠો નથી લાગતો. એમ ધર્મીજીવ, જેને આત્માનો અનુભવ અને ધર્મદષ્ટિ થઈ છે, સમ્યગ્દર્શન થયું છે, આહાહા...! અને ન હો તો પ્રથમ એ કરવું, એ છે. સમજાણું?
સમકિતદૃષ્ટિને સિદ્ધાંતમાં ભોગને બંધનું કારણ નથી કહ્યું. તેનું કારણ એ છે કે, એ રાગની અંદર ભાવના નથી. રાગ તો બળજોરીથી ઉદયથી આવે છે પણ તેની મીઠાશ નથી, તેની સુખબુદ્ધિ તેમાં નથી, રાગમાં સુખબુદ્ધિ નથી. આહાહા. જો પોતે ઇચ્છાથી ભોગવે....” ઇચ્છા કરીને ભોગવે), કામાચારી આવ્યું હતું ને? કળશમાં કામાચારી (આવ્યું હતું. ઇચ્છાથી
ભોગવે તો તો મિથ્યાષ્ટિ છે. “પોતે અપરાધી...' છે. આહાહા...! “ત્યાં બંધ કેમ ન થાય?’ ઇચ્છાથી, મીઠાશથી રાગને, વિકારને, ભોગને ભોગવે તો તેને મિથ્યાત્વનો બંધ કેમ ન થાય? આહાહા...! સમજાણું? અને સમ્યગ્દષ્ટિને તો મીઠાશ છે નહિ. નિજ ચૈતન્યની મીઠાશ આગળ રાગની મીઠાશ ઝેર જેવી દેખાય છે, કાળો નાગ આવે ને જેમ ભાગે (તેમ છે). આહા.!