________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭ નહિ આવે). આહાહા...! એ નરકના દુઃખો. આહાહા...! કેવું “વિષપહાર'? હેં? “વિષપહાર'. કેવા મુનિ? “વાદિરાજ. “વાદિરાજ મુનિને જ્યારે શરીરમાં કોઢ (થયો) છે પછી ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ ! હું ગયા કાળના દુઃખને જ્યાં સંભારું છું ત્યાં મને ઘા વાગે છે. “ચંદુભાઈ વિષપહાર' સ્તુતિ છે ને? આચાર્ય છે. કોઢ શરીરમાં થયો છે, પછી તો કુદરતી શરીર બદલી જાય છે. એમ કહે છે, પ્રભુ ! આહાહા...! હું ગયા કાળના નરક અને નિગોદના દુઃખને જ્યાં યાદ કરું છું ત્યાં આયુષના... શું કહેવાય? આયુધ... આયુધ. આયુધનો ઘા વાગે છે, પ્રભુ ! એમાં મને પરમાં હોંશું ક્યાંથી આવે? નરકની દસ હજાર વર્ષની સ્થિતિનું એક ક્ષણનું દુઃખ, અહીં એક અગ્નિ, તાપ આકરો આવે ત્યાં પંખા નાખો, હવા નાખો. અર..૨.૨...! એથી તો અનંત અનંત ગુણી પીડા પહેલી નરકે (ભોગવી). ભાઈ ! અગ્નિથી શેકાય ગયેલો અને આયુષ્ય તૂટે નહિ, આયુષ્ય પૂરું થાય નહિ. ભાઈ ! એવા તે તેત્રીસતેત્રીસ સાગર કાઢ્યા છે, બાપા ! એ શીતવેદના... આહાહા. જેમાં લાખ મણનો લોઢાનો ગોળો, લુહારના જુવાન છોકરાએ ઘડી ઘડીને મજબૂત કર્યો હોય એ સાતમી નરકના નારકીની શીતવેદનામાં લાખ મણનો ગોળો મૂકો તોપણ એક ઘડીએ જેમ ઘી ઓગળી જાય (એમ ઓગળી જાય). આહાહા...! અગ્નિના જેમ... શું કહેવાય છે? અગ્નિનું. ફોટાડો ! અગ્નિના ફોટારામાં જેમ અગ્નિ મૂકે એમ ત્યાં એક ક્ષણમાં લાખ મણનો લોઢાનો ગોળો શીતની વેદનામાં ઓગળીને ગળી જાય છે. પ્રભુ ! તેં તેત્રીસ સાગર અનંતા ત્યાં કાઢ્યા છે. આહા..હા...!
મુમુક્ષુ - મુનિઓ એવી પર્યાયને યાદ કરતા હશે?
ઉત્તર :- આમાં યાદ કરે છે. પોતે વૈરાગ્ય માટે યાદ કરે છે. વૈરાગ્ય માટે કરે છે ને. આહાહા...! અમને ક્યાંથી પરમાં હોંશ આવે? પ્રભુ ! એમ. અમે આવા દુઃખને જ્યાં યાદ કરીએ છીએ ત્યાં કોઈપણ આબરૂ, વખાણ કરે, પ્રશંસા કરે, અમારું મન ત્યાં કયાંય જાય નહિ. ક્યાંય ખેંચાતું નથી, લલચાતું નથી, આહા...! એમ કહે છે. એ તો વૈરાગી મુનિ સંત છે. એ તો જરી રાજાને કહેવાય ગયું હતું કે, તમારા ગુરુને તો કોઢ છે. આવા તમારા ગુરુ કોઢ(વાળા)? ગુરુ આવા પવિત્ર કહેવાય એને કોઢ? શ્રાવક કહે, મહારાજ ! મારા ગુરુને કોઢ નથી, એમ બોલાય ગયું. આહાહા.! એણે ગુરુ પાસે જઈને) કહ્યું, પ્રભુ ! મારાથી આમ બોલાય ગયું છે. બાપુ ! સારું થાશે. ભગવાનનો માર્ગ છે. આહાહા...! પછી આમ સ્તુતિ ઉપાડી. પ્રભુ ! તમે જ્યાં પધારો ત્યાં દેવ આવીને તમારી માતાની એવી સ્થિતિ કરે જાણે આમ પલંગમાં સૂવાડ્યા હોય, બેઠા હોય અને તમે જે ગામમાં આવો તે ગામમાં સોનાના ગઢ અને રતનના કાંગરા થાય, પ્રભુ ! અને તમારી આ સ્તુતિ કરીએ અને આ શરીરમાં આવું રહે. પ્રભુ ! ન રહી શકે. એ.ઈ...! આહાહા...! અને કુદરતે પુણ્યનો યોગ એટલે બન્યું. હૈ?
મુમુક્ષુ :- ભગવાન મટાડવા ન આવ્યા?