________________
૩૩
ગાથા ૧૯૪
એક જણાનો કાગળ આવ્યો છે. ટ્રસ્ટ ઉપર કાગળ છે. ગામમાં અમારું એક જ ઘર છે દિગંબરનું, શ્વેતાંબરના ૩૫ ઘર છે. મંદિર નથી. ચૈત્યાલય કરાવો. “સોનગઢ'ના ટ્રસ્ટ તરફથી અમને મદદ મળવી જોઈએ. કહો, હવે પૈસાની મદદ માંગે. “નિમચ છે, “નિમચ ગામ. કાલે આવ્યો છે. કહો, હવે અહીંથી પૈસાની મદદ માગે. આહાહા...! અહીં તો કહે છે કે, રાગનો શુભભાવ, એની પણ મદદ ઇચ્છ... આહાહા...! તે કર્મબંધનને કરે છે. આહાહા...!
મુમુક્ષુ :- “સોનગઢ ધર્મનું કલ્પવૃક્ષ છે.
ઉત્તર :- પૈસા આપનાર “રામજીભાઈ પાસે પૈસા પડ્યા છે. અત્યારે તો “રામજીભાઈ પ્રમુખ તરીકે કર્તા-હર્તા છે ને? એની પાસે માંગે. આહા...! નામ છે એમાં કાંઈક, મુખ્ય માણસ.
મુમુક્ષુ :- સોનગઢ પાસે ઘણા પૈસા છે એવી આબરૂ છે.
ઉત્તર – વાત સાચી. અરે..! પ્રભુ ! આબરૂ બાપા ! કોને કહેવાય? આહાહા.! આબરૂની પર્યાય બાપા ! એની સામું જોવું નથી. આહાહા...! આજે બપોરે ફરીને આવશે. ૧૧૪ ગાથા. પરદ્રવ્યને તો જોવાની વાત જ મૂકી દે, કહે છે. તારામાં પર્યાય અને દ્રવ્ય બે છે, એમાં પર્યાયચક્ષુ બંધ કરી દે. પછી પર્યાયને ઉઘાડવાનું પછી કહેશે. પહેલી પર્યાયચક્ષુ બંધ કરીને દ્રવ્યચક્ષને (ઉઘાડી જો). પછી કહેશે, દ્રવ્યચક્ષુ બંધ કરીને પર્યાયને જો. એટલે શું? જે સમ્યકજ્ઞાન થયું છે એ દ્વારા પર્યાયને જો. આહાહા...!
મુમુક્ષુ :- બેય આંખથી તો આત્માનો સારો (આખો) વૈભવ નજર આવે.
ઉત્તર :- બેય આંખથી તો પ્રમાણ જણાય, એ પણ આવશે. એમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે પ્રમાણ તે પૂજ્ય નથી. “ચંદુભાઈ આવે છે ને? આહાહા...! આવશે. બેય આંખથી જોવું. એ તો જ્ઞાન કરાવવા આવશે. પણ પહેલું દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું અને પર્યાયનું જ્ઞાન થાય, એ બેયને જોવે તો એને પ્રમાણજ્ઞાન કહેવાય. પણ જ્યાં હજી દ્રવ્ય પોતે જ શું છે? આહા! સ્વને જાણ્યા વિના પરને જાણવાનો વિકાસ ઉઘડ્યો જ ન હોય. આહાહા...! સ્વને જાણ્યા વિના પરને જાણવાનો વિકાસ ઉઘડ્યો જ ન હોય. અને જાણતા પરને જાણવાનો વિકાસ ઉઘડેલો હોય છે. આહાહા.! આકરી વાત છે, ભાઈ ! આહાહા.! જુઓને આ બપોરે પડવાનું છે એટલે લોકોમાં ગભરાટ... ગભરાટ થઈ ગયો છે. અહીં ગામમાં પણ કહે છે એમ થઈ ગયું છે. ભાવનગર’ પડવાનું છે તો અહીં આવે તો? સારું ખાય લ્યો! કહો ! ખાવું હોય ઈ ખાય લ્યો.
મુમુક્ષુ :- “સોનગઢમાં તો દૃષ્ટિનો બોંબ ફોડે તો મિથ્યાત્વનો ભૂક્કો થઈ જાય.
ઉત્તર :કાંઈ નવી ચીજ છે જ ક્યાં બહારમાં? આહાહા...! જેને રાગ અડતો નથી એને પરદ્રવ્યને અડવું એ વાત (ક્યાંથી હોય)? અભવીને પણ પરદ્રવ્ય અડતું નથી. આહાહા.! આવી ચીજ છે. મોંઘી પડે પણ પ્રભુ કર્યો છૂટકો છે. આ કર્યા વિના ભવના ભ્રમણના અંત