________________
૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ પોતાની પર્યાયને જોવાની જે વાત છે, અરે...! ભલે સિદ્ધ પર્યાય હોય, સાધકને નથી પણ સિદ્ધપર્યાય થશે એનું પણ લક્ષ અત્યારે નથી. પર્યાય લક્ષ છોડી દઈને... આહાહા..! દ્રવ્યને ઉઘડેલા જ્ઞાન વડે જોતાં. આહાહા..! પર્યાયચક્ષુ બંધ થઈ છે એટલે દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે. આહાહા..! સમજાય છે? તેથી પરદ્રવ્યને ભોગવતાં, એમ નિમિત્તથી કથન છે. ૫રદ્રવ્ય ઉ૫૨ લક્ષ જાય છે એટલે પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા..! બાકી પરદ્રવ્યની પર્યાય અને સ્વદ્રવ્યની પર્યાય વચ્ચે તો મોટો કિલ્લો છે).
‘નિયમસાર’માં આવે છે. એક ફેરી રાત્રે કહ્યું હતું. આત્મા નિર્ભય છે. ‘નિઃઠંડો, નિઃદંદો’ આવે છે. એમાં એવું આવે છે કે, આત્મા મહા દુર્ગ – કિલ્લો છે, જેમાં પર્યાયનો પ્રવેશ નથી. એવો જે ભગવાન દુર્ગં કિલ્લો તે અભય, નિર્ભય છે. આહાહા..! ભગવાનઆત્મા નિર્ભય છે. ‘નિયમસાર’માં (૪૩ મી ગાથામાં) આવે છે, ગાથાઓમાં આવે છે ને? ગિદંડો વિંદ્દો નિમ્યો' આહાહા..! એ દુર્ગ કિલ્લો જેમાં પર્યાયનો પ્રવેશ નથી તો રાગની તો વાત જ શું કરવી? કહે છે. આહાહા..! એવો એ ભગવાન નિર્ભય પ્રભુ છે. નિર્જરાનો જે નિઃશંક અને નિર્ભયતા એ પર્યાયમાં છે, આ વસ્તુમાં છે. શું કીધું? સમજાણું? નિર્જરામાં જે નિઃશંક કહ્યું એનો અર્થ નિર્ભય કહ્યો, એ પર્યાયમાં છે. આ તો વસ્તુ જ નિર્ભય છે તો પર્યાયમાં નિર્ભયતા આવે છે. આહાહા..! સમજાણું કાંઈ?
પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે.’ આટલું અહીં મૂકયું. શાતાઅશાતાનું ન મૂક્યું. નિયમથી ઉત્પન્ન થાય છે.’ મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્દષ્ટિને, બેયને. બેયને. આહાહા..! મિથ્યાદષ્ટિને રાગાદિને લીધે...’ પર્યાયબુદ્ધિમાં રાગની રુચિના પ્રેમમાં પડ્યો તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે...’ એ વેદનનો ભાવ નવું બંધન કરીને ખરે છે. આહાહા..! એથી ખરેખર ખરે છે એમ કહેવાતું નથી. નિર્જરે છતાં નિર્જરા કહેવાતું નથી. આહાહા..! તેથી તેને નિર્જ્યો કહી શકાતો નથી,...’ છે? આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદૃષ્ટિને પદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે.’ આહાહા..! ૫દ્રવ્ય ભોગવતાં એટલે પરદ્રવ્યના લક્ષમાં આવતાં એ ભાવને ભોગવતા બંધ જ થાય છે, એમ. આવી ઝીણી વાતું. ક્રિયાકાંડના રસિયાને એકાંત લાગે, ચારે કોર રાડ્યું પાડે છે. ‘સોનગઢ’ એકાંત છે, એકાંત છે, એકાંત છે. પાડે, રાડ્યું પાડે તો એની પાસે રહ્યું. આહા..!
મુમુક્ષુ :– ઘરમાં લગન હોય એને ન ખબર હોય તો ૨ાડ્યું પાડે.
-
ઉત્તર :– એની પર્યાયનું ભાષાનું ત્યાં પરિણમન હોય. એ સમયની પર્યાય જ પરિણમનની હોય એમાં ઇ શું કરે? એ તો પોતાના ભાવને કરે, ભાષા તો (શું કરે)? આહાહા..! આવી વાત આકરી પડે. ઇ કરતાં વ્રત કરવા ને તપસ્યા કરવી ને અપવાસ કરવા, ભક્તિ કરવી, મંદિર કરવા, પાંચ-પચાસ લાખના દાન દેવા એક હારે બધું. (એ બધું સહેલું લાગે).