________________
४८०
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અંતરની જ્ઞાનની કળાથી કળાય એવો છે. આહાહા...! એવો જે અકસ્માત, જેમાં કોઈ છે નહિ, એવી ચીજની જેને દૃષ્ટિ થઈ એને અકસ્માત ભય લાગતો નથી. આહાહા.!
જુઓને આમ કેટલા બેઠા હશે, સાડા ત્રણ વાગે તો. કોઈ ખાવા, કોઈ પીવા, દસ વાગે ખાધું હોય પછી એ વખતે જરી ડુંગુ કરે ને ફલાણું કરવા બેઠા હોય ને એમાં એકદમ પાણી. તણાઈ ગયા. આહાહા...! કોક કહેતું હતું, અઢી વાગે બે જણ બહારથી આવ્યા, બાયડી-ભાયડો અઢી વાગે પરદેશમાંથી આવ્યા. અંદર ગર્યા ભેગા સાડા ત્રણે તણાઈ ગયા. પરદેશમાંથી બાયડી, ભાયડો બે બિચારા આવ્યા, “મોરબી’. એમ કોક કહેતું હતું. ફૂલચંદભાઈ'. ઈ અંદર ગર્યા ત્યાં સાડા ત્રણ વાગે પાણી આવ્યું. હવે જુઓ! દેહ છૂટવાનો પ્રસંગ ત્યાં છે. પરદેશમાંથી બિચારા કેટલે વર્ષે આવ્યા. અઢી વાગે આવ્યા ત્યાં સાડા ત્રણે તો બેય ખલાસ. આહાહા...! પણ એ તો બહારની સ્થિતિ, એને અકસ્માત લાગે છે. ખરેખર તો એ અકસ્માતેય નથી બહારમાં. તો ભગવાન આત્મામાં) અણધારી કોઈ આવી પડે એવી કોઈ વસ્તુ એમાં છે નહિ. આહાહા...! - સચ્ચિદાનંદ પ્રભુ, સત્ ચિત્ જ્ઞાન આનંદ સ્વભાવ પ્રભુ, એ ચીજમાં કોઈ અણધાર્યું કે અકલ્પનિક-કલ્પનામાં ન હોય ને આવી પડે એવી કોઈ ચીજ છે નહિ. આહાહા.. તેથી ધર્મીને અકસ્માતનો ભય ક્યાંથી બને? આહાહા...! ભય ક્યાંથી હોય? તે તો...” “સ: એટલે તે. ‘સ્વયં સતત પોતે જ નિરંતર નિઃશંક વર્તતો થકો... જુઓ આ ધર્મ. આ સમકિતીનું નિઃશંક આચરણ, પર્યાયનું આચરણ. નિઃશંકિત પર્યાયનું આચરણ. ત્રિકાળી છે તેની દૃષ્ટિ
છે તેથી પર્યાયમાં નિઃશંકનું આચરણ પ્રગટ્યું છે. નિર્ભયનું પર્યાયમાં આચરણ પ્રગટ્યું છે. વસ્તુ તો નિર્ભય છે. આહાહા...! પણ એ નિર્ભય ચીજ જ્યાં દૃષ્ટિમાં, અનુભવમાં આવી તો પર્યાયમાં પણ નિર્ભયતા પ્રગટ થઈ. આહાહા...! શું કહ્યું છે? વસ્તુ પોતે નિર્ભય અકસ્માત એમાં થાય એવી કોઈ ચીજ નથી. સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ, આહાહા..! તો એનું જેને જ્ઞાન ને શ્રદ્ધા થઈ અને એટલે અંશે સ્થિરતા પણ થઈ તે પર્યાયમાં પણ અકસ્માત કાંઈ નથી. આહાહા..! સમજાણું કાંઈ? એ નિર્ભય છે. વસ્તુ જેમ નિર્ભય છે, નિઃશંક છે તેમ તેનું જ્ઞાન ને શ્રદ્ધા કરનાર પણ નિર્ભય અને નિઃશંક છે. આહાહા..! આવી વાતું છે.
તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો...... નિઃસંદેહ, નિર્ભય, ભગવાન પૂર્ણાનંદનો નાથ જ્યાં આશ્રયમાં લીધો, એનું જ્યાં અવલંબન લીધું, આહાહા...! જેને પુષ્ય ને પાપ આદિ પરના આલંબન છોડી દીધા અને ભગવાનના જેને ભેટા થયા, પામરના ભેટાને છોડી દીધા. આહાહા...! પરમાત્મસ્વરૂપ પ્રભુ પોતે આત્મા, એની જેને દૃષ્ટિ ને જ્ઞાનમાં ભેટા થયા એ તો “સતતં નિઃશંક વર્તતો થકો. આહાહા! સહજ જ્ઞાનને સદા અનુભવે છે.” ઊંઘે છે એમાં શું? ઊંઘે છે એ તો બહારની પર્યાય (છે), એમાંય સતત જાગૃત દશાનું જ પરિણમન છે. આહાહા...! સમજાણું કાંઈ?
જે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એનું જે પરિણમન થયું એ પરિણમન તો નિંદ્રામાં પણ