________________
શ્લોક-૧૬૦
૪૮૧
કાયમ રહે છે. આહાહા..! એ તો ‘સતતં’ કહ્યું ને? નિરંતર નિઃશંક વર્તતો થકો...’ પર્યાયમાં નિરંતર નિઃશંક વર્તતો થકો. આહાહા..! ચાહે તો નિંદ્રાનો કાળ હોય, ચાહે તો લડાઈનો કાળ હોય. આહાહા..! એ પોતે નિઃશંક વર્તતો થકો, સહજ જ્ઞાનને...' ત્રિકાળી જ્ઞાનને. ત્રિકાળી આત્માને સદા અનુભવે છે.’ એ પર્યાય. ત્રિકાળી શાયક ભગવાનનો આશ્રય લીધો છે, દૃષ્ટિ કરી છે તેથી તેના આશ્રયમાં તેને જ તે સદા અનુભવે છે. આહાહા..! આવી વાતું હવે. હવે અહીં તો લોકોને વ્યવહારધર્મ અણુવ્રત ને મહાવ્રત ને સમિતિ ને ગુપ્તિ, એમાં અટકે. એ તો વિકલ્પ છે એને વ્યવહારધર્મ તો આ નિશ્ચયધર્મ પ્રગટ્યો છે તેને ઓલો આરોપથી વ્યવહારધર્મ (કહ્યો). છે તો એ અધર્મ, ધર્મ નથી. આહા..! ધર્મ હોય તો છૂટી ન જાય. ધર્મ હોય તો તો સિદ્ધમાં પણ રહે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જો ધર્મ હોય તો એ તો સિદ્ધમાંય રહે છે. જો એ (વ્યવહારધર્મ) ધર્મ હોય તો સિદ્ધમાં પણ રહેવો જોઈએ. સત્ય બોલવું, સમિતિ-ગુપ્તિમાં રહેવું તો એ તો એને ત્યાં છે નહિ. આહાહા..!
ધર્મી જીવ તો એને કહીએ કે જેણે આત્માના સ્વભાવની ત્રિકાળી દૃષ્ટિથી અનુભવ કર્યો છે, આહાહા..! તેની સત્તાનો પૂર્ણનો સ્વીકાર થયો છે. તેને એ સત્તામાં જેમ ભય ને શંકા નથી તેમ તેની દશામાં પણ શંકા ને ભય નથી. આહાહા..! સમજાણું કાંઈ? આવી વાતું છે. આહા..! તે તો જ્ઞાનને... એટલે આત્માના સ્વભાવને, જ્ઞાન એટલે આત્મ સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, તેને સદા અનુભવે છે.' આહાહા..! એક તો નિરંતર કહ્યું, સ્વયં પોતે, નિરંતર અને અહીં સદા કીધું પાછું. એટલે ત્રિકાળ એનો ભાવ નિરંતર વર્તે છે. આહાહા..!
ભાવાર્થ :- ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ...' ઇષ્ટ નથી એવું અપ્રિય. એકાએક ઉત્પન્ન થશે તો?” આહાહા..! આમ બેઠો હોય ખાવા અને સર્પ કોઈ કાળો નાગ આવે તો? અરે..! લગન વખતે, એક પતિ-પત્નીના લગન થતા હતા અને આમ હાથ કરવા જાય ત્યાં નીચે મોટો સર્પ ક૨ડ્યો, વ૨ ન્યાં મરી ગયો. નાશવાનમાં શું હોય? બાપુ! ઇ અકસ્માત નથી, હોં! આમ અંદર હેઠે પગ હોય અને આમ માથે આમ હાથ કરીને બેઠા હતા, ત્યાં એ મોટો નાગ હતો. વ૨ને અંગુઠે કરડ્યો, એવો નાગ આકરો (હતો કે), ત્યાંને ત્યાં ઢળી પડ્યો, મરી ગયો. આ દશા. કેટલી હોંશું હશે! જાણે આહાહા..! અરે..! શેની હોંશું? ભાઈ! નાશવાનની હોંશું શેની? પ્રભુ! આહા..! નાશવાનની હોંશમાં અવિનાશી હણાય જાય છે. આહાહા..! સમજાણું કાંઈ?
અહીં તો નિરંતર સદા, બે શબ્દ વાપર્યાં છે ને? સતતં સ્વયં સહપ્ન સવા અનુમવતિ’ આહાહા..! જ્યાં જેને આત્મસ્વભાવ શુદ્ધ ચૈતન્યઘન, એની જ્યાં દૃષ્ટિ અને અનુભવ થયો છે તે ધર્મી, એ સમકિતી. તેને નિરંતર સદા, નિરંતર (એટલે) કાયમ, સદા (એટલે) ત્રિકાળ. આહાહા..! તેનો અનુભવ વર્તે છે. અનુભવે છે. આહાહા..! ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે :- આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ,...’ ભગવાન જ્ઞાનસ્વરૂપી જે ચીજ છે, જ્ઞાન એટલે આ લૌકિક નહિ,