________________
૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જ્ઞાન સ્વભાવ જ એનો છે. જેમ સાકરનો ગળપણ સ્વભાવ, કાળીજીરીનો કડવો સ્વભાવ, મીઠાનો ખારો સ્વભાવ એમ ભગવાનનો જ્ઞાનસ્વભાવ જ ત્રિકાળ છે. આહાહા...! જ્ઞાનસ્વભાવ. વસ્તુ સ્વભાવી અને આ સ્વભાવ. એ જ્ઞાનસ્વભાવ નિત્ય છે. આહાહા...! આને શોધવા ન જતાં બહારમાં શોધ્યા કરે. જ્યાં ભગવાન પડ્યો છે ખાણ, આહાહા...! કહે છે કે એવા ભગવાન આત્માને જેણે જાણ્યો કે આત્માનું જ્ઞાન પોતા થકી સિદ્ધ છે. પોતા થકી જ છે. એટલે એમાં કંઈ પરથી નથી. તે અનાદિ છે, અનંત છે, અચળ છે અને એક છે. આહાહા..!
‘તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી...” એકમાં બીજો કોઈ ઉદય આવીને થાય એમ છે નહિ. અહીં છે ને? મૂળ પાઠમાં છે ને? “દ્વિતીયોદય: ન’ મૂળ પાઠ છે ને? એનો સાદી ભાષામાં અર્થ કર્યો છે. આહાહા...! પોતે જ સ્વયંસિદ્ધ ભગવાન નિત્યાનંદ પ્રભુ, તેમાં બીજાનો ઉદય આવીને કાંઈ ડખલ કરે, એવી ચીજ છે જ નહિ. આહાહા.! એ પાણીમાં શરીર તણાતું હોય ને, પણ ધર્મીનો આત્મા તો જે શુદ્ધ ચૈતન્ય છે તેનો એમાં નિરંતર અનુભવ છે. એટલે કે જ્ઞાનસ્વભાવની, જ્ઞાતા-દષ્ટાની પર્યાયથી ચળતા જ નથી. આહાહા...! માટે તેમાં બીજું કાંઈ ઉત્પન થઈ શકતું નથી, માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને?’ આહાહા...!
‘આવું જાણતા જ્ઞાનીને ધર્મીને પણ ધર્મી એટલે? જેણે જ્ઞાનસ્વભાવી ભગવાનને જેણે જાણ્યો ને અનુભવ્યો ને માન્યો. એ ત્રણ થયું. જાણ્યો, માન્યો અને અનુભવ્યો એટલે સ્થિરતાનો અંશ ભેગો (છે). આહાહા...! ભગવાન પૂર્ણાનંદનો નાથ જેણે જાણ્યો, માન્યો ને અનુભવ્યોસ્થિર થયો એવો જે ધર્મી, એને ધર્મી કહીએ. આહાહા..! બહુ પૂજા કરે ને ભક્તિ કરે ને મંદિરો બનાવે ને દાન બહુ મોટા કરે માટે ધર્મી એમ નથી, અહીં કહે છે. આહાહા...! એ તો પોતાના સ્વભાવમાં આમ જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી....... આહાહા.!
એટલે પહેલામાં પહેલું કરવાનું તો આ છે. લાખ વાતને મૂકી દઈને એક ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, તેમાં સન્મુખ થઈને અનુભવ કરવો એ પહેલામાં પહેલું કરવાનું છે. આહાહા.! અને એનું નામ સમ્યગ્દર્શનની–ધર્મની શરૂઆત છે અને તે સમ્યગ્દર્શન સિદ્ધમાં પણ તે રહે છે. આહા.! કેમકે એ ધર્મ છે તો ધર્મ તો ત્યાં સિદ્ધમાંય રહે છે. આહા...! તેથી તિર્યંચનું સમકિત અને સિદ્ધનું સમકિત સરખું કહ્યું. આહાહા.! અણુવ્રત ને મહાવ્રતના પરિણામ એ કંઈ આત્મામાં ધર્મ નથી. એ તો છૂટી જાય છે), તે સિદ્ધમાં રહેતા નથી. કેમકે એ આત્માનું સ્વરૂપ હોય તો સિદ્ધમાં રહે. એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. આહાહા...! આકરું કામ બહુ ધર્મ વીતરાગનો બહુ દુર્લભ છે, ભાઈ! અશક્ય નથી. બહારથી બધું સંકેલીને અંદરમાં જાવું, ગુફામાં જેમ જાવું એમ બધું બહાર પડ્યું રહે. વાસણ લાવ્યો હોય, વાહન લાવ્યો હોય એ બધું બહાર પડ્યું રહે. ગુફામાં કાંઈ ગાડું ગરે ન્યાં? આહા. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવની ગુફામાં પ્રભુ પડ્યો છે, આહાહા.! એ બધા વિકલ્પો મૂકીને અંદરમાં જઈ