________________
શ્લોક-૧૬૦
૪૮૩
શકશે. સમજાણું કાંઈ? અને એવી ચીજને જ્યાં જાણી એને હવે ભય શા? આહા.! નિત્યાનંદમાં અણધારી ચીજ શું આવે કે જેથી એને ભય લાગે. આહા...!
આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક...” આ તો મૂળ ચીજ છે ને એટલે ઝીણી પડે જરી, બાપા! આહાહા...! નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને” જ્ઞાનસ્વભાવને. રાગભાવ એનો સ્વભાવ નથી. આહાહા! “જ્ઞાનસ્વભાવને નિરંતર અનુભવે છે.” આહાહા.! “આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.”
પ્રશ્ન :- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે...” પ્રશ્નકાર કહે છે. અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે...” એને ભયપ્રકૃતિનો ઉદય હોય, પ્રકૃતિ છે એટલે અંદર ભય પણ થાય છે, એમાં જોડાય છે એટલે. છે? ‘અને તેમને ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે...” નિમિત્તે એમ. ઓલો પ્રકૃતિનો ઉદય છે, એમાં જોડાય છે, એથી સમકિતીને પણ ત્યાં ભય તો છે, કહે છે. અને તમે કહો છો કે સમકિતી નિર્ભય અને નિઃશંક (છે). સાંભળ, ભાઈ! આહા.! “તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે;” નિમિત્તે (કહ્યું છે), જોયું? ઓલો પ્રકૃતિનો ઉદય છે એ તો નિમિત્તમાત્ર છે. એથી આત્માને વિકાર કરે જ એવું નથી. એ નિમિત્તમાં જોડાય છે એટલે ભયાનો) ભાવ થાય છે. થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?’ આ રીતે તો છે. સમકિતીને આત્મજ્ઞાન થયું, દર્શન થયું અને ભયપ્રકૃતિનો ઉદય નિમિત્તમાં છે, તેમાં જોડાણ થાઈને ભય પણ થાય છે. ત્યારે તમે કહો કે નિર્ભય છે, એ શી રીતે મેળ ખાય? એમ શિષ્યનો પ્રશ્ન છે).
સમાધાન :- ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી...” નિમિત્તથી, હોં! પણ નિમિત્તથી એટલે એનાથી એમ નહિ. અરે...! “જ્ઞાનીને ભય ઊપજે છે. એ પોતાની પર્યાયમાં ભય ઊપજવાનો કાળ છે તેથી ભય ઊપજે છે. એ કર્મ તો નિમિત્ત માત્ર (છે). નિમિત્ત એ કરતું નથી, નિમિત્તને લઈને થતું નથી. આહાહા...! ભાષા આવી આવે ત્યાં પકડે, જુઓ! નિમિત્તથી થાય છે. પણ એ તો ભય થવા કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવ્યું. આહાહા! બહુ ફેર. ભય પણ ષકારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પ્રકૃતિને કારણે નહિ. આહાહા..! ધર્મીને પણ પર્યાયમાં વિકૃત જે ભય છે, એ ષકારકથી પરિણમતી ભયદશા થાય છે. ભયનો કિર્તા ભય, ભયનું કારણ ભય, ભયનું સાધન ભય, ભયના ષષ્કારક ભય. આહાહા.! એવું એને છે.
વળી અંતરાયના પ્રબળ ઉદયથી.” ભાષા આવી. “અંતરાયના પ્રબળ ઉદયના નિમિત્તથી નિર્બળ હોવાને લીધે... એ વખતે પણ અંતરાયનો જે ઉદય છે તેમાં જોડાણ છે. પોતે સ્વતંત્ર નિર્બળ હોવાને લીધે. પોતાની પર્યાય નિર્બળ છે એ પણ ષટૂકારકના પરિણમનથી નિર્બળ થઈ છે. આહાહા...! કર્મના અંતરાયને કારણે નિર્બળ પર્યાય થઈ છે