________________
૪૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ એમ નથી. અરે. અરે.. આવી વાતું હવે. અહીં તો ભાષા તો એમ છે કે, “અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે...” એ તો નિમિત્તથી કથન કરે છે. નિર્બળ હોવાને લીધે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. આહાહા...! પાણીમાં તણાય એમાંથી નીકળવાનો પણ વિકલ્પ આવે એને. આહાહા.! સમજાણું? ગામમાં પ્લેગ આવે, ગામ ખાલી થતું હોય અને છોકરાઓ એને એકદમ કહેતા હોય કે બાપુ! આપણે પહેલા નીકળી જાઓ. આપણે જ્યાં જાવું છે ત્યાં જગ્યા નહિ મળે નહિતર. આ બધા જાય છે. પહેલો ઈ નીકળી જાય ભયથી. પણ એ તો અસ્થિરતાની પ્રકૃતિ છે, એ તો ચારિત્રદોષ છે. અંદર સમકિતમાં નિર્ભય છે. આહાહા.! હવે આમાં મેળ શી રીતે કરવો ?
મુમુક્ષુ :- ચારિત્રનો દોષ એટલે શું?
ઉત્તર :- એ ચારિત્રનો દોષ છે એ જુદી ચીજ છે અને સમકિતની નિઃશંકતા તે જુદી ચીજ છે. સમકિતમાં નિર્ભય છે એ જુદી ચીજ છે. હૈ?
મુમુક્ષુ :- ભયપ્રકૃતિ છે એ તો ચારિત્રમાં છે.
ઉત્તર :- આ દોષ છે ઈ ચારિત્રનો દોષ છે. પોતાથી થાય છે, કર્મથી નહિ. પોતાની નબળાઈની પર્યાયનું પરિણમન પોતાથી થાય છે, કર્મથી નહિ. ઝીણી વાત, ભાઈ! આવા શબ્દો આવે ત્યાં બધા અધ્ધરથી અર્થ કરે કે, જુઓ! એનાથી થાય, અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળતા થાય, પણ અંતરાય કર્મ જડ છે, ભગવાન ચૈતન્ય ભિન્ન છે, જડ એને અડતુંય નથી. આહાહા...! એ તો ત્રીજી ગાથામાં ન કહ્યું કે, કોઈપણ દ્રવ્ય પોતાના ગુણ, પર્યાયને ચૂંબે, અડે છે પણ પરના દ્રવ્યને અડતા (નથી) અથવા કર્મનો ઉદય પણ કર્મની પર્યાયને અડે અને છૂએ છે. આત્માને એ અડતોય નથી. આહાહા...! એમ નિર્બળ પર્યાય થાય છે એ કંઈ કર્મને અડતી નથી. આહાહા.! સમજાય છે કાંઈ? પોતાનો ધર્મ જે નિર્બળતા છે એ પણ એક ધર્મ-યોગ્યતા છે. એ તો કાલે આવી ગયું ને? અનિયત સ્વભાવ. અનિયત સ્વભાવ આવ્યો ને? એ પણ એણે ધારી રાખેલો ધર્મ છે. આહાહા...! એવી અનિયત વિકૃત અવસ્થા સ્વભાવ નથી માટે તેને અનિયત કીધું, વિકૃત. પણ છે એ વિકૃત પોતાથી પોતામાં છે, પરથી નહિ. આહાહા.! પરંતુ તેને ઇલાજ પણ કરે.
પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાન...” જોયું? ભગવાન પૂર્ણાનંદનો નાથ, એના શ્રદ્ધા અને જ્ઞાન છે એમાંથી ઈ ચળે નહિ. માથે વજના મોટા ઘા પડે, લોકો ચારે કોર ભાગે, એ પહેલું આવી ગયું, પોતે તો તે અંદરમાં સ્થિર અકંપ જ્ઞાનસ્વરૂપ છે. આહા! એમાં કંપન ને ધ્રુજારો જરી થતો નથી. આહાહા. આવી વાતું છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાનશ્રદ્ધાનથી શ્રુત થાય.” જીવ પોતાના સ્વરૂપના જ્ઞાન, શ્રદ્ધાનથી ટ્યુત થાય તેવો તેને ભય નથી. આહાહા.! આરે.! “જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી ચુત થાય.” એવું એને નથી. આહાહા...!