________________
શ્લોક-૧૬૦
૪૮૫
વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે;..' આ નિમિત્તથી (કથન છે). એ દોષ છે, ચારિત્રદોષ છે. તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી....’ ભય કરવા લાયક છે એમ સ્વામી થઈને કરતો નથી. થાય છે. આહાહા..! પોતામાં થાય, પોતે કરે છતાં સ્વામી નથી. ઇ દૃષ્ટિની અપેક્ષાએ સ્વામી નથી પણ જ્ઞાનની અપેક્ષાએ તો એ ભયનો કર્તા ને ભોક્તા હું જ છું. ૪૭ નયમાં ઇ આવ્યું હતું ને? આહાહા..! એ ભય નામનો ભાવ, એનું પરિણમન-કર્તાપણું મારું છે અને તેનો ભયનો ભોગવટો પણ મારામાં છે. એમ જ્ઞાન જાણે છે. દૃષ્ટિની પ્રધાનતામાં તે ભયનો કર્તા ને ભોક્તા નથી, એમ દૃષ્ટિના જોરથી કહ્યું. આહા..! છતાં કહે છે કે, સમિતીને પરિણમનમાં તો ભય આવે છે, છોડવાનો ઇલાજ પણ કરે પણ અંદરમાં જ્ઞાનસ્વરૂપી ભગવાનઆત્મા, એમાંથી કંપ અને ચલાયમાન થતો નથી. એ જ્ઞાન ધ્રુવ છે તે ધ્રુજતું નથી. આહાહા..! આવી વાતું છે. તે મોહકર્મની પ્રકૃતિનો દોષ છે. જોયું? એટલે વાસ્તવિક સ્વભાવમાં નથી એ અપેક્ષાએ એને એમ કહ્યું.
તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી,...' સ્વામી થઈને કરતો નથી, પરિણમન થાય છે પણ મારું કર્તવ્ય છે અને હું એનો સ્વામી એમ થઈને પરિણમતો નથી. અહીં અત્યારે ઇ કહે છે. ચાલતા અધિકારમાં તો બપો૨ે ઇ ચાલે છે કે અનિયત જે ભયપ્રકૃતિનું પરિણમન થયું એનો સ્વામી-અધિષ્ઠાતા હું છું. આરે આ! આહાહા..! અહીં ના પાડે છે ઇ કઈ અપેક્ષાએ? દૃષ્ટિમાં તે ભયનો સ્વામી નથી અને દૃષ્ટિમાં દૃષ્ટિની અસ્થિરતા ત્યાં થતી નથી એ અપેક્ષાએ ભયપ્રકૃતિનો સ્વામી નથી. બાકી પરિણતિની પ્રકૃતિમાં ભય પોતે પરિણમ્યો છે અને તેથી તેનો અધિષ્ઠાન અને આધાર તો આત્મા છે એ વાત કાંઈ ખોટી નથી. આહાહા..! આવી વાતું હવે. ઘડીકમાં કહે કે સ્વામી નથી અને ઘડીકમાં કહે કે એનો સ્વામી છે. અધિષ્ઠાતા (છે). બપોરે આવ્યું ને? અનિયત. ભય છે એ અનિયત સ્વભાવ છે. નિયત સ્વભાવ, નિશ્ચય સ્વભાવ એનો નથી. ભય થાય ખરો પણ અનિયત સ્વભાવ છે પણ અનિયત સ્વભાવ હોવા છતાં દૃષ્ટિમાં જ્ઞાન ને સ્વરૂપમાંથી ચળે અને ભ્રષ્ટ થાય એવું એને નથી. આહાહા..! હવે આવો આંતરો ક્યારે દેખાય? સમજાણું કાંઈ? આહાહા..! તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી.... એ દૃષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. બાકી પરિણમનમાં પરિણમ્યો છે એનો સ્વામી આત્મા છે અને એ ભયનો અધિષ્ઠાતા ભગવાનઆત્મા છે. કોઈ કર્મને લઈને ભય થયો છે, એમ નથી. હવે આટલો બધો ફે૨, લખાણ હોય એમાંથી અર્થ પાછા બીજા કરવા. ઇ શૈલી આ છે. આહાહા..! જ્ઞાતા જ રહે છે.’ છે ને? ભય મારો સ્વભાવ છે તેમ માનતો નથી. જ્ઞાતા રહે છે. આહાહા..! જ્ઞાનીને જેમ રાગ થાય છતાં તે રાગનો જ્ઞાતા રહે છે. કેમકે રાગ તેનું સ્વરૂપ નથી. તેથી તેનો જ્ઞાતા રહે છે. જ્ઞાનમાં દૃષ્ટિની અપેક્ષાએ. જ્ઞાન સ્વરૂપ ભગવાનઆત્મા, એની જ્યાં દૃષ્ટિ થઈ છે એ અપેક્ષાએ તે રાગ, ભયનો કર્તા નથી. ભયનો સ્વામી એ અપેક્ષાએ નથી. જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.' લ્યો. આહાહા..!