________________
શ્લોક–૧૬૦
૪૭૯ મુમુક્ષુ :- “મોરબી'નું તો અણધાર્યું થયું.
ઉત્તર :- એ અણધાર્યું નથી પણ એણે ધાર્યું નથી એથી એની અપેક્ષાએ, બાકી એ તો એ સમયે થવાનું જ હતું. આહાહા...! કાપડની દુકાન ખોલીને બેઠેલા, કંદોઈની દુકાનું બધી બરફી ભરીને બેઠેલા. એમ એકદમ પાણી (આવ્યા), (એક) મિનિટે ફૂટ, બીજી મિનિટે બે (ફૂટ) પાંચ-સાત ફૂટ પાણી આવ્યા એમાં) બધા કંદોઈ તણાઈ ગયા. ઈ અકસ્માત તો લોકોના ખ્યાલમાં નથી એ અપેક્ષાએ. બાકી તો તે સમયે તે પર્યાય થવાની હતી. જ્યારે બહારમાં પણ અકસ્માત નથી તો પ્રભુ તો જ્ઞાનાનંદ સ્વભાવ છે. આહા...! એ તો અવિનાશી અચળ અને અનાદિ અનંત વસ્તુ છે. તેમાં કોઈ અણધાર્યું અણચિંતવ્યું આવી પડે એવી કોઈ ચીજ નથી અંદર. આહાહા.! ઝીણી વાત છે, ભાઈ! આહાહા...!
આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. આહાહા.... [જ્ઞાનિનઃ તમીઃ ત. આવું જેને જ્ઞાન છે, સમ્યગ્દષ્ટિને, આહાહા.! “આવું જાણતા જ્ઞાનીને...' ધર્મીને “અકસ્માતનો ભય ક્યાંથી હોય?” આહા...! અકસ્માત આવી પડશે તો? ભીંત આવી પડશે તો? ફલાણું આવી પડશે તો? પણ એમાં અંદરમાં ક્યાં આવી પડે છે? આહાહા...! જે ત્રિકાળી વસ્તુ છે એ તો સત્ય બોલવાનો વિકલ્પ છે એને એ સ્પર્શતું નથી. આહાહા...! સત્ય ધર્મ કહ્યો છે ને? સત્ય ધર્મ. એ કંઈ વાણી સત્ય બોલવું એ કંઈ સત્ય ધર્મ નથી, એ તો વિકલ્પ છે, આસવ છે. સત્ય ધર્મ તો ભગવાન જ્ઞાનસ્વરૂપી ત્રિકાળી, એને અંદર પકડીને સ્થિરતા દૃષ્ટિની, જ્ઞાનની થવી એ સત્યદર્શન, સત્યજ્ઞાન ને સત્ય સ્થિરતા થવી તે સત્ય ધર્મ છે. આહાહા...! સત્ય પ્રભુ ત્રિકાળી વસ્તુ સત્ય, જેમાં કંઈ અણધાર્યું, અણચિંતવ્યું આવતું નથી એવો ભગવાન છે).આહા...!
જે કોઈ સત્ય બોલવામાં ધર્મ માની બેસે એ સત્યને શોધશે નહિ. સમજાણું કાંઈ? આહાહા.! સત્ય વસ્તુ ભગવાન પરમાનંદની મૂર્તિ, પરમ સત્ય સત્, સત્ય નામ સત્, સત્ એવું સત્ય. આહાહા.! એ વાણીમાં જ બોલવું સત્ય બોલવું તેમાં અટકી ગયો ને એને ધર્મ માને, તો આવું પરમ સત્ય છે એ અંદર શોધવા નહિ જાય. આહાહા...! સમજાણું કાંઈ? શરીરથી બ્રહ્મચર્ય પાળવામાં જ રોકાઈ ગયો, આહાહા.! એ અંદર પરમ સત્યને શોધવા અંદર નહિ જઈ શકે. કારણ કે ત્યાં તો મનાઈ ગયું છે કે આ ધર્મ છે. આહાહા...! અણુવ્રત ને મહાવ્રતને તો આસ્રવ કહ્યા છે. જેને સત્ય અણુવ્રત થોડું હોય ને સત્ય મહાવ્રત થોડું હોય તેને તો આસવ કહ્યા છે. હવે આસવમાં જ જે રોકાઈ જાય, જે ભગવાન અંદર નિત્યાનંદનો નાથ, આહા! શોધીને તેને અમલમાં, સ્થિરતામાં લેવો એવો જે સ્વભાવ એમાં કોઈ અકસ્માત છે નહિ. આહાહા...! આવી વાતું છે. વીતરાગ પરમાત્મા, એણે એ કહ્યું.
જે સત્યસ્વરૂપ છે પ્રભુ, એમાં અણધાર્યું કંઈ નથી એવી દૃષ્ટિ જેને સમ્યકુ થઈ એ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન એ જ ધર્મ છે. આંશિક ધર્મ છે. સત્ય એવો ભગવાન અચળ, અચળ, અકળ ને અનાદિ. મનથી કળાય નહિ, વિકલ્પથી કળાય નહિ એવો ભગવાન આત્મા