________________
४७८
સમયસાર સિદ્ધિ ભાગ-૭
પ્રવચન નં. ૩૦૫ શ્લોક-૧૬૦, ૧૬૧ શનિવાર, ભાદરવા વદ ૨, તા. ૦૮-૦૯-૧૯૭૯
‘સમયસાર' ૧૬૦ કળશ છે. અકસ્માતભય.
(શાર્દૂલૈંવિક્રીડિત). एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१६०।। તિત સ્વત: સિદ્ધ જ્ઞાનમ્ વિરુન વં] “આ.” ભગવાનઆત્મા “સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે...” આત્મા સ્વતઃસિદ્ધ-પોતાથી જ્ઞાન છે. આહા...! તે “અનાદિ છે....” સ્વતઃસિદ્ધ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે એ અનાદિ છે. અનંતકાળ રહેનાર છે. તેમ વર્તમાન “અચળ છે.” ધ્રુવ જે ભગવાનઆત્મા સત્ય તે અચળ છે, ચળે એવો નથી. આહાહા.!
[ રૂદ્ર યાવત્ તાવ સાવ હિમવેત્] તે જ્યાં સુધી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાનઆત્મા ‘ત્યાં સુધી સદાય તે જ છે....... આહાહા...! એ રાગરૂપે નથી, પર્યાયરૂપે પણ નથી. આહાહા...! પર્યાયમાં એ આવતો નથી. એવો એ સ્વતઃસિદ્ધ જ્ઞાનસ્વભાવ ભગવાન અનાદિઅનંત અચળ જે છે તે છે. આહા...! “જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે...” એ તો. મિત્ર દ્વિતીયોદય: ન] તેમાં બીજાનો ઉદય નથી.” ભગવાન જ્ઞાનસ્વભાવી પ્રભુ અનાદિઅનંત અચળ (છે) તેમાં બીજાઓનું આવવું થતું નથી, બીજાઓનો એમાં ઉદય છે નહિ. આહાહા...!
માટે. [મત્ર મારિમ વિશ્વન મ ] આ કારણે ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ “આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી.” અણધાર્યું એકાએક થાય એવું એમાં કાંઈ છે નહિ. એ તો ત્રિકાળી જ્ઞાનમૂર્તિ ધ્રુવ ચિદાનંદ પ્રભુ આનંદની શિલા છે એ તો. જ્ઞાનશિલા, આનંદશિલા એમાં અણધાર્યું અણચિંતવ્યું અકસ્માત કંઈ આવે એવી કોઈ એ ચીજ નથી. જો કે બહારમાં જે થાય છે એ અણધાર્યું છે એ અપેક્ષિત (વાત છે), બાકી તો એ પણ ક્રમસર થાય છે. અણધાર્યું તો બીજાના ખ્યાલમાં ન હોય માટે અણધાર્યું એને કહેવાય, બહારમાં, હોં! એ પણ તેને સમયે તે થવાનું તે થાય છે. જ્યાં બહાર તો તે સમયે તે થવાનું થાય તે પણ અણધાર્યું નથી તો ભગવાન ચિદાનંદ ભગવાન તો ત્રિકાળ છે એ તો વર્તમાન અવસ્થાનું કમસર કહ્યું. પણ આ ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન... આહાહા...! જેણે ધ્રુવ સ્વરૂપ દૃષ્ટિમાં લીધો એ તો જે છે તે જ છે. આહાહા...! એમાં કંઈ ફેરફાર થાય કે અણધાર્યું, ઓચિંતુ કોઈ આવી પડે, એમ છે? આહાહા.! આ તો અણધાર્યું થયું. ઓલા બિચારા કાપડની દુકાન ઉઘાડીને બેઠા હતા. મોરબી’. હૈ?